________________
છે. પ્રાક કથન 8
દરેક આસ્તિક દર્શનકારો આત્માને માને છે. અને મોક્ષને પણ સ્વીકારે છે. પરંતુ સ્વબુદ્ધિ અનુસારે તેની પ્રરૂપણા કરવાના કારણે તેના સ્વરૂપને સમજવા-સમજાવવામાં સફળ બની શકયા નથી.
જ્યારે અસીમ જ્ઞાનના સ્વામી શ્રી તીર્થંકર પરમાત્માએ અતીન્દ્રિય એવાં આ બંને તત્ત્વોને કેવળજ્ઞાનના બળે યથા-સ્વરૂપે જાણ્યાં છે અને જગતના જીવોના કલ્યાણ માટે તેની પ્રરૂપણા કરી છે.
એ પ્રરૂપણાને અનુસારે અનેક પૂર્વાચાર્ય ભગવંતોએ ભિન્ન-ભિન્ન ગ્રંથોની રચના કરી છે. તેઓમાંના એક ચતુર્દશ શતાધિક ગ્રંથોના રચયિતા પૂજયવર્ય આ.શ્રી શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આ યોગદષ્ટિ ગ્રંથની રચના કરી છે.
નિગોદ એ પ્રત્યેક આત્માની અનાદિકાલીન સ્થિતિ છે. એક આત્મા જ્યારે પોતાની પૂર્ણાવસ્થા-સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યારે એક આત્મા અનાદિ નિગોદમાંથી બહાર નીકળી પૃથ્વીકાયાદિના ભવોમાં ભ્રમણ કરે છે. આ આત્મા વ્યવહાર રાશિમાં આવ્યો કહેવાય છે.
વ્યવહાર રાશિમાં આવેલ આત્મા પંચેન્દ્રિયપણું અને મનુષ્યાદિ ભવ પ્રાપ્ત કરે, છતાં જો તે જીવની તથાભવ્યતાનો પરિપાક ન થયો હોય તો તેની આત્મોન્નતિનો પાયો રચાતો નથી.
આ રીતે અનન્ત પુદ્ગલ પરાવર્તનો પસાર થયા પછી જીવને જયારે અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ એક પુદ્ગલપરાવર્તન કાળ ભવ-ભ્રમણનો બાકી રહે છે ત્યારે જીવ ચરમાવર્તમાં આવ્યો કહેવાય છે. અભવ્ય આત્માઓ કયારેય શરમાવર્તમાં આવતા નથી.
ચરમાવર્નમાં આવેલ જીવને પણ તરત મોક્ષની તો શું! ધર્મની રુચિ પણ જાગતી નથી.
ચરમાવમાં આવ્યા પછી ધીમે ધીમે એને આત્માના વિકાસની વાતો ગમે છે. ધર્મપ્રત્ય પણ રુચિ જાગે છે. અને મોક્ષનું સ્વરૂપ સાંભળવા-સમજવા તત્પર થાય છે.
જ્ઞાની ભગવંતોએ આત્માની વિકાસ યાત્રા ભિન્ન-ભિન્ન ગ્રંથોમાં ભિન્ન-ભિન્ન સ્વરૂપે જણાવેલ છે. કયાંક ચૌદ ગુણસ્થાનકના સ્વરૂપની પ્રરૂપણા દ્વારા મુક્તિનો માર્ગ બતાવ્યો છે. તો કોઈક ગ્રંથોમાં ધ્યાનના સ્વરૂપને સમજાવવા દ્વારા મુક્તિની પ્રાપ્તિ કહેલ છે. કયાંક વળી બહિરાત્મદશાના ત્યાગથી અન્તરાત્મદશામાં સ્થિર બની પરમાત્મદશાની સાધના દ્વારા મુક્તિમાર્ગનું નિરૂપણ કર્યું છે.
મુક્તિની પ્રાપ્તિ અનેક માર્ગોથી થઈ શકે છે. પણ તે માર્ગો પરસ્પર વિરુદ્ધ ભાવથી નહિ. સાપેક્ષભાવે સ્વીકારવાથી થઈ શકે છે.
આ યોગદષ્ટિ ગ્રંથની અંદર યોગમાર્ગની સાધના દ્વારા મુક્તિપદ પ્રાપ્તિનો માર્ગ કંડારેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org