________________
૫૪૫
ગાથા : ૨૦૫-૨૦૬
યોગદૃષ્ટિ સમુચ્ચય છે. આ સંસાર પ્રકૃતિમાત્રનો જ છે તો આ આત્મા તો સંસારના બંધનથી બંધાયો જ નથી કે જેને છૂટવાનું આવે. અહીં પણ મુક્ત શબ્દનો “બંધનમાંથી છૂટકારો” એવો પ્રવૃત્તિનિમિત્તક અર્થ સંભવતો જ નથી. તેથી મુક્ત ન કહેવાય.
આ પ્રમાણે અન્ય દર્શનકારોએ આત્માની માનેલી મુક્તિ તેઓના એકાન્તનિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષ પ્રમાણે સર્વથા ઘટતી જ નથી. તેથી “સંસારી અને મુક્ત” આવી વ્યવસ્થા તેઓના મતે કોઇપણ રીતે સુસંગત નથી. ન્યાયપૂર્ણ નથી. || ૨૦૫|| कथं तर्हि मुक्तव्यवस्थेत्याह
જો ઉપરની ચર્ચા પ્રમાણે અન્યદર્શનોમાં મુક્તત્વની વ્યવસ્થા ઘટતી નથી. તો તે મુક્તવ્યવસ્થા શી રીતે સંભવે? તે સમજાવે છે.
क्षीणव्याधिर्यथा लोके, व्याधिमुक्त इति स्थितः ।
भवरोग्येव तु तथा, मुक्तस्तन्त्रेषु तत्क्षयात् ॥ २०६॥ ગાથાર્થ = લોકમાં જેનો વ્યાધિ ક્ષય પામ્યો છે તે પુરુષ જેમ વ્યાધિમુક્ત કહેવાય છે. તેવી જ રીતે ભવરોગવાળો જીવ જ ભવરોગનો ક્ષય થવાથી શાસ્ત્રોમાં મુક્ત થયેલો કહેવાય છે. | ૨૦૬I
ટીકા - “ક્ષત્રિય” પુષઃ ! “થા નોવાને “વ્યાધિમુત્ત તિ” તત્તમાન, “સ્થિતો” ની સ્થાપના. | “મવરોવેવ તુ” પુતભાવેન, ‘‘તથા મુક્ત:” મવવ્યાધિમુક્ત:, “તપુ'' સ્થિતઃ | ‘તલ્સયન્'' રતિ ભવાયાવિત્યર્થ છે રદ્દો
વિવેચન આ લોકમાં જે પુરુષનો રોગ ક્ષીણ થયો છે, એટલે કે પ્રથમ રોગ હતો અને પછી ઔષધોના સેવનથી રોગ નાશ પામ્યો છે. તે જ પુરુષ પોતાના તે તે રોગોનો અભાવ થવાથી કોઇપણ જાતના વાદવિવાદ વિના નિર્વિવાદપણે “આ પુરુષ કે જે રોગી હતો તે વ્યાધિમુક્ત થયો છે” એમ નિશ્ચિત થાય જ છે. આ વાત લોકમાત્રમાં સર્વત્ર સ્થિત (રહેલી) જ છે. સિદ્ધ જ છે. સ્થાપવી પડતી નથી કે કોઇને સમજાવવી પડતી નથી. અર્થાત્ આ વાત બરાબર સિદ્ધ થતી ન હોય અને તર્કથી-કે ન્યાયથી સિદ્ધ કરવી પડે એવું નથી. લોકમાં સિદ્ધ જ છે. તેવી જ રીતે સંસારના (જન્મ-મરણાદિ) વ્યાધિથી મુખ્યપણે-પારમાર્થિકપણે જે ભવરોગી છે. એટલે કે આ જીવને જન્મ-મરણાદિનો જે ભવરોગ લાગેલો છે તે સાચેસાચ વાસ્તવિક રોગ જ યો. ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org