________________
૫૪૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૦૬-૨૦૭ છે. તેથી તેવા ભવરોગથી રોગી બનેલો જીવ રત્નત્રયીની આરાધના આદિ ઔષધથી ભવરોગનો ક્ષય થયે છતે ભવરોગથી મુક્ત કહેવાય છે. આ પ્રમાણે શાસ્ત્રોમાં કહેલું છે. અર્થાત્ ભવરોગી જીવ જ ભવરોગનો ક્ષય થવાથી ભવવ્યાધિમુક્ત કહેવાય છે. એમ શાસ્ત્રોમાં જણાવેલું છે. | ૨૦૬ / एवं प्रकृतमभिधाय सर्वोपसंहारमाहઆ પ્રમાણે પ્રસ્તુત વિષયને કહીને સંપૂર્ણ ગ્રંથનો હવે ઉપસંહાર કરે છે.
अनेकयोगशास्त्रेभ्यः, संक्षेपेण समुद्धृतः ।।
दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ॥ २०७॥ ગાથાર્થ = આઠ દૃષ્ટિઓના ભેદથી ઉત્તમ એવો આ યોગ મારી પોતાની સ્કૃતિના નિમિત્તે યોગ સંબંધી અનેક શાસ્ત્રોમાંથી સંક્ષેપ રૂપે ઉદ્ધત કરેલો છે. ૨૦૭l
ટીકા - “માર્જિંગ્સ” પતિનાવિષ્ણુ, “હા” સમાસેન, સમુદ્ધતિ” તેભ્યઃ પૃથવતઃ નવનીતમિવ ક્ષીરાલિત | વેન વ રૂાદ“ષ્ટિમેન” ૩વેતન્નક્ષનેન, “રોજેક્ય'' મfધત વ | મિથfમત્યાદમાત્માનુસ્મૃતિ'' “પર:' પ્રથાનો યો તિ | ૨૦૭
વિવેચન :- “પાતંજલ” આદિ યોગ સંબંધી અનેક ગ્રંથોમાંથી પરમપ્રધાન એવો આ યોગગ્રંથ ક્ષીરમાંથી જેમ નવનીતને પૃથક્ કરવામાં આવે તેમ મારા પોતાના આત્માની સતત સ્મૃતિ નિમિત્તે સંક્ષેપીને પૃથક્ કર્યો છે.
આ ગ્રંથકારની ઉપરની પંક્તિઓ આપણને ઘણું ઘણું કહી જાય છે. સરળતાની જાણે સાક્ષાત્ મૂર્તિ જ હોય શું? એવા પૂજ્ય હરિભદ્રસૂરિજી અનેક મહાનું શાસ્ત્રોના જ્ઞાતા હોવા છતાં અને રચયિતા હોવા છતાં પણ નિરભિમાનતા અને નમ્રતા પૂર્વકની કેવી ઉત્તમ અમૃત ભરેલી ઉપરોક્ત વાણી છે! પોતાની જાતને પ્રશંસામાં અલ્પમાત્રાએ પણ પ્રવેશ ન આપતા એવા તે સૂરિપુંગવને વારંવાર નતમસ્તકે લાખ્ખો-લાખો વંદન. દૂધમાંથી નવનીતની જેમ
દૂધને જમાવી દહીં બનાવી તેને વલોવીને જેમ તેમાંથી “સારભૂત” એવું “નવનીત” (માખણ) કાઢવામાં આવે છે. જેનું તુરત ઘી બને છે. અને બહુ કિંમત આપે છે. તેવી રીતે પાતંજલ આદિ પૂર્વઋષિઓના બનાવેલા યોગ સંબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org