________________
ગાથા : ૨૦૯ યોગદૃષ્ટિ સમુચ્ચય
પપ૧ આઠદષ્ટિની સઝાયમાં પૂ. ઉપાધ્યાયજી મ.શ્રીએ કહ્યું છે કે
અડદિટ્ટી એ કહી સંક્ષેપે, યોગશાસ્ત્ર સંકેતે જી, કુલયોગી ને પ્રવૃત્તચક્ર છે, તેહ તણે હિત હેતે જી. ૮-૪ / ૨૦૮ તત્ર તે ચારયોગીઓમાંથી અહીં જે અધિકારી છે તે સમજાવે છે
कुलप्रवृत्तचक्रा ये, त एवास्याधिकारिणः ।
योगिनो न तु सर्वेऽपि, तथाऽसिद्धयादिभावतः ॥ २०९ ॥ ગાથાર્થ = જે કુલયોગી અને પ્રવૃત્તચક્રાયોગી પુરુષો છે. તે જ આ ગ્રંથના અધિકારી છે. પરંતુ સર્વે (ચારે પ્રકારના) યોગી પુરુષો આ ગ્રંથના અધિકારી નથી. કારણ કે તેઓમાં તેવા પ્રકારની અસિદ્ધિ આદિનો ભાવ હોવાથી. | ૨૦૯ |
ટીક - “કુત્તપ્રવૃત્તિવા રે” ૩યોગિન: પ્રવૃત્તવશ ય રૂત્યર્થ. | “તે વાહ્ય” યોજાશાસ્ત્રી, “ધિારિજે” મ ! “નિનો તુ સર્વેng” સામાન્ચન . #ત રૂત્યાદ-“તથા તેના પ્રશ્નારે, “સિદ્ધચદ્વિમાવત:”ગોત્રયોनामसिद्धिभावात्, आदिशब्दात्तु निष्पन्नयोगिनां तु सिद्धिभावादिति ॥ २०९॥
વિવેચન :- જે કુલયોગી અને પ્રવૃત્તચોગી આત્માઓ છે. તે જ આ ગ્રંથના અધ્યયનના અધિકારી છે. પરંતુ ગોત્રયોગી અને નિષ્પન્નયોગી જે આત્માઓ છે. તે આ ગ્રંથ ભણવાના અધિકારી નથી. ચારે યોગીઓના અર્થ આગળ આવતા હોવા છતાં પણ આ વાત સમજવા માટે સામાન્યથી પહેલાં ચાર પ્રકારના યોગીના અર્થ સમજી લઈએ. (૧) ગોત્રયોગી = જે ભૂમિ ઉપર (આર્યભૂમિમાં) યોગીઓનો જન્મ થાય છે. તેવી
ભારતભૂમિમાં જેઓ જન્મ્યા છે. તેમાં પણ જે ઘરોમાંથી યોગીઓ થયા છે. તેવા ઘરોમાં જન્મ્યા છે. પરંતુ યોગધર્મની અલ્પ પણ પ્રીતિ જેઓને નથી. અલ્પ પણ યોગધર્મ સેવન કરવાની ઇચ્છા જેઓને નથી. તથા યોગધર્મનો અલ્પ પણ પક્ષપાત નથી. નામ માત્રથી જ જેઓ આ ભૂમિમાં જન્મ્યા છે. પરંતુ યોગધર્મના
અંશતઃ પણ સંસ્કાર કે પ્રેમ નથી. તે ગોત્રયોગી કહેવાય છે. (૨) કુલયોગી = જે યોગીઓના કુલમાં જન્મ્યા છે. યોગદશાનો જેઓને ઘણો
જ પ્રેમ તથા પક્ષપાત છે. શકય બને તેટલું યોગધર્મનું આસેવન કરવાની તીવ્ર ઈચ્છા પણ છે. યોગી મહાત્માઓ પ્રત્યે યોગધર્મના કારણે અતિશય ભક્તિ-બહુમાન છે. તે કુલયોગી કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org