________________
ગાથા : ૬૭ યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૪૯ જલચર જીવો એમ માની લે છે કે આ પાણીમાં જ આ પક્ષી ચાલે છે. તેથી તેને પકડવા તે મત્સાદિ પાણીમાં દોટ મૂકે છે. પરંતુ તેના હાથમાં કંઈ આવતું નથી. તે પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે. તેની જેમ દીપ્રા દૃષ્ટિમાં વર્તતા જીવને ગ્રંથિભેદ થયેલ ન હોવાથી ચરમ યથાપ્રવૃત્તકરણનો કાલ આવે ત્યારે વેદ્યસંવેદ્યપદ આવું અતાત્ત્વિક પ્રાપ્ત થાય છે. તપ-આવું અતાત્ત્વિક પણ પર-વેદ્યસંવેદ્યપદ સાસુ-આ પ્રથમની ચાર દૃષ્ટિઓમાં ચરમ યથાપ્રવૃત્તકરણકાલે જ આવે છે. તેના પૂર્વકાલમાં આવતું નથી હવે જો અતાત્ત્વિક વેદ્યસંવેદ્યપદ પણ ન આવતું હોય તો તાત્ત્વિકની વાત તો સંભવે જ નહીં. એમ પૂર્વકાલીન યોગાચાર્ય પુરુષો કહે છે.
પ્રથમની ચાર યોગની દૃષ્ટિઓમાં વર્તતા જીવોમાં પ્રથમ ગુણસ્થાનકનો સાચો ગુણવિકાસ થાય છે. મિથ્યાત્વ દશા મંદ-મંદ થતી જાય છે. તેથી જ તાત્ત્વિક વૈરાગ્ય અને આંશિક વિવેક ગુણ પ્રગટ થતો જાય છે. શુદ્ધ ભાવપૂર્વકની જિનાજ્ઞાના અનુસારે આ બન્ને ગુણો એ લોકોત્તર ગુણો છે. જ્યાં જ્યાં લોકોત્તર ગુણો આવે છે ત્યાં ત્યાં તેટલા તેટલા અંશે મોક્ષમાર્ગ-મોક્ષ તરફનું પ્રયાણ ચાલુ જ હોય છે. આ ચાર દૃષ્ટિમાં રહેલા જીવો મુક્તિદાયક એવા આ લોકોત્તર ગુણોનો (વૈરાગ્યાત્મિક-જ્ઞાન અને વિવેકાદિનો) અંશે અંશે આસ્વાદ માણનારા થાય છે. તે જીવોને અનુક્રમે શેરડી જેવો, તેના રસ જેવો, ઢીલા ગોળ જેવો, અને કઠણ ગોળ જેવા ગુણોનો આસ્વાદ આવે છે. આ ચાર દૃષ્ટિથી નીચે ઓઘદૃષ્ટિમાં રહેલા જીવોમાં આવા લોકોત્તર ગુણો કે તેનો આસ્વાદ સંભવતો નથી. શુદ્ધ ભાવના સંભવતી નથી, જિનાજ્ઞાનું અનુસરણ હોતું નથી, આધ્યાત્મિક ગુણોના રસાસ્વાદનો અસંભવ જ છે. જે કંઈ બાહ્ય-વ્યાવહારિક નીતિમત્તા-પ્રમાણિક્તા આદિના સાંસારિક પ્રતિષ્ઠાજનક ગુણો હોય છે તે લૌકિકગુણો કહેવાય છે. તેથી પ્રથમ ગુણસ્થાનકને “ગુણસ્થાનક” શબ્દ જે કહેવાય છે તે અતાત્ત્વિક કહેવાય છે. જ્યારે પ્રથમની ચાર યોગની દૃષ્ટિમાં આધ્યાત્મિકલોકોત્તર ગુણોનો આંશિક વાસ્તવિક વિકાસ હોવાથી અને મિથ્યાત્વ મંદ-મંદતર થવાથી “ગુણસ્થાનક” શબ્દ જે કહેવાય છે તે વાસ્તવિક કહેવાય છે.
આ ચાર દૃષ્ટિમાં આધ્યાત્મિક ગુણોનો (વૈરાગ્યાત્મિક-જ્ઞાન-વિવેકનો) અનુક્રમે વિકાસ થવા છતાં ગ્રંથિભેદ થયેલ ન હોવાથી મોહોદયની તીવ્રતા થતાં નિવૃત્તિ આદિ થવાનો (પાછા પડવાનો) પણ સંભવ છે. અધ્યાત્મ-માર્ગમાં વિપ્નો ઉભાં થતાં અધ્યાત્મમાર્ગથી પતન પણ (નિવૃત્તિ પણ) થાય. જો કે નિવૃત્તિ જ થાય અથવા નિવૃત્તિ થાય જ, એવો નિયમ નથી. પરંતુ અવેદ્યસંવેદ્યપદ પ્રબળ હોવાથી નિવૃત્તિ આદિ થવાના પ્રકારો સંભવે છે. અધ્યાત્મગુણો અને વિવેક હોવા છતાં પણ હજુ મોહોદય-જન્ય અવિવેક પણ સાથે છે. તેનું જોર વધતાં ઘણું અકાર્ય પણ કરાવે, પાપબંધ પણ કરાવે જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org