________________
૨૬૦ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૭૧ પ્રશ્ન = પ્રતિપતિતપશ્ચર્થનાનામ્ સમ્યગ્દર્શન પામેલા જીવોની આ પાપપ્રવૃત્તિ જો ચરમ જ હોય તો સમ્યગ્દર્શન પામીને પતન પામેલા એવા જીવો અનંતસંસારી બન્યા છે. અનંત જન્મ-મરણની પરંપરા વધારનારા બન્યા છે. સમ્યકત્વ પામ્યા પછી પડીને જૈનશાસનની મહાઆશાતના કરનારા જીવો વધુમાં વધુ દેશોન અર્ધ પુગલપરાવર્તન એટલે કે અનંત કાળચક્ર સંસારમાં પરિભ્રમણ કરે છે એવું શાસ્ત્રોમાં આવે છે. આટલા કાળમાં અનેકવાર દુર્ગતિમાં જવાનો યોગ બને જ છે. તો ઉપર જે એમ કહેવામાં આવ્યું કે આવા જીવને ફરીથી દુર્ગતિનો અયોગ છે આ વાત યત્કિંચિત્ છે અર્થાત્ તુચ્છ છે સાર વિનાની છે. વાસ્તવિક બરાબર નથી. પરમાત્મા શ્રી મહાવીરદેવ જ નયસારના ભવમાં સમ્યકત્વ પામ્યા પછી મરીચિના ભવમાં કુલમદ કરવાથી અને ઉસૂત્રપ્રરૂપણા કરવાથી અનંતકાળ સંસારમાં રખડ્યા એવું શાસ્ત્રોમાં આવે છે માટે પ્રતિપતિત સમ્યગ્દર્શની જીવો અનંત સંસારી પણ હોય છે. અને અનેકવાર દુર્ગતિ પામવાનો યોગ પણ બને જ છે. તેથી આ ચરમ જ પ્રવૃત્તિ છે અને હવે દુર્ગતિનો અયોગ છે આ વાત યથાર્થ નથી. અર્થાત્ બરાબર સંગત થતી નથી.
ઉત્તર - 1, મિથપરિણીના આ પ્રશ્ન બરાબર નથી, કારણ કે તેઓ અમારા કહેવાના અભિપ્રાયને બરાબર સમજયા નથી, ઉપશમયોપશમ અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારનાં સભ્યત્વ હોય છે તેમાંથી ક્ષાયિક સમ્યકત્વવાળા જીવોને જ આવું દુર્ગતિના અયોગવાળું નૈક્ષયિક વેદ્યસંવેદ્યપદ આવે છે. દુર્ગતિમાં ફરીથી જવું ન પડે અને ચરમ જ પાપપ્રવૃત્તિ હોય એવું વાસ્તવિક-પારમાર્થિક વેદ્યસંવેદ્યપદ ક્ષાયિકસમ્યગ્દષ્ટિને જ હોય છે. એવો અમારો કહેવાનો અભિપ્રાય છે. કારણકે ક્ષાયિક સમત્વવાળા જીવો જે ભવમાં ક્ષાયિક સમ્યકત્વ પામે છે તે ભવમાં જો અબદ્ધાયુ હોય તો તે જ ભવે મુક્તિ પદજ પામે છે. અને જો પૂર્વબદ્ધાયું હોય તો પણ ૩-૪ ભવે નિયમો મુક્તિપદ પામે છે. તે ૩-૪ ભવમાં જો કદાચ દુર્ગતિ કરવી પડે તો એટલે કે નરક અથવા યુગલિકતિર્યંચનો ભવ કરવો પડે તો પણ તે એક જ વખત કરવો પડે છે. વધારે તે ભવ કરવા પડતા નથી. માટે તેવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવોને જ નિશ્ચયથી આવું વેદ્યસંવેદ્યપદ હોય છે. એમ અમારો કહેવાનો અભિપ્રાય (આશય) છે. અમે આવા નિશ્ચય વેદ્યસંવેદ્યપદવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને આશ્રયીને જ દુર્ગતિનો અયોગ કહ્યો છે. એમ જાણવું.
' ઉપશમ અને ક્ષયોપશમ સમ્યકત્વવાળા જીવને પણ આ વેદ્યસંવેદ્યપદ અવશ્ય આવે જ છે. પરંતુ તે જીવોનો સંસાર ઉત્કૃષ્ટથી દેશોન અધપુદ્ગલપરાવર્ત હોઈ શકે છે. પતન પણ થાય છે. અને મિથ્યાત્વે જાય તો અનેકવાર દુર્ગતિમાં પણ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org