________________
ગાથા : ૧૭૮ યોગદષ્ટિ સમુચ્ચય
૪૯૭ વિવેચન :- “પરા” નામની આ આઠમી દૃષ્ટિ ક્ષપકશ્રેણિમાં અપૂર્વકરણથી શરૂ થાય છે. તે કાલે યોગનાં આઠ અંગમાંનું આઠમું અંગ જે “સમાધિ” છે. તે પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિમાં વર્તતો જીવ મોહનીયકર્મનો ક્ષય કરતો જતો હોવાથી અને આગળ જતાં ક્ષીણમોહી બનવાથી રાગદ્વેષ રહિત થવાના કારણે સંપૂર્ણપણે સમાધિ (સમતાભાવ) યુક્ત બને છે. અલ્પ પણ અધીરાઇ કે ઉત્સુક્તા હવે હોતી નથી. એટલે શ્લોકના પ્રથમપદથી “સમાધિ” અંગ સૂચવ્યું છે અને બીજા પદથી “આસક્તિ” નામના દોષનો ત્યાગ સૂચવ્યો છે. સમાધિ સહજપણે વર્તે છે. પરંતુ સમાધિ પ્રાપ્ત કરવાની પણ આસક્તિ (સ્પૃહા) વર્તતી નથી. તથા ત્રીજા પદમાં “પ્રવૃત્તિ” નામના ગુણની પ્રાપ્તિ જણાવી છે. અહીં આવેલા આત્માની સ્વગુણરમણતા સ્વરૂપ પ્રવૃત્તિ સહજભાવે જ વર્તે છે. બુદ્ધિપૂર્વક કરવી પડતી નથી. તેથી જ આ પ્રવૃત્તિ ઉત્તીર્ણશયયુક્ત હોય છે. અર્થાત્ પ્રવૃત્તિ કરવાના આશયથી રહિત હોય છે.
આઠમી આ પરાદષ્ટિ સમાધિનિષ્ઠા હોય છે. એટલે સમાધિ નામના યોગના અંગયુક્ત હોય છે. સમાધિ એટલે એક પ્રકારની ધ્યાન વિશેષવાળી અવસ્થા. આ સમાધિ એ ધ્યાનવિશેષ સ્વરૂપ છે. ચિત્તની રાગ-દ્વેષરહિત સંપૂર્ણપણે “સમતાભાવવાળી” એક અવસ્થા વિશેષ જ છે. એટલે ધ્યાનાત્મક છે. એમ ગ્રંથકારનું કહેવું છે. પરંતુ અન્ય આચાર્યોનું કહેવું એવું છે કે સમાધિ એ ધ્યાનનું ફળ છે. અર્થાત્ ધ્યાન એ કારણ છે. અને સમાધિ એ ધ્યાનથી પ્રગટ થનારું ફળવિશેષ છે. પાતંજલ ઋષિના બનાવેલા યોગસૂત્રમાં ધારણા-ધ્યાન અને સમાધિ આ ત્રણે યોગનાં અંગોની વ્યાખ્યા આ પ્રમાણે કહી છે.
(૧) ચિત્તનું (મનનું) પોતાના નિયત વિષય સ્વરૂપ દેશભાગમાં બંધાઈ જવું. ચોટી જવું. મનની પોતાના વિષયભાગમાં જે સ્થિતિ તે ધારણા. || ૩-૧
(૨) તત્ર તે ધારણાના વિષયભૂત નિયતભાગમાં પ્રત્યય જ્ઞાનની=ચિત્તવૃત્તિની અવતાના લયલીનતા-એકાગ્રતા તે ધ્યાન કહેવાય છે. ધારણામાં ધારેલા વિષયમાં ચિત્તવૃત્તિની એકાગ્રતા તે ધ્યાન ૩-રા
(૩) તહેવ- તે જ ધ્યાન જ્યારે “ગઈમાત્રનિમણ' અર્થબોધ માત્ર સ્વરૂપ બની જાય છે અને જાણે આ ધ્યાન પોતાના ધ્યાનપણાના સ્વરૂપથી પણ શૂન્ય બની ચૂક્યું છે. એવું જાણે ભાસે ત્યારે તે સમાધિ કહેવાય છે. અર્થાત્ ધ્યાન જ્યારે ધ્યાનપણે મટી જઈ વ્યય-ધ્યાન અને ધ્યાતા એકસ્વરૂપ બની જાય ત્યારે તેને જ સમાધિ કહેવાય છે. એટલે ધ્યાન જ કાળાન્તરે સમાધિસ્વરૂપ બને છે તેથી ધ્યાનને કારણ અને સમાધિને ફળ એમ કહેવામાં પણ ભેદનયના આશ્રયથી કંઈ દોષ નથી. યો. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org