________________
ગાથા : ૫૫ યોગદષ્ટિ સમુચ્ચય
૨૧૫ થક - “શુભયોગમાર તથાવિધ્યાના ર ક્ષેડામથતદણી સત્ય “તાવર'' મન્નતિ, “૩પયાનં airs'' તથાવિધ્યાસના “વાર '' જેમનું, “તદ્વિજય'- મોસમરવિષયં મહિતિ છે
વિવેચન - પ્રથમની બે દૃષ્ટિમાં અનુક્રમે ખેદ (થાક-પરિશ્રમ) અને ઉગ (આળસકંટાળો-અનુત્સાહ) દોષો ગયા છે. આ ત્રીજી દૃષ્ટિમાં #પદોષ જાય છે ક્ષેપ એટલે (૧) ચિત્તની અસ્થિરતા-આકુળવ્યાકુળતા અથવા (૨) વિવક્ષિત કાર્યથી ચિત્તનું અન્ય કાર્યમાં જવું. આમ બે અર્થ છે. આ દૃષ્ટિમાં આવેલા જીવનું ચિત્ત ક્ષેપદોષ વિનાનું હોય છે.
તેવા પ્રકારના ધર્મધ્યાન આદિ ધર્માનુષ્ઠાનો રૂપ શુભયોગનો પ્રારંભ કરતી વખતે “આ કાર્ય મારાથી થશે કે નહીં થાય ? કોઈ વિઘ્ન આવશે તો શું કરીશ ? વિધિ આવડશે કે નહીં ? કાર્ય સમાપ્ત થશે કે નહીં ? કંઈ અવિધિ થઈ જશે અને કોઈ જાણશે તો શું? ઇત્યાદિ વિચારો કરવા રૂપ ચિત્તની અસ્થિરતા = આકુળ-વ્યાકુળતા આ દૃષ્ટિકાળે ક્યારેય સંભવતી નથી. પરંતુ “મેં પ્રારંભેલા યોગકાર્યની સમાપ્તિ થશે જ એવી અચલ શ્રદ્ધાયુક્ત યોગારંભ કરે છે. કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય તો તે કાર્યની સફળતાની શ્રદ્ધા પ્રથમથી જ હોવી આવશ્યક છે. કાર્યના પ્રારંભથી જ શંકાશીલ ચિત્ત હોય તો પ્રાયઃ તે કાર્યમાં સફળતા મળતી નથી. એટલે ધર્મકાર્યના પ્રારંભકાલે સફળતાની શ્રદ્ધાનો અભાવ અને તેના કારણે ચિત્તમાં આવતા નાનાવિધ વિચારો તે ચિત્તની અસ્થિરતા રૂપ ક્ષેપદોષ લાવે છે. તેવો પદોષ આ દૃષ્ટિકાલે ક્યારેય સંભવતો નથી.
- તથા આ દૃષ્ટિકાલે ધર્મધ્યાન આદિ ધર્માનુષ્ઠાન આચરવા રૂપ યોગની આરાધનાના કાળે ચિત્ત વિવિક્ષિત કાર્યને છોડીને અન્ય કાર્યમાં પણ કયારેય જતું નથી. શેષકાલે ચિત્ત અન્યત્ર ગમનાગમન કદાચ કરે, પરંતુ ધ્યાનાદિ યોગના આરાધનકાળે ચિત્ત અન્યત્ર જતું નથી. માટે પણ પદોષ અહીં હોતો નથી.
ઉપાયકૌશલ્ય= ધર્મધ્યાન આદિ જે જે યોગનો આરંભ કરવો હોય તે તે યોગની સિદ્ધિના જે જે ઉપાયો હોય તે તે ઉપાયોનું સારું એવું જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે કોઈ પણ કાર્યને સિદ્ધ કરવું હોય તો તેના ઉપાયોનું બરાબર જ્ઞાન ન હોય તથા કાર્યસિદ્ધિમાં ઉપાયોની મુંજનક્રિયા ન આવડતી હોય તો તે તે કાર્ય સિદ્ધ કરી શકાય નહીં. આ કારણથી આ જીવ પણ આરંભ કરવા ધારેલા યોગકાર્યોના ઉપાયોને સારી રીતે જાણી લે છે. તેની કલા-કુશળતાનો બરાબર જાણકાર થાય છે. જેમ કે ધ્યાનયોગ સાધવો હોય તો કયો દેશ (ક્ષેત્ર) અનુકૂળ થશે? કયા ક્ષેત્રમાં બેસવાથી ચિત્ત વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org