________________
૧૯0 યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૭ ભાષાતિરે યુવતી ! “તુ' ચે વન્દ્રનાલ, “નિને''સ્ત્રીત્મીય પવ, “વિત્ન''. વત્સર વિના, “સન્ની” મવત્યાન “!” વિરાથમિતિ, "द्वेषवर्जितोधिकेऽधिकृतदृष्टिसामर्थ्यादिति ॥४६॥
વિવેચન - આ દૃષ્ટિમાં આવેલ મુમુક્ષુ જીવ પોતાનામાં જે ધર્મક્રિયા પ્રાપ્ત થઈ છે. તેનાથી અધિક ગુણવાળા મહાત્મા પુરુષની અધિક ધર્મ ક્રિયા જોઇને તેમના પ્રત્યે લેષ-ઇર્ષ્યા કે અદેખાઈ કરતો નથી. પરંતુ તે જોઇને વધારે ને વધારે બહુમાન કરે છે અને આ કારણથી તે ભૂમિકાના ગુણો પોતાનામાં મેળવવાની લાલસા (ભાવના) યુક્ત જિજ્ઞાસા સ્વયં જન્મે છે. મોહનીયકર્મના ક્ષયોપશમની અસંખ્ય જાતની તરતમતા છે. તેથી યોગનાં અસંખ્યસ્થાનો છે. કોઈ ઉંચાસ્થાને, કોઈ તુલ્યસ્થાને, અને કોઈ હીનસ્થાને પણ વર્તનારા હોય છે. તેમાં પોતાનાથી જે મહાયોગીઓ છે. જેમનામાં પોતાના કરતાં વધારે ભક્તિભાવ દેખાય છે. અધિક ધર્મરાગ જણાય છે. વિશુદ્ધિપૂર્વકની તપ-સ્વાધ્યાય-વંદનપ્રતિક્રમણ પચ્ચકખાણ આદિની ધર્મક્રિયા નિહાળાય છે. વિધિપૂર્વકનું ઉંચું આચરણ જેમાં દેખાય છે તે મહાયોગીઓને નીહાળીને આ મુમુક્ષુ જીવ વિસ્મયમાં જ પડી જાય છે વિચારણામાં જ ગરકાવ થઈ જાય છે જાણે મંત્રમુગ્ધ બન્યો હોય તેમ સ્થિર થઈ જાય છે અને ચિંતવે છે કે આ યોગીઓ આવી ઉંચી આત્માદશા કેવી રીતે પામ્યા હશે ? શરીરની મમતા મુકી આવી આશ્ચર્યકારક ઉત્કૃષ્ટ આત્મ-સાધના કેવી રીતે સાધી શકયા હશે? અપૂર્વ આત્મસામર્થ્યયુક્ત ધર્મક્રિયાઓ તે યોગીપુરુષો કેવી રીતે કરતા હશે ? એમ વિચારસરણીમાં અને આશ્ચર્યમાં ડૂબી જઈ તેવા પ્રકારની ધર્મસાધના મેળવવાની તીવ્ર અભિલાષા પૂર્વક (જિજ્ઞાસા) જાણવાની ઇચ્છા કરે છે. માત્ર પારકાના ઇતિહાસમાં જ ઉતરવા પુરતી આ જિજ્ઞાસા નથી. પરંતુ આવી ઉત્તમ સન્ક્રિયાઓ મને કેમ પ્રાપ્ત થાય ? તેના ઉપાયોને તેમની પાસેથી જાણીને હું પણ તેમ કરું, એમ પોતાનાથી અધિક (ગુણવાળી વ્યક્તિ)માં રહેલા અધિક કૃત્યને વિષે તે મેળવવાની લાલસાવાળી જિજ્ઞાસા આ મુમુક્ષુ જીવને થાય છે. સારાંશ કે પોતાની ભૂમિકાની અપેક્ષાએ અધિક ગુણપાત્ર આચાર્યાદિમાં રહેલ પોતાનાથી અધિક એવા ધ્યાન-તપ-સ્વાધ્યાય અને વંદનાદિ કાર્યમાં “આ યોગીઓએ આવી દશા કેવી રીતે પ્રાપ્ત કરી!” એમ જાણવાની અને પોતાને મેળવવાની લાલસા (અભિલાષા)ના અતિરેકથી યુક્ત એવી જિજ્ઞાસા મ0- આ જીવને થાય છે. કહ્યું છે કે
ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે | ભવસાયર લીલાએ, ઉતરે સંયમ ક્રિયા નાવે છે ધન્ય તે મુનિવરા૦ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org