________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૫૪૧
ગાથા : ૨૦૨-૨૦૩
મુક્તાવસ્થામાં જન્માદિ સર્વ વિકારો રહિત શાન્ત-ગંભીર-વીતરાગતા અને કૈવલ્ય આદિનો અનુભવ કેમ થાય છે? તથા અવસ્થાદ્વય જો તાત્ત્વિક ન હોય તો સંસારમાં પણ જે હું દુ:ખી હતો તે હવે સુખી થયો, જે હું રોગી હતો તે હવે નિરોગી થયો. જે હું અવિવેકી હતો તે હું હવે વિવેકી થયો. ઇત્યાદિ અવસ્થાદ્વયનો અનુભવ થાય જ છે. તે કેમ ઘટશે? અવસ્થાય જો તાત્ત્વિક ન હોય તો અનુભવભેદ થવાનું કોઇ કારણ તો જ નહીં, પછી શા માટે ભિન્ન-ભિન્ન અનુભવ થાય?
હવે જો તમે એમ કહો કે આ અવસ્થાભેદનો જે અનુભવ થાય છે તે અનુભવ ભ્રાન્ત છે. તેથી તેવા ભ્રાન્ત અનુભવ વડે શું? સારાંશ કે આ સંસારમાં જે જે ભિન્ન-ભિન્ન અવસ્થાઓનો ભિન્ન-ભિન્ન રીતે અનુભવ થાય છે. તે અનુભવ ભ્રાન્ત છે. ખોટો છે. તેવી જ રીતે સંસાર-અને મુક્ત અવસ્થાનો પણ ભિન્નપણે જે અનુભવ થાય છે. તે સર્વ અનુભવ ભ્રાન્તમાત્ર છે. તેથી તેવા ભ્રાન્ત અનુભવ વડે કંઇ સાચો-તાત્ત્વિક અવસ્થા ભેદ સિદ્ધ થઇ જતો નથી. જેમ ઝાંઝવાનું જળ એ ભ્રાન્ત જળ છે. તેથી તે જળ વડે સ્નાન-પાનાદિ કાર્યો થતાં નથી તેમ આ અનુભવ પણ ભ્રાન્ત હોવાથી તેના વડે અવસ્થાદ્રયની સિદ્ધિ થતી નથી. આવું જો તમે કહેશો તો. આ અનુભવ ભ્રાન્ત છે” એ કથનમાં પ્રમાણ શું? અનુભવની ભ્રાન્તતા માનવામાં કોઇ પ્રમાણ નથી. ઝાંઝવાના જળનું જે દૃષ્ટાન્ન આપ્યું તે પણ અહીં બરાબર નથી. કારણકે ત્યાં જળ નથી અને જળનો ભ્રમ થાય છે. તે વાત સાચી છે. કારણ કે જલનું કાર્ય સ્નાન-પાનાદિ થતું નથી. તથા સર્વે વ્યક્તિઓને પણ ભ્રાન્તપણે જ અનુભવ થાય છે. જ્યારે આ અવસ્થાદ્વયનો અનુભવ ભ્રમાત્મક નથી પરંતુ પારમાર્થિક છે. કારણ કે તે તે અવસ્થાકાળે તેનાં તેનાં કાર્યો થાય છે. અર્થક્રિયાકારિત્વ વર્તે છે. તથા આ અવસ્થાઓ અતાત્ત્વિક છે એવો ભ્રમ કોઇ વ્યક્તિઓને થતો નથી. ઉલટું તે તે અવસ્થાઓ હવે આવી છે તેવો અનુભવ સર્વ વ્યક્તિઓને થાય છે. માટે આ અનુભવ ભ્રાન્ત છે એ બાબતમાં શું પ્રમાણ? અર્થાત્ કંઇ જ પ્રમાણ નથી. તે તે અવસ્થાકાળે “આ અવસ્થા સાચી જ છે'' તેવો અનુભવ સર્વને થાય છે. ॥ ૨૦૨ ||
હવે કદાચ તમે એમ કહો કે આ અનુભવને ભ્રાન્ત માનવામાં ‘યોગીઓનું જ્ઞાન'' પ્રમાણ છે. યોગીઓના જ્ઞાનથી જણાય છે કે સંસારમાં અનુભવાતી અવસ્થાયનો જે જે અનુભવ થાય છે તે તે અનુભવ ભ્રાન્ત છે આ પ્રમાણે જો યોગીઓના જ્ઞાનથી આ અનુભવ ભ્રાન્ત કહેશો તો અમે તમને પૂછીએ છીએ કે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org