SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૧૪૩-૧૪૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૨૯ અને જીત થાય તો પણ ચિત્તના શુભભાવોનો નાશ થતો હોવાથી અને કેવળ ક્રોધફલેશ-કંકાસ અને કડવાશ જ વધતી હોવાથી સમ્યગુ એવા ચિત્ત-ચિત્તનો નાશ કરવા રૂપી ફળ આપનાર હોવાથી ઉત્તમ પુરુષોને આવો વિવાદ કરવા વડે સર્યું. પ્રશ્ન - વિવાદ કરવા જેવો નથી તો શું વાદ કરવા જેવો છે? અર્થાત્ વાદ અને વિવાદમાં તફાવત શું? અને વાદ કર્તવ્ય છે કે અકર્તવ્ય છે? ઉત્તર- વાદ એટલે “તત્વ જાણવા માટે” કરાતી ધર્મચર્ચા, વાદ કરાય ત્યારે “જિજ્ઞાસુભાવ” હોય છે. અને વિવાદ કરાય ત્યારે “જિગીષભાવ” હોય છે. જિજ્ઞાસુભાવ એટલે તત્ત્વ જાણવા માટેની તમન્ના, જ્યારે આ જિજ્ઞાસુભાવ હોય છે, ત્યારે સમજાવનાર ગુરુ હોય છે. અને સમજનાર શિષ્ય હોય છે. એટલે તે બન્ને વચ્ચે ગુરુશિષ્યભાવ હોય છે. શિષ્ય વિનય-વિવેકપૂર્વક પ્રશ્ન કરે છે અને ગુરુ તેને લાગણીપૂર્વક તત્ત્વ સમજાવે છે. શિષ્ય પણ બહુમાનપૂર્વક ગુરુએ આપેલો ઉત્તર સ્વીકારે છે. માટે વાદ એ ધર્મહતુ પરંતુ જિગીષભાવ એટલે જીતવાની ઇચ્છા. જયારે હૈયામાં આ જિગીષભાવ હોય છે. ત્યારે એકને વાદી અને બીજાને પ્રતિવાદી કહેવાય છે. તે બન્નેમાં પોતાના જયની અને સામેની વ્યક્તિનો પરાભવ કરવાની જ ઇચ્છા હોય છે. તેથી ત્યાં તત્ત્વજિજ્ઞાસા ન હોવાથી તત્ત્વપ્રાપ્તિ થતી નથી. પરંતુ સાચી-ખોટી દલીલો જ કરવામાં આવે છે. અને એક બીજાની વાતને તોડી પાડવામાં આવે છે. આ પ્રમાણે વાદ એટલે ગુરુ-શિષ્યભાવે તત્ત્વ જાણવા-જણાવવાની તમન્ના, તે કરવાથી ચિત્ત વિશુદ્ધ બને છે માટે કર્તવ્ય છે. પરંતુ વિવાદમાં વાદી-પ્રતિવાદીભાવ હોય છે. તત્ત્વ જાણવાને બદલે હાર-જિતની બુદ્ધિ હોય છે તેથી ચિત્ત કલુષિત થાય છે માટે આ વિવાદ સમ્યક્ ચિત્તનો નાશક હોવાથી અકર્તવ્ય છે. તેથી મહાત્માઓને તેના વડે સર્યું. ૧૪૩ | _न चानुमानविषय, एषोऽर्थस्तत्त्वतो मतः । न चातो निश्चयः सम्यगन्यत्राप्याह धीधनः ॥ १४४॥ ગાથાર્થ = “સર્વજ્ઞ છે કે નહીં” આ અર્થ તાત્વિક રીતિએ અનુમાનનો વિષય મનાયો નથી. માટે આ અનુમાનથી તે અર્થનો સમ્યમ્ (સાચો) નિર્ણય થઈ શકતો નથી. બુદ્ધિ છે ધન જેનું એવા ભર્તુહરિએ પણ અન્યદર્શનશાસ્ત્રમાં કહ્યું છે કે- / ૧૪૪ ટીકા-“1 વાગુમાનવિષય” = ૨ યુક્તિવર, “Tષોર્થ ” સર્વજ્ઞવિશેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy