SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ છું અજવાળા યોગ-દ્રષ્ટિના ફુલ જેવી દૃષ્ટિ તેવું દર્શન, બહારની દૃષ્ટિથી બહારનું દર્શન થાય; આંતર દૃષ્ટિથી અંદરનું દર્શન. - સંત રાબીયા જ્યારે અંધ બન્યા ત્યારે કો'ક વૈદ્યરાજે તેને કહ્યું, “મારી પાસે જડીબુટ્ટી છે, તારે દેખતા થવું છે.” રાબીયાએ કહ્યું, “આજ સુધી બહારનું ઘણું જોયું, કંઈ લાભ થયો નહીં. પ્રભુએ સમજીને જ મારાં નયન લઈ લીધાં છે. હવે અંદરની દુનિયા, અંદરનું સૌંદર્ય જાણવાની-માણવાની તક મળી છે તેને ગુમાવવી નથી. બહારનાં નયનની હવે મારે જરૂર નથી.” વૈદ્ય અવાચક થઇ ગયો. ચક્ષરૂપે સમાન લાગવા છતાં વ્યક્તિએ, વ્યક્તિએ બાહ્યદૃષ્ટિના પણ અસંખ્ય ભેદ છે. કારણ, દર્શનકળા દરેકની ભિન્ન છે. તો આંતરદૃષ્ટિની તો વાત જ શું કરવી? અહીં સર્વત્ર ‘દષ્ટિ' તરીકે આંતરદૃષ્ટિ જ ગ્રહણ કરવાની છે. વ્યક્તિભેદે દૃષ્ટિના અસંખ્ય ભેદ છે, છતાં સામાન્યરૂપે વિચારતાં જણાય છે કે ત્રણ ભેદમાં સમસ્ત જીવો સમાવિષ્ટ થઇ જાય. ઓઘદૃષ્ટિ, ભોગદષ્ટિ, યોગદૃષ્ટિ. ઓઘદૃષ્ટિઃ-વર્તમાનકાલીન, શરીર ટકાવવા માટેની સામાન્ય સંજ્ઞા. ખાવું-પીવું-તડકામાંથી છાયામાં આવવું. પ્રતિકૂળતા ત્યજી અનુકૂળતા તરફ સહજ વહેવું. જ્યાં ભૂત-ભાવીનો વિચાર ન હોય, જ્યાં હિતાહિતનો વિચાર ન હોય, જ્યાં આલોક-પરલોકનો વિચાર ન હોય, પૂલ જ્ઞાન, અવ્યક્તબોધ, વર્તમાન દશામાં જ જીવવાનું. ભોગદષ્ટિ -ચૈતન્યના વિકાસની સાથે ધર્મબોધના અભાવવાળા જીવો ભાગ-વાસનાના પ્રવાહમાં તણાઇ જાય છે. વિશ્વના તમામ પદાર્થોને ભોગની ઉપયોગિતાના માપદંડથી જોતા હોય છે. અરે! કયારેક તો ધર્મસાધન કે ધર્મસાધનાને પણ ભોગાયતન બનાવી દેવામાં આવે છે. આજે ઘણા કપોલકલ્પિત ધર્મો ફાટી નીકળ્યા છે. જેમાં નથી ધર્મનો બોધ, નથી ધર્મનું આચરણ, માત્ર આત્મા, ધ્યાન કે સમાધિ જેવા રૂપકડા શબ્દોની માયાજાળ રચી ભોળા લોકોને ફસાવવાના હોય છે. શરીર-સંપત્તિ-સમયને ઘસ્યા વગર ધર્મ થતો હોય તો કોને ના ગમે? જે ખાવું-પીવું હોય તે ખાઓ, પીઓ. ભોગવવું હોય તે ભોગવો. બધા મોજમજા, એશ-આરામ, જલસા કરવાની છૂટ, “માત્ર આત્માનું ધ્યાન કરો, સ્વાધ્યાય કરો.” એનાથી મોક્ષ થઈ જ જવાનો. પ-ત્યાગ, ધર્મક્રિયાઓ, અનુષ્ઠાનો, વૈરાગ્ય વગેરે ઉચ્ચતત્ત્વની સાધના વિના આંખ બંધ કરી પલાઠી વાળવા માત્રથી મુક્તિ થઇ જતી હોય તો કોણ છોડે? સબૂર! આ ભ્રામક માયાજાળ નહિ, મૃત્યુજાળ છે. ધર્મના નામે તમામ ધતિંગો પોપવાની ક્ષુદ્રદષ્ટિ છે. તપ-ત્યાગ-ક્રિયા-આચરણ વગર મોક્ષ થતો હોત તો તીર્થકર ભગવંતો શા માટે તપત્યાગ કરે છે? શા માટે ચારિત્રની કષ્ટદાયક ઉગ્ર સાધના કરે છે! હમણાં એક શ્રાવક મળ્યા, કહે, “મહારાજ સાહેબ! મારા દિકરાને કો'ક ભગવાને મેસ્મરાઇઝ કર્યો છે. એને બચાવો, અમારું જીવતર ઝેર થઇ ગયું છે.” તેમના શબ્દો જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy