________________
૨૧૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૫૬ તે કારણથી આ દૃષ્ટિમાં આવેલ આત્મા આત્માર્થી છે. મુમુક્ષુ છે. કર્મક્ષયના અર્થી છે. પરમાર્થપદની પ્રાપ્તિના અભિલાષી છે. એટલે ઉપકરણોને માત્ર ઉપકરણ ભાવે સેવે છે. ઇચ્છારૂપ પ્રતિબંધ તેઓને સંભવતો નથી, ઇચ્છા રૂપ પ્રતિબંધ એ યોગદશામાં વિઘાતક છે. આવો યોગમાર્ગ અનંત પુણ્યાઈ દ્વારા પ્રાપ્ત થયેલો છે. તેમાં વિઘાત કર્યો પાલવે જ નહીં, વિઘાતકભાવથી આ આત્મા કંપી ઉઠે છે ધ્રુજી ઉઠે છે. અલ્પ પણ એવા વિઘાતક ભાવ માત્રથી દૂર જ રહે છે. તેથી હિંસા-જુઠ-ચોરી આદિ અઢારે પાપસ્થાનકો સારી રીતે પરિહાર કરી શકે છે. જેને જેને ઉપકરણોની ઈચ્છા-મમતા રૂપ વિઘાતકભાવ હોય છે. તેને તેને તે તે ઉપકરણની પ્રાપ્તિ-જાળવણી- અને ગુપ્તતામાં રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા ઈત્યાદિ પાપસ્થાનક આદરવાં જ પડે છે. આ યોગી જીવ આવા પ્રકારના સાવદ્ય પરિહારથી એટલે કે શાસ્ત્રોમાં જેનો જેનો પ્રતિષેધ કહેલો છે તેવાં તેવાં પાપો ઉપકરણો માટે ત્યજતો છતો એવો “અવિઘાતકભાવવાળો” થાય છે કે તેનો તે અવિઘાતકભાવ મહોદય રૂપ બને છે. મહોદય એટલે કે અભ્યદય અને નિઃશ્રેયસ એમ બન્નેની પ્રાપ્તિનો હેતુ બને છે. વિશિષ્ટ પુણ્યોદયને અભ્યદય કહેવાય છે અને સર્વકર્મ ક્ષયને નિઃશ્રેયસ કહેવાય છે. ઉપકરણોની મમત-મૂચ્છમાં પડ્યા વિના આવા કલરનું જ ઉપકરણ જોઇએ. આવી ડિઝાઈનનું જ ઉપકરણ જોઈએ, આ ઉપકરણ મારું અને આ ઉપકરણ તેનું, આ ઉપાશ્રય મારો અને પેલો તેઓનો, ઇત્યાદિ અલ્પ પણ રાગ-દ્વેષ- લાવ્યા વિના આ મુમુક્ષુ જીવ ઉપકરણને આત્માર્થપદની સિદ્ધિમાં સાધનભાવે જોડે છે. અને અવિઘાતકભાવવાળો રહ્યો છતો નિર્વિઘ્ન યોગસાધનામાં વિકાસ સાધતો આવા મતભેદો-ઝઘડા-કલેશ-કંકાસથી દૂર રહ્યો છતો નિઃસ્પૃહ થવાથી અભ્યદય અને મુક્તિપદની પ્રાપ્તિના કારણભૂત એવા મહોદયવાળો બને છે. પ૬/.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org