SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૫૬ યોગદષ્ટિ સમુચ્ચય ૨૧૯ NNN ( બલાદ્રષ્ટિનો સાર આ દૃષ્ટિમાં કાષ્ઠના અગ્નિકણની ઉપમાવાળો બોધ હોય છે. જે પ્રથમની બે દૃષ્ટિ કરતાં કંઈક અધિક પ્રકાશવાળો, દીર્ઘકાળસ્થાયી અને તીવ્રશક્તિવાળો હોય છે. સ્થિરતાવાળું ચિત્ત હોવાથી સુખાકારી એવું આસન (બેઠક) નામનું ત્રીજું યોગાંગ હોય છે. તત્ત્વ જાણવાની જિજ્ઞાસાથી ઉત્પન્ન થયેલી પરમ શુશ્રુષા હોય છે. તથા ચિત્તમાં ક્ષેપ દોષનો ત્યાગ હોય છે. આ દૃષ્ટિ આબે છતે જે જે ઉપયોગી અને ઉપકારી હોય તે વિના અધિક ખોટી તૃષ્ણા સ્વભાવથી જ વિરામ પામી જાય છે. અને તે કારણથી તેનું ચિત્ત અન્ય કાર્યોમાં કે અન્ય પદાર્થોમાં જતું નથી. સ્વીકારેલી યોગસાધનામાં સ્થિરતાપૂર્વક અક્ષેપ-પણે સુખયુક્ત શારીરિક આસન હોય છે. ગમન પણ ત્વરા વિના જયણાપૂર્વક કરે છે. અન્ય પણ ધર્મકાર્યો મનની એકાગ્રતા પૂર્વક દોષો ન લાગે તે રીતે કરે છે. તત્ત્વ સાંભળવાની શુશ્રુષા તો શબ્દોથી અવાચ્ય જ હોય છે. માત્ર સમજાવવા પુરતું જ આ દષ્ટાન્ત છે કે રૂપવતી સ્ત્રી સાથેનો યુવાન્ પુરુષ દિવ્યસંગીત સાંભળવામાં જેટલો રસિક હોય છે. તેનાથી પણ અનેકગણી તત્ત્વ સાંભળવાની શુશ્રુષા આ જીવને હોય છે. કારણ કે આ શુશ્રુષા બોધરૂપી પાણીના પ્રવાહ માટે સરવાણી સમાન છે. જેમ સરવાણી વિનાની ભૂમિમાં કૂપખનન વ્યર્થ છે તેમ શુશ્રુષા વિના તત્ત્વશ્રવણ પણ ફળદાયક થતું નથી. માટે શુશ્રુષા પરમકલ્યાણકારી છે. જો શુશ્રુષા ગુણ આવ્યો હોય અને તે કાલે જ્ઞાની ગુરુનો યોગ ન મળવાથી કદાચ ધારો કે શ્રવણ ન થાય, તો પણ તે શુશ્રુષા જ અત્યન્ત શુભભાવ યુક્ત પ્રવૃત્તિરૂપ હોવાથી જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયાત્મક ફળને નિપજાવનાર બને છે. આ દૃષ્ટિમાં આવેલા જીવની ભોગમાં હેયબુદ્ધિ અને યોગમાર્ગમાં ઉપાદેયબુદ્ધિ સ્થિર થયેલી હોવાથી યોગમાર્ગમાંના કોઈ પણ ધર્માનુષ્ઠાન સેવતી વખતે ચિત્ત અતિશય એકાગ્ર-તન્મય બને છે. બીજા કોઇપણ ભાવોમાં મન ભટકતું નથી. ડામાડોળ થતું નથી. એટલું જ નહીં, પરંતુ આચરેલું તે તે ધર્માનુષ્ઠાન કેવી રીતે કરાય ? કયારે કરાય ? કયાં કરાય ? ઇત્યાદિ તેના ઉપાયોની પરમ કુશળતાવાળો આ જીવ થાય છે. યોગમાર્ગની આરાધના કરતાં કરતાં તેના સહાયક રૂપે આહાર વસ્ત્ર-પાત્ર-ઔષધ આદિ ઉપકરણો ગ્રહણ કરવા છતાં તેની મમતા-મૂચ્છ વિના માત્ર સાધ્યસિદ્ધિમાં તેને સાધન ભાવે પ્રયુંજે છે. સાનુકૂળ આહારાદિમાં રાગ અને પ્રતિકૂળ આહારાદિમાં દ્વેષ આ જીવને સંભવતો નથી. સાધનમાં માત્ર સાધન બુદ્ધિ જ હોવાથી તેના રૂપરંગમાં કે તેની મુલાયમતામાં જરા પણ અંજાતો નથી. આ કારણથી જ તે તે સાધનોની પ્રાપ્તિ માટે હિંસા-જુઠચોરી આદિ પાપોનો (સાવધનો) પરિહાર કરતો હોવાથી તેના યોગમાર્ગમાં કોઈ પણ જાતનો વિઘાત થતો નથી. અને આ અવિઘાત જ તેને મહોદય આપનાર બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy