________________
ગાથા : ૧૭
યોગદૃષ્ટિ સમુચ્ચય वेद्यसंवेद्यपदप्रापक इत्यर्थः । वेद्यसंवेद्यपदरूपत्वेऽपि स्थिरादिदृष्टीनां सामान्यलक्षणत्वादस्यैवमप्यदोष इति। अथवा सत्प्रवृत्तिपदं परमार्थतः शैलेशीपदमिति तदावहत्वेन ન શદ્દોષ રૂતિ ૨૭
વિવેચન :- સમ્યમ્ એવી શ્રદ્ધાથી યુક્ત જે બોધ તે યોગની દૃષ્ટિ કહેવાય છે. અહીં મૂલગાથામાં જે “સસ્પૃદ્ધા” શબ્દ વાપરવામાં આવ્યો છે તેના દ્વારા “અસત્ શ્રદ્ધાનો વ્યવચ્છેદ જણાવે છે. અસત્ શ્રદ્ધાવાળા બોધને દૃષ્ટિ કહેવાતી નથી. અસત્ શ્રદ્ધા કોને કહેવાય ? તે સ્પષ્ટ કરે છે કે સમ્યમ્ શાસ્ત્રોનો આધાર ત્યજી પોતાના મનફાવતા અભિપ્રાય પ્રમાણે એટલે કે સ્વચ્છંદપણે પોતાની મતિ-કલ્પના પ્રમાણે ખોટા તર્ક-વિતર્ક કરવામાં આવે એવી શાસ્ત્રનિરપેક્ષ શ્રદ્ધાને અસત્ શ્રદ્ધા કહેવાય છે. આવા પ્રકારની અસત્ શ્રદ્ધાવાળો બોધ મિત્રાદિ યોગદષ્ટિકાળે હોતો નથી, પરંતુ ઓઘદૃષ્ટિ-કાલે હોય છે. માટે આવી તે અસહ્રદ્ધાના વિકલપણાથી (રહિતતાથી) સમ્યગુ શાસ્ત્રોના બોધના આધારવાળી આપ્તપુરુષોની આજ્ઞાને અનુસરનારી જે સાચી શ્રદ્ધા હોય છે. તેવી સાચી શ્રદ્ધાયુક્ત બોધને જ સદ્દષ્ટિ કહેવાય છે. (પ્રથમની ચાર દૃષ્ટિ પાછળની ચાર દૃષ્ટિનું અવધ્યકારણ હોવાથી સદ્દષ્ટિ કહેવાય છે.)
નં દષ્ટિ કૃતિ જોવું, દેખવું, જાણવું તે દૃષ્ટિ કહેવાય છે. દેખવાનું કામકાજ કોઇપણ જાતના વિપ્નોથી - અપાયોથી મુક્ત બને છે તેથી તે દર્શનને દૃષ્ટિ કહેવાય છે.
જ્યાં સુધી આંખ ઉઘડતી નથી, કંઈપણ દેખાતું નથી, ત્યાં સુધી જ અથડાઈ જવાનો, પડી જવાનો, વાગી જવાનો ભય હોય છે, જ્યારે નેત્ર ખૂલે છે અને સ્પષ્ટ દેખાય છે. ત્યારે અથડાઈ જવા આદિના આ સર્વ ભયો (અપાયો) દૂર થઇ જાય છે. આંખ ખૂલ્યા પછી તે થોડી ખૂલી હોય તો થોડું દેખાય, વધારે ખુલી હોય તો વધારે દેખાય, અને અતિશય વધારે ખૂલી હોય તો અતિશય વધારે દેખાય છે. પરંતુ દેખાય છે એટલે બસ દેખાય જ છે એમાં કંઈ ભયો નથી. ફક્ત દેખવાની માત્રાની તરતમતા છે. જ્યારે જન્માંધ પુરુષને કંઈ દેખાતું જ નથી એટલે અથડાઈ જવું આદિ ઘણા અપાયો (ભયો) હોય છે. ન દેખાતું હોવાથી ઉલટ-સુલટ કપોલકલ્પિત કલ્પના કરી લે છે. પરંતુ નેત્રરોગના સુનિપુણ ચિકિત્સક વૈદ્ય જો મળી જાય, અને તેમની આજ્ઞાનુસાર ઉત્તમ ઔષધ લેવામાં આવે તો દૃષ્ટિ ખૂલતાં આનંદ આનંદ થાય છે. અને તે નેત્રરોગ ધીરે ધીરે દૂર થતાં દૃષ્ટિની માત્રા વૃદ્ધિ પામતાં પૂર્ણદષ્ટિ ખીલે ત્યારે નેત્રની મર્યાદા પ્રમાણે સમસ્ત દશ્ય પદાર્થો દેખાતા થઈ જાય છે. અને તે આત્મા પૂર્ણ આનંદમાં ગરકાવ થઈ જાય છે. તેવી જ રીતે અનાદિ મિથ્યાત્વી આત્મા દૃષ્ટિથી અંધ છે. તેને સદ્ગુરુરૂપી વૈદ્ય, સત્શાસ્ત્રાભ્યાસ રૂપી તેમની આજ્ઞા, અને તત્કથિતભાવોની યથાર્થ રુચિરૂપી ઔષધ મળતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org