________________
ગાથા : ૩૯ યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૬૭ આ પ્રમાણે ચરમ યથાપ્રવૃત્તકરણ કરવાનો કાલ આવે ત્યારે ભાવમલ અલ્પ થવાના કારણથી આસન્ન ગ્રંથિભેદવાળા જીવને આ યોગબીજ આવિર્ભત થાય છે. પ૩૮ अथवा चरमं यथाप्रवृत्तमिदमपूर्वमेवेत्याह
અથવા આ ચરમ જે યથાપ્રવૃત્તકરણ છે એ અપૂર્વ જ હોવાથી અપેક્ષાએ અપૂર્વકરણ જ કહેવાય છે. તે સમજાવે છે
अपूर्वासन्नभावेन, व्यभिचारवियोगतः ।
तत्त्वतोऽपूर्वमेवेदमिति योगविदो विदुः ॥३९॥ ગાથાર્થ = અપૂર્વકરણ અતિશય આસન્ન હોવાથી, અને આ યથાપ્રવૃત્તકરણ નિષ્ફળ જાય એવો વ્યભિચાર ન હોવાથી તાત્વિકપણે તો આ ચરમ યથાપ્રવૃત્તકરણ એ અપૂર્વકરણ જ છે. એમ યોગાચાર્યો કહે છે. ૩૯
ટીકા -“પૂર્વીસમાવેન હેતુના, તથા “મવાવયોતિ:, "तत्त्वतः" परमार्थेन, "अपूर्वमेवेदं"-चरमं यथाप्रवृत्तम् इति योगविदो जानत इति માવ: રૂ
વિવેચન :- આ ચરમ યથાપ્રવૃત્તકરણમાં જે વીર્ષોલ્લાસ છે. તેવો વીર્ષોલ્લાસ પૂર્વકાળમાં કદાપિ આવ્યો નથી. સામાન્ય યથાપ્રવૃત્તકરણ ઘણીવાર કર્યા છે. પરંતુ ગ્રંથિભેદ પ્રાયોગ્ય આટલો તીવ્ર વૈરાગ્ય આ ચરમમાં જ આવે છે તેથી આ ચરમ યથાપ્રવૃત્તકરણને “અપૂર્વ” જ કહેવાય છે. તે ચરમ યથાપ્રવૃત્તકરણને અપૂર્વકરણ કહેવાનાં મુખ્યત્વે બે કારણ છે. એક કારણ એ છે કે ગ્રંથિભેદ કરાવવાવાળું વાસ્તવિક અપૂર્વકરણ અતિશય આસન્ન હોવાથી આ યથાપ્રવૃત્તને પણ અપૂર્વકરણ જ કહેવાય છે. જેમ ગામની ભાગોળ આવે ત્યારે ગામ જ આવ્યું કહેવાય, અમદાવાદથી મુંબઈ જતાં મુંબઈનાં ઉપનગર (બોરીવલી-અંધેરી ઇત્યાદિ) આવે ત્યારે મુંબઈ જ આવ્યું કહેવાય, તેમ અહીં અપૂર્વકરણ આસન્ન હોવાથી ચરમ યથાપ્રવૃત્તને પણ અપૂર્વકરણ જ કહેવાય છે. આ એક કારણ કહ્યું.
બીજું કારણ એ છે કે પૂર્વે કરેલાં યથાપ્રવૃત્તકરણો નિષ્ફળ ગયાં હતાં, ગ્રંથિભેદ કરાવી શક્યાં ન હતાં, એટલે વ્યભિચારવાળાં હતાં, જ્યારે આ ચરમ યથાપ્રવૃત્તકરણ એવું છે કે જે નિયમા ગ્રંથિભેદ અને અપૂર્વકરણ કરાવે જ છે. નિષ્ફળ જતું નથી, આ પ્રમાણે વ્યભિચાર વિનાનું હોવાથી આ ચરમ યથાપ્રવૃત્તકરણ તાત્ત્વિકપણે-પરમાર્થપણે અપૂર્વકરણ જ કહેવાય છે. આવો તીવ્ર વીર્ષોલ્લાસ પૂર્વે કદાપિ આવ્યો નથી, જો આવ્યો હોત તો ગ્રંથિભેદ થયો જ હોત, ગ્રંથિભેદ આજ સુધી થયો નથી, માટે આ વર્ષોલ્લાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org