________________
ગાથા : ૧૪૬૧૪૭ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૩૫ “અપ્રમાદીપણે સાચામાર્ગનું ગમન” એ જ એક પરમ ઉપાય છે. જો અપ્રમાદી ન હોય અને પ્રમાદી હોય તો સાચો માર્ગ હાથમાં હોવા છતાં ગતિ-અભાવના કારણે ઈષ્ટનગરે પહોંચે નહીં. અને અપ્રમાદી હોય, નિરંતર ગતિ કરતો હોય પરંતુ સાચો માર્ગ જ હાથમાં ન હોય તો પણ ઇષ્ટનગરે પહોંચે નહીં. તેવી રીતે અતીન્દ્રિય પદાર્થોને જાણવાનો પરમ ઉપાય જ્ઞાની મહાત્માઓએ “અધ્યાત્મ” માત્ર જ બતાવેલ છે.
જેમ માણસ ઈષ્ટનગરના રસ્તાની ચર્ચા ઘણી કરે, વાદ-વિવાદ બહુ કરે, પણ ચાલે નહીં તો ઇષ્ટનગરે ન પહોંચે. તેવી રીતે અતીન્દ્રિય પદાર્થો સંબંધી જ્ઞાન મેળવવું હોય તો વાદ-વિવાદ રૂપ લાંબી ચર્ચા છોડી દઈને “અધ્યાત્મ માર્ગમાં” ગતિ કરવી જોઈએ. અધ્યાત્મમાં જેમ જેમ આગળ વધે છે. તેમ તેમ અનુભવબળે જ અતીન્દ્રિય તત્ત્વોની પ્રતીતિ થઈ જાય છે. માટે વાદ-વિવાદ એ તત્ત્વપ્રાપ્તિનો ઉપાય નથી પરંતુ અધ્યાત્મમાર્ગે ચાલવું એ જ અતીન્દ્રિય તત્ત્વો જાણવાનો અને તેવા પ્રકારના તત્ત્વોની પ્રાપ્તિનો પરમ ઉપાય છે.
मुक्त्वाऽतो वादसङ्घट्ट-मध्यात्ममनुचिन्त्यताम् ।
નાવિધૂને તમ: જે, સેવે જ્ઞાનં પ્રવર્તતે I . અધ્યાત્મમાર્ગ ગમન એ જ તત્ત્વપ્રાપ્તિનો ઉપાય હોવાથી વાદ-વિવાદના સંઘર્ષને છોડી દઈને માત્ર “અધ્યાત્મ માર્ગ”નું જ ચિંતન (ગમન) કરો. કારણ કે મિથ્યાત્વાભિનિવેશ રૂપ અંધકારના સમૂહનો જ્યાં સુધી અધ્યાત્મમાર્ગના ચિંતન રૂપ દીપક વડે નાશ ન થાય ત્યાં સુધી શેય પદાર્થોમાં યથાર્થ જ્ઞાન પ્રવર્તતું નથી.
ઉપરોક્ત મહાત્મા પુરુષોના કથનથી અને પોતપોતાના અનુભવથી પણ આ વાત અવશ્ય સમજાય તેવી છે કે કોઈ પણ દર્શનમાં વર્તતો મનુષ્ય જો તપેલા ડેમની જેમ સરળ બની અધ્યાત્મ-માર્ગનું ચિંતન કરે તો તે માર્ગના પ્રભાવથી અનાદિના ગાઢ સંસ્કારવાળી મિથ્યાત્વની પકડ ઢીલી પડતી જ જાય છે. મિથ્યાત્વ ઓગળતું જ જાય છે અને અતીન્દ્રિય તત્ત્વોનું પણ યથાર્થ સ્વરૂપ સમજાતું જ જાય છે. માટે કદાગ્રહનો ત્યાગ કરી, સરળ સ્વભાવી બની, અધ્યાત્મમાર્ગનું ચિંતન-મનન કરવું એ જ સાચો પરમ ઉપાય છે. / ૧૪૬ /
न चैतदेवं यत्तस्माच्छुष्कतर्कग्रहो महान् । मिथ्याऽभिमानहेतुत्वात्त्याज्य एव मुमुक्षुभिः ॥ १४७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org