________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૭૩
વિવેચન :- વેદ્યસંવેદ્યપદ આ શબ્દમાં પ૬ એટલે સ્થાન, આશયનું સ્થાન, આત્માના આશયને (અભિપ્રાયને-પરિણામને-વિચારને) રહેવાનું જે સ્થાન તે પદ કહેવાય છે.
૨૬૪
વસ્તુસ્થિત્યા વેનીય જે વસ્તુ જે રીતે જાણવા યોગ્ય છે. તે વસ્તુ તે રીતે જે આશયમાં જણાય તે વેદ્ય કહેવાય છે. જેમ કે સ્ત્રી આદિ પદાર્થો અપાયના કારણ સ્વરૂપે જાણવા યોગ્ય છે તેથી તેને તે રીતે જાણવા. અપાયાવિનિવસ્થનમ્ શબ્દમાં આર્િ શબ્દ છે. અપાય એટલે દુઃખ (નરક-નિગોદાદિ ભવજન્ય દુઃખ) અને આવિ શબ્દથી સુખ (સ્વર્ગ-મુક્તિ વગેરેનાં સુખો.)
તથામાવયોશિસામાન્યન-તેવા પ્રકારના ભાવયોગી (સમ્યગ્દષ્ટિ) સ્થિરાદિ દૃષ્ટિમાં વર્તતા જીવો વડે સામાન્યપણે નિર્વિકલ્પક રીતે-યથાર્થપણે જાણવા યોગ્ય જે પદાર્થ તે વેદ્ય કહેવાય છે. આવા પ્રકારના વેદ્ય=જાણવા યોગ્ય પદાર્થનો પોતપોતાના ક્ષયોપશમને અનુરૂપ નિર્ણયાત્મક બુદ્ધિપૂર્વક અનુભવ કરાય જે આશયસ્થાનમાં, તે આશયસ્થાનને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. વેદ્ય એવા પદાર્થોનું કેવું સંવેદન થાય? તો વિશેષણ આપે છે કે સ્ત્રી આદિ પદાર્થો અપાયનું (દુ:ખનું) અને દાન-પુણ્યાદિ કાર્યો સ્વર્ગ આદિનું કારણ છે. આ પ્રમાણે જેમાં જણાય તે આશયને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે.
ભાવાર્થ= અપાયાદિમાં અપાય એટલે દુઃખ અને આદિ શબ્દથી સુખ સમજવું. નરક-તિર્યંચગતિમાં દુ:ખ છે. અને દેવ-મનુષ્યગતિમાં સાંસારિક સુખ છે. તથા મુક્તિમાં આત્માના ગુણોનું સુખ છે. સ્ત્રી-ધન-ઘર વગેરે અપાયનું કારણ છે. એટલે નરસિંદ ગતિનું કારણ છે અને સ્ત્યાદિમાં લખેલા આવિ શબ્દથી દાન-પુણ્યાદિ અપાયાવિમાં કહેલા મારિ શબ્દથી સુખનું કારણ છે એટલે સ્વર્ગ અને મનુષ્યભવનું કારણ છે. આ પ્રમાણે સ્ત્રી આદિ જે જે પદાર્થો રાગ-દ્વેષ કરાવવા દ્વારા દુ:ખદાયી એવા નરકાદિ ભવનું કારણ બને છે. અને દાન-પુણ્યાદિ જે જે ભાવો શુભ અધ્યવસાય દ્વારા પુણ્યબંધ કરાવવા વડે સ્વર્ગાદિનું કારણ બને છે. તે તે પદાર્થોને (વસ્તુસ્થિત્યા-) તે તે રીતે હેયને હેય રૂપે અને ઉપાદેયને ઉપાદય રૂપે તેવા પ્રકારના (સ્થિરાદષ્ટિમાં વર્તતા) ભાવયોગી આત્માઓ જાણે છે. અનુભવે છે.
હેયને હેયપણે અને ઉપાદેયને ઉપાદેયપણે જાણવાનું કામ કોઇ એક-બે ભાવયોગી કરે છે. અને બીજા કેટલાક ભાવયોગી નથી કરતા એવું નથી. એટલે કે ભાવયોગી સામાન્ય માત્ર (સર્વે ભાવયોગી આત્માઓ) ગ્રંથિભેદ કરવાપૂર્વક સમ્યગ્દર્શન પામેલા હોવાથી હેયને હેય અને ઉપાદેયને ઉપાદેયરૂપે જાણે છે. અર્થાત્ સર્વે ભાવયોગી સ્ત્રીધન આદિને નરકાદિનું કારણ અને દાન-પુણ્ય આદિને સ્વર્ગ આદિનું કારણ જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org