________________
ગાથા : ૫૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
મન રીઝે તન ઉલ્લસેજી, રીઝે બુઝે એક તાન । એ ઇચ્છા વિણ
૨૧૩
ગુણકથાજી, બહેરા આગળ ગાન ॥ જિનજી૦ ૩-૪॥ (પૂ. ઉ. યશોવિજયજી કૃત આઠદૃષ્ટિની સજ્ઝાય)
આ શુશ્રુષા એ બોધપ્રવાહની સરવાણી છે. આ સરવાણી વિના જે સાંભળવું તે બરઠભૂમિમાં કૂપખનન તુલ્ય છે. જેમ ઉંઘવા માટે રાજા સાંભળે, તેને શ્રવણ સમીહા =શુશ્રૂષા કેમ કહેવાય ?
જે તત્ત્વવાણી સાંભળતાં મન આનંદિત થાય, શરી૨ ઉલ્લસિત થાય. એકલીન થઇને આત્મા આનંદિત થાય અને બોધ પામે. તે શુશ્રૂષા. સાંભળનારાની આવી ઇચ્છા વિના ગુણોની કથા ક૨વી તે બહેરા માણસ આગળ ગાન કરવા તુલ્ય છે. ॥ ૫૩॥ રૂદેવ વ્યતિરેમાદ— અહીં જ વ્યતિરેક વાત પણ સમજાવે છે
Jain Education International
श्रुताभावेऽपि भावेऽस्याः, शुभभावप्रवृत्तितः ।
फलं कर्मक्षयाख्यं स्यात्परबोधनिबन्धनम् ॥ ५४॥
ગાથાર્થ = સાંભળવાના સંયોગો ન મળવાના કારણે શ્રવણનો અભાવ હોવા છતાં પણ આ શુશ્રૂષાગુણની વિદ્યમાનતા હોતે છતે શુભભાવપૂર્વક પ્રવૃત્તિ કરવાથી જ્ઞાનનો અંતરાય કરનારું જે કર્મ છે તેના ક્ષયરૂપ ફળ અવશ્ય પ્રાપ્ત થાય જ છે. તે ઉત્તમબોધનું કારણ બને છે.
૫૪ ||
""
ટીકા-‘‘શ્રુતાભાવેપિ’-શ્રવળાભાવેષ, ‘‘ભાવેશ્યા: ’’-શુશ્રૂષાયા:, किमित्याह - "शुभभावप्रवृत्तित: ' तद्भावस्यैव शुभत्वात् "फलं कर्मक्षयाख्यं स्यात्”-वचनप्रामाण्येन, एतच्च " परबोधनिबन्धनं " प्रधानबोधकारणं वचनપ્રામાળ્યાવ ॥૪॥
વિવેચન :- ધારો કે તત્ત્વ જાણવાની, તત્ત્વનું સ્વરૂપ સાંભળવાની અતિ તીવ્ર મહેચ્છા હોય, પરંતુ તેવા જ્ઞાનીનો યોગ ન હોય, યોગ હોય તો દૂર દૂર ક્ષેત્રવત્ હોય, અથવા નેત્ર અને કર્ણની શક્તિ ક્ષીણ થઇ ગઇ હોય તો શું કરવું ? તેનો ઉત્તર આપે છે કે શુશ્રુષા જો તીવ્ર હોય તો ભલે સાંભળવાની પ્રક્રિયા ન બને, પરંતુ તીવ્ર ઉત્કંઠા એ જ શુભભાવ સ્વરૂપ પ્રવૃત્તિ હોવાથી જ્ઞાનનું આવરણ કરનારા કર્મનો ક્ષય કરે છે. અને કર્મક્ષય રૂપ તે ફળ પ૨મ બોધનું (પ્રધાનબોધનું-શ્રેષ્ઠબોધનું) કારણ બને છે. કારણ કે તીવ્રશ્રુષા રૂપ જે શુભભાવ છે તેનાથી જ જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. અને ભલે સાંભળવા કે સમજવા નથી મળ્યું
For Private & Personal Use Only
www.jainelibrary.org