________________
ગાથા : ૧
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૩
છે. તથા આઠેકર્મોના ક્ષય જન્ય શુદ્ધાત્મદ્રવ્યના સ્વરૂપની પ્રાપ્તિ સમાન જ હોય છે. તો મહાવીર પ્રભુને કેવલીઓમાં (કેવલિજિનોમાં) ઉત્તમ એમ કહેવાનો શો અર્થ છે ?
ઉત્તર = આ વિશેષણ મોક્ષાવસ્થાગત અશરીરી અવસ્થાને આશ્રયી નથી. પરંતુ તેરમા ગુણસ્થાનકવર્તી સશરીરી અવસ્થાને આશ્રયી કર્મકાયાવસ્થા (પરોપદેશ આપવા રૂપ વર્મ કાર્ય કરતી વાય કાયાવાળી વસ્થાન અવસ્થા)ને આશ્રયી છે.
પ્રશ્ન = તેરમાં ગુણસ્થાનકે પણ જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતકર્મોનો ક્ષયજન્ય અનંતજ્ઞાનાદિ ચાર અનંત ચતુટ્યરૂપ આત્મગુણો બન્ને કેવલીઓમાં સમાન જ હોય છે. અલ્પ પણ ભેદ નથી તો તેરમા ગુણસ્થાનકને આશ્રયી પણ “જિનોત્તમ” વિશેષણ કેમ ઘટે ?
ઉત્તર = બન્ને કેવલીઓમાં ઘાતિકના ક્ષયજન્યગુણોની સમાનતા હોવા છતાં પણ “અઘાતિકર્મોના” ઉદયજન્ય પુણ્યાઇ હીનાધિક હોય છે. તીર્થંકર પરમાત્માઓની તીર્થંકરનામ કર્મના ઉદયજન્ય વિશિષ્ટ પરોપકાર કરનારી કાયા હોય છે. તેને આશ્રયી આ “જિનોત્તમ” વિશેષણ સાર્થક છે. અને માવત: = આ વિશેષણ વડે ભગવાનની આવી કર્મકાયાવસ્થા ગ્રંથકારશ્રીએ જણાવી છે.
પ્રશ્ન = આવા પ્રકારનું તીર્થકર નામકર્મ કેવી રીતે પ્રાપ્ત થાય છે ?
ઉત્તર = તથાભવ્યત્વક્ષિણ-ત્યાદ્રિ જેમ બીજમાં ઉત્પત્તિકાળથી જ અંકુરોયાદનની યોગ્યતા હોય છે. સ્ત્રીજીવમાં ગર્ભકાળથી જ ગર્ભાધાનાદિની યોગ્યતા હોય છે. તેમ આ જીવ સંસારમાં જયારથી છે ત્યારથી અર્થાત્ અનાદિકાળથી આત્મામાં પારિણામિકભાવે રહેલી તેવા પ્રકારની જે યોગ્યતા તેને તથાભવ્યતા કહેવાય છે. આવા પ્રકારની તથાભવ્યતા પાકવાથી (તેનો કાળ પૂર્ણ થવાથી) આ જીવે તિબંધક-સકૃબંધક-અપુનબંધક-ચરમ યથાપ્રવૃત્તકરણ-અપૂર્વકરણ--અનિવૃત્તિકરણ અને અંતરકરણ આદિ યોગ્ય પ્રક્રિયા કરવા દ્વારા મક્ષિણ = પ્રાપ્ત કરેલા વિરોધનામાર્ગ = શ્રેષ્ઠ સમ્યકત્વરૂપ વરબોધિના લાભથી ગર્ભિત એવો વાત્સલ્ય = અરિહંતાદિ પરમ ઉપકારી વીશસ્થાનકો પ્રત્યે જે પરમવાત્સલ્યભાવ= પરમ ભક્તિભાવ છે તેના કારણે, તથા સંસારમાં પરિભ્રમણ કરતા સર્વજીવોને હું ધર્મ રસિક કરૂં. કલ્યાણના માર્ગે ચડાવું એવી પરમકરૂણામય પરોપકારની ભાવનાના કારણે ૩પત્તાનુત્તરપુષ્યસ્વરૂપ= બાંધેલા અદ્વિતીય પુણ્યસ્વરૂપ એવા તીર્થકર નામકર્મના વિપાકોદયના ફળસ્વરૂપ, અને અવર્ણનીય એવા પરોપકાર કરનારી તથા તેરમા ગુણસ્થાનકે જ આવનારી, સંસારીજીવોને તારવામાં પ્રવહણ સમાન તથા તીર્થની સ્થાપના કરવા રૂપ કાર્ય કરનારી એવી કાયાની જે અવસ્થા છે. તેવી કાયાવસ્થાવાળા ભગવાન છે. એમ આ વિશેષણ વડે સૂચવવામાં આવ્યું છે. આવી પુણ્યાઇ સામાન્ય કેવલી ભગવંતોમાં તીર્થંકરનામ કર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org