________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૭૫
તત્ત્વજ્ઞાન અને ધર્મક્રિયાઓ કરે પરંતુ હજુ વિષય-કષાયો પ્રત્યે હેયબુદ્ધિ જાગી નથી રાગાદિ પ્રત્યેની ઉપાદેય બુદ્ધિ ટળી નથી. તેથી ધર્મક્રિયાકાળે પણ આ જ્ઞાનદશા બહુ કામ કરતી નથી. માટે જ ગ્રંથકારે કહ્યું છે કે “પટુસ્મૃતિના અભાવે પ્રયોગકાળે આ બોધ ટકતો નથી” તેથી જ આ બન્ને દૃષ્ટિઓમાં જે કંઇ ધર્મક્રિયા જીવ કરે છે. તે વંદન-પચ્ચક્ખાણાદિ દ્રવ્યક્રિયા હોય છે. ભાવક્રિયા સંભવતી નથી, જો કે બધી ક્રિયાઓ વિધિ જાળવીને કરે છે. તો પણ વિષય-કષાયમાં હેયબુદ્ધિ ન જાગી હોવાથી તે ધર્મક્રિયા દ્રવ્યક્રિયા બને છે. તૃણ અને ગોમય (છાણા)ના અગ્નિકણની જેમ આ બોધ મંદવીર્યવાળો હોવાથી તીવ્રસંસ્કાર જન્માવતો નથી, તેથી પટુસ્મૃતિ થતી નથી. વિજળીના ચમકારાની જેમ બોધ હતો ન હતો થાય છે.
ગાથા : ૪૧
મિત્રાદૃષ્ટિમાં જેમ “યમ” નામનું યોગનું પ્રથમ અંગ પ્રાપ્ત થાય છે તેવી જ રીતે આ તારાદૃષ્ટિમાં “નિયમ”નામનું યોગનું બીજું અંગ આવે છે. યમ એટલે હિંસાદિના ત્યાગ રૂપ સદાકાળનું વ્રત હોય જે=યાવજ્જીવ સુધીનું વ્રત હોય તે, જેમ કે સાધુને સર્વથા પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ અને શ્રાવકને દેશથી આ પાંચ યાવજ્જીવ સુધીનાં હોય છે. આ મૂલગુણ રૂપ છે તે યમ કહેવાય છે અને જે પરિમિત કાલ પુરતા જ હોય, અમુક ચોક્કસ કાળે જ સેવવાના હોય, તથા મૂળગુણની પુષ્ટિ માટે હોય, મૂલગુણની રક્ષા કરનારા હોય તે નિયમ કહેવાય છે મનનું નિયમન (કંટ્રોલ) કરે તે નિયમ કહેવાય છે. જેમકે સાધુને આશ્રયી જૈનદર્શનાનુસાર જે પિંડવિશુદ્ધિ આદિ, અને શ્રાવકને આશ્રયી જે દિશાપરિમાણાદિ વ્રતો છે. આ ઉત્તરગુણો છે. તે પરિમિતકાળ માટે હોય છે. અને મૂલગુણની પુષ્ટિ, વૃદ્ધિ અને રક્ષા કરનારાં વ્રત છે તે નિયમ કહેવાય છે. મિત્રા દૃષ્ટિમાં હજુ યોગમાર્ગે ફક્ત પ્રવેશ જ છે તેથી હિંસા-જુઠ-ચોરી આદિના ત્યાગરૂપ પાંચ પ્રકારના યમ તથા તેના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ સ્વરૂપે ચાર ચાર ભેદ કરતાં ૨૦ પ્રકારે યમમાત્ર જ હોય છે. હિંસાવિરમણ આદિ યમો લેવાની અને પાળવાની પ્રથમ ઇચ્છા થાય છે. પછી તે યમો સ્વીકારી તેમાં પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિ કરતાં કરતાં જે જે વિઘ્નો આવે તેને જીતીને તે યમપાલનમાં સ્થિર થાય છે આ રીતે તે યમપાલનની સાર્થક્તા રૂપ સિદ્ધિ હાંસલ કરે છે. જેમ જેમ આ યોગમાર્ગનો રંગ લાગે છે. અધ્યાત્મદૃષ્ટિનો વિકાસ થાય છે. તેમ તેમ અહિંસા-સત્ય-અચૌર્ય ઇત્યાદિ પાંચ યમ તો બીજી આ તારાદૃષ્ટિમાં વધારે મજબૂત થાય જ છે. પરંતુ તેની પુષ્ટિ-વૃદ્ધિ અને રક્ષા માટે યથાશક્તિ યથાયોગ્ય કાળે આ જીવ નાના-મોટા નિયમો પણ ધારણ કરે છે. કારણ કે યમપાલનનો રાગ વધ્યો છે. જૈનદર્શનમાં પિંડવિશુદ્ધિ આદિ ઉત્તર ગુણોરૂપ નિયમ સાધુને, અને દિશા પરિમાણ આદિ રૂપ નિયમ શ્રાવકને હોય છે પાતંજલ યોગસૂત્રમાં નીચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org