________________
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૨
આ પ્રમાણે ઈચ્છાયોગથી આરંભેલી મુક્તિનગરની પ્રાપ્તિની યાત્રા અહીં સમાપ્ત થાય છે. આ યોગસન્યાસ નામનો સામર્થ્યયોગ જ આ જીવને અલ્પકાળમાં જ મુક્તિની સાથે મુંજે છે અને નિયમો મુંજે (જોડે) છે. તેથી આ યોગને “સર્વન્યાત્મ:' એટલે કે “સર્વનો પણ ત્યાગ” એ સ્વરૂપ યોગ પ્રવર્તે છે. અને આ આત્મા મહાયોગી બને છે. ઇચ્છાયોગકાલે અને શાસ્ત્રયોગકાલે પૂર્વબદ્ધકર્મોના ઉદયજન્ય ક્રોધ-માન આદિ અધર્મોનો ત્યાગ કરવા માટે ક્ષાયોપથમિકભાવોના ક્ષમા-માર્દવતા આદિ ધર્મોનો આશ્રય સ્વીકાર્યો હતો. પરંતુ આત્મવિકાસ વધતાં હવે તેની આવશ્યકતા નથી તેમ જણાતાં ક્ષાયિકભાવના ક્ષમા આદિ ધર્મો પ્રાપ્ત કરવા સારું “ધર્મસન્યાસ યોગકાળે” લાયોપથમિકભાવના ક્ષમાદિ ધર્મોનો પણ ત્યાગ કરે છે આ રીતે તેરમા ગુણઠાણે આવેલા આત્મામાં ઔદયિકભાવ જન્ય અધર્મોનો અને ક્ષાયોપથમિકભાવ જન્ય ધર્મોનો ત્યાગ હોય છે. જેથી ક્ષાયિકભાવના અનંતચતુણ્યનો પરમાનંદ વર્તે છે છતાં અઘાતી કર્મોનો ઉદય ચાલુ હોવાથી આત્માની નિષ્પકંપાવસ્થા નથી. તે પ્રાપ્ત કરવા માટે “યોગસન્યાસ” આદરે છે. અને અંતે સર્વગુણસંપૂર્ણ પરિપૂર્ણનિષ્પકંપાવસ્થા પામીને જ જંપે છે અન્તિમસામર્થ્યયોગથી આત્માની પરિપૂર્ણ શુદ્ધદશા શીધ્ર અને નિયમો પ્રાપ્ત થાય છે તેથી તે યોગસન્યાસ યોગ સર્વોત્તમ યોગ કહ્યો છે.
ગ્રંથકાર શ્રી હરિભદ્રસૂરિજી મ. મિત્રા-તારા-બલા આદિ યોગસંબંધી આઠ દૃષ્ટિઓનું આ ગ્રંથમાં વર્ણન કરવાના છે. તે આઠ દૃષ્ટિઓનું વર્ણન કરતાં પહેલાં મંગલાચરણ કરતી વેળાએ પોતે “ઈચ્છાયોગથી” પ્રથમ ગાથામાં પરમાત્માને વંદન કરે છે. તેથી પ્રસંગવશથી ઈચ્છાયોગાદિ ત્રણ યોગનું વર્ણન આદિમાં સમજાવ્યું છે. તથા આ આઠ દૃષ્ટિઓ એ ઇચ્છાયોગાદિ ત્રિવિધયોગમાંથી જ ઉત્પન્ન થયેલી છે. માટે પણ ઇચ્છાયોગાદિ ત્રિવિધ યોગનું વર્ણન પ્રથમ કર્યું છે. આ રીતે યોગધર્મ સમજાવવા માટે પ્રથમ પીઠિકા મજબૂત કરીને હવે આઠ દૃષ્ટિઓ સમજાવવાનો પ્રારંભ કરે છે. ૧૧// एवमेतत्स्वरूपमभिधाय प्रकृतोपयोगमाह
આ પ્રમાણે આ ઇચ્છાયોગાદિ ત્રણનું સ્વરૂપ સમજાવીને હવે પ્રસ્તુત મિત્રા-તારાબલા આદિ આઠ દૃષ્ટટ્યાત્મક પ્રસ્તુત તત્ત્વનું સ્વરૂપ સમજાવે છે.
एतत्त्रयमनाश्रित्य, विशेषेणैतदुद्भवाः । योगदृष्टय उच्यन्ते, अष्टौ सामान्यतस्तु ताः ॥१२॥ ગાથાર્થ = આ ઈચ્છાયોગાદિ ત્રણ પ્રકારના યોગનો આશ્રય કર્યા વિના વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org