________________
ગાથા : ૨૧૫ યોગદષ્ટિ સમુચ્ચય
૫૬૫ ધનના અર્થીને ધનવાનોની કથામાં ઘણો જ રસ હોય છે. તે તે પુરુષોએ ધન કમાવવા કેવા કેવા વેપારો કર્યા ? કેવાં કેવાં સાહસ કર્યો ? કેટલાં દુઃખો વેઠ્યાં ? અત્યારે કેવા નિશ્ચિત થઈને જીંદગી જીવે છે? ઇત્યાદિ. તથા ગાયનપ્રિય જીવોને ગાયકની કથામાં રસ હોય છે. ભોજનપ્રિય જીવને ભોજનની કથામાં જ રસ હોય છે. તેવી જ રીતે આ યોગીઓને યોગદશા પામેલા મહાત્મા પુરુષની કથા સાંભળવામાં અતિશય રસ હોય છે. હૈયાના બહુમાનથી આ કથાઓ સાંભળે છે.
આ યોગપ્રાપ્તિની ઇચ્છા યોગીઓની કથા શ્રવણ તરફ પ્રીતિ કરાવે છે. અને કથા-શ્રવણ દ્વારા પ્રવૃત્તિ તરફ પ્રેરાય છે. તે તે મહાત્મા પુરુષોમાં કેટલો ત્યાગ ! કેટલો વૈરાગ ! કેવું પવિત્ર જીવન! યુવાન્ હોવા છતાં કેવું નિરતિચાર ચારિત્ર! ઇત્યાદિ ભાવના ભાવતાં ભાવમાં વધારેને વધારે પ્રીતિભાવ જાગે છે. આ માટે પૂ. ઉપાધ્યાયજી કૃત સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે-“ધન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે ઇત્યાદિ ઢાળ ૧૫મી સંપૂર્ણ ખાસ વાંચવી તે આ પ્રમાણેધન્ય તે મુનિવરો રે, જે ચાલે સમભાવે | ભવ સાયર લીલાએ ઉતરે, સંયમ કિરિઆ નાવે રે ,
ધન્ય તે મુનિવરો રે ૧ II ભોગ પંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા ! સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જગ આધારા ને ધન્ય || ૨ / જ્ઞાનવંત શાની શું મળતા, તન-મન-વચને સાચા | દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા | ધન્ય/ મૂળ ઉત્તર ગુણ સંગ્રહ-કરતા, ત્યજતા ભિક્ષા દોષો | પગ પગ વ્રત દૂષણ પરિહરતા, કરતા સંયમ પોષો || ધન્યo || ૪|| મોહ પ્રત્યે હણતા, નિજ આગમ, ભણતા સદ્ગુરુ પાસે | દૂષમ કાળે પણ ગુણવંતા, વરતે શુભ અભ્યાસે || ધન્યવે | પા છ ગુણઠાણું ભવ અટવી, ઓલંઘણ જેણે લહીઓ | તસ સૌભાગ્ય સકળ મુખ એકે, જેમ કરી જાએ કહીઓ || ધન્યવો ૬ . ગુણઠાણાની પરિણતિ જે હની, ન છીપે ભવ જંજાલ | રહે શેલડી ઢાંકી રાખી, કે તો કાળ પરાળે છે ધન્ય છે ૭ // તેહવા ગુણ ધરવા અણધીરા, જો પણ સૂવું ભાખી || જિનશાસન શોભાવે તે પણ, સુધા સંવેગ પાખી ! ધન્ય ૮ સદહણા અનુમોદન કારણ, ગુણથી સંયમ કિરિયા | વ્યવહારે રહિયા તે ફરસે, જે નિશ્ચિય નય દરિયા | ધન્યo | ૯ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org