________________
૪૬૯
ગાથા : ૧૬ ૧
યોગદષ્ટિ સમુચ્ચય કોઈ એક માનવ પોતાના એક સ્કન્ધ (ખભા) ઉપર બહુ મોટો ભાર ઉપાડે. અને રસ્તે આગળ આગળ ચાલે, પરંતુ થોડોક રસ્તો કાપતાં તે ખભા ઉપર ઘણો ભાર લાગવાથી આ ભાર સ્કન્ધાન્તર (બીજા ખભા) ઉપર ઉચકે તો તાત્કાલિક તેનો પ્રથમ ખભો શાન્તિ અનુભવે. પરંતુ તેના શરીર ઉપરથી ભાર નાશ પામતો નથી. જે ભાર પ્રથમ ખભા ઉપર હતો તે જ ભાર હવે બીજા ખભા ઉપર લાગે, તાત્કાલિક થોડી શાન્તિ લાગે, પરંતુ કાલાન્તરે ભાર તો લાગવા જ માંડે, ભારનો બોજો નાશ પામતો નથી. તે જ પ્રમાણે ભોગસુખોને ભોગવી લેવાથી તાત્કાલિક રાહત લાગે પરંતુ ભોગની ઇચ્છા સર્વથા નાશ પામતી નથી, બલ્ક વધે છે. કારણ કે ભોગોના વારંવાર આવા સંસ્કારો પડવાથી ભોગસુખોની ઇચ્છા તીવ્ર બનવાથી ભોગતૃષ્ણા વૃદ્ધિ પામે છે. માટે ભોગો ભોગવવાથી ભોગતૃષ્ણા નાશ પામતી નથી. પરંતુ સમ્યજ્ઞાન અને વૈરાગ્યપૂર્વક વિવેકદૃષ્ટિ વિકસાવવા દ્વારા ભોગોના ત્યાગથી ભોગતૃષ્ણા નાશ પામે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.શ્રીએ અધ્યાત્મસારમાં કહ્યું છે કે
अकृत्वा विषयत्यागं, यो वैराग्यं दिधीर्षति ।
अपथ्यमपरित्यज्य स रोगोच्छेदमिच्छति ॥ ६॥ જે આત્મા ભોગોના ત્યાગ વિના વૈરાગ્યને ધારણ કરવા ઈચ્છે છે તે અપથ્થભોજનને છોડ્યા વિના જ રોગના વિનાશને ઇચ્છે છે.
આ પ્રમાણે ભોગો ભોગવવાથી ભોગતૃષ્ણા નાશ પામતી નથી. પરંતુ તે ભોગોને ભોગવવાના જ વારંવાર સંસ્કારો થવાથી ભોગતૃષ્ણા વધે છે. એક ખભા ઉપરથી બીજા ખભા ઉપર ભાર લઇ જવા જેવી કાલ્પનિક શાન્તિ થાય છે. પરંતુ પારમાર્થિક શાન્તિ થતી નથી. આ કારણથી જ આ દૃષ્ટિવાળાને સંસાર સંબંધી ભોગોની બધી “ભવચેષ્ટા” બાળકોના ધૂલીગૃહ જેવી નિરસ-અસાર અને તુચ્છ લાગે છે. આ પ્રમાણે અહીં પાંચમી સ્થિરા દૃષ્ટિ સમાપ્ત થાય છે.
આ પાંચમી સ્થિર દૃષ્ટિ આબે છત લોલુપતા આદિ દોષોનો નાશ થવા દ્વારા “અલૌલ્ય” વગેરે ૨૧ ગુણો પ્રગટ થાય છે એમ અન્યદર્શનના યોગાચાર્યોએ પણ કહ્યું છે. તે ૨૧ ગુણો આ પ્રમાણે છે.
अलौल्यमारोग्यमनिष्ठुरत्वं, गन्धः शुभो मूत्रपूरीषमल्यम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ॥ १॥ मैत्र्यादियुक्तं विषयेष्वचेतः, प्रभाववद्धैर्यसमन्वितं च । द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभः, जनप्रियत्वं च तथा परं स्यात् ॥ २॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org