________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૯૧
૩૨૮
અને હાથીનો પ્રાપ્તિભાવ છે. તું હાથીને અડેલો છે તેથી. છતાં હાથી તને મારતો નથી માટે “હાથી પ્રાપ્તને મારે છે” આ વાત યુક્તિબાહ્ય છે. તેથી તું હાથી મારે છે આવું કેમ બોલે છે! હવે જો બીજો પક્ષ લેવામાં આવે એટલે કે આ હાથી અપ્રાપ્તને (ન અડેલાને) મારે છે. એમ જો તારો કહેવાનો આશય હોય તો તે હાથી ત્રણે ભુવનનો (ત્રણ ભુવનવર્તી સર્વ પદાર્થોનો) નાશક બનવો જોઇએ, કારણ કે દૂર દૂર અને અન્તરિત પદાર્થો પણ તેનાથી અપ્રાપ્ત જ છે. અપ્રાપ્તિ તો સર્વ પદાર્થોની સાથે અવિશેષ (એક સરખી) જ છે. અને સર્વ પદાર્થોનો નાશ કરતો આ હાથી દેખાતો નથી તેથી હાથી અપ્રાસને મારે છે' આ વાત પણ યુક્તિબાહ્ય જ છે. તેથી હે મૂર્ખ મહાવત! તું આવું કેમ બોલે છે ? આવા પ્રકારના પ્રાપ્તાપ્રાપ્તના વિકલ્પો કરીને હાથી કોઇને મારતો નથી એમ આ વિદ્યાર્થી જેટલામાં બોલી રહ્યો છે. તેટલામાં તો આ હાથી વડે તે પડકાયો. ઉપર બેઠેલા મહાવતને દયા આવી, કેમે કરીને મહાવતવડે તે વિદ્યાર્થી છોડાવાયો. વાર્તાનો સાર એ છે કે આવા વિકલ્પો ઉભા કરવા તે કુતર્ક છે. અનુભવથી વિરુદ્ધ છે. હિત-કલ્યાણ કરનારા નથી.
વક્તાના કહેવાના આશયથી શબ્દના ભિન્ન જ અર્થને ગ્રહણ કરવાના સ્વભાવવાળા સંવેદનાત્મક જ્ઞાનમાં સર્વ સ્થાને આવા પ્રકારની જાતિપ્રાયતા-ખોટાં દૂષણ માત્ર જ હોય છે દૂષણ હોતાં નથી, પરંતુ અર્થાન્તર કરીને દૂષણરૂપે વક્તાનું વચન કલ્પવામાં આવે છે. કારણ કે તે સંબંધી ઉઠતા, તેવા પ્રકારના આકારવાળા આ તમામ વિકલ્પો પણ આવા જ હોય છે. ઉંધો જ અર્થ પકડવો, ઉલટો જ અર્થ કરવો અને વક્તાનું વચન તોડી પાડવું, એ જ કુતર્કવાદીનું કામ છે. માટે આત્માર્થી પુરુષોએ આવા કુતર્કોથી દૂર રહેવું.
ટીકાની સંસ્કૃત પંકિતનો શબ્દાર્થ આ પ્રમાણે છે. વાદીએ કહેલો જે અર્થ છે તેનાથી મિન્નાર્થગ્રહ=જુદા જ અર્થને ગ્રહણ કરવાના સ્વભાવ-સ્વભાવનું મનમાં સંવેદ્રનવેને=જે સંવેદન (જ્ઞાન) થઇ રહ્યું છે. તેનો અનુભવ ક૨વામાં (પ્રયોગાત્મકભાવે બહાર કહેવામાં) તર્ાત-તે પ્રતિવાદીના મનમાં રહેલા આજર=વાદીની વાતને મિથ્યા કરવાના- ઉડાડવાના પરિણામથી થનારા વિપક્ષ્ય-વિકલ્પો (કલ્પનાઓ-મનના તરંગો) તવપ્રાયત્ત્તાત્=અસત્યદૂષણ સમાન છે. સારાંશ કે વાદીના પક્ષને કોઇપણ રીતે ખોટો કરવો છે તે પક્ષને ખોટો કરવાની ધૂનથી તેમાં દૂષણો પ્રતિવાદી શોધે છે. પરંતુ પક્ષ સાચો (યથાર્થ) હોવાથી કોઇ સાચાં દૂષણો મળતાં નથી. તેથી વાદીએ કરેલા અર્થને બદલે શબ્દનો બીજો અર્થ કલ્પીને પણ પ્રતિવાદી વ્યક્તિ વાદીના પક્ષને ખોટાં દૂષણો દ્વારા ખોટો પાડવા પ્રયત્ન કરે છે. આ કલ્પાયેલાં ખોટાં દૂષણો જે છે તેને કુતર્કજાતિ-અથવા દૂષણાભાસ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org