________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
મંદતાજન્ય હોવાથી યોગરૂપ બનવાના કારણે સદ્દષ્ટિની પ્રાપ્તિનું અવલ્પ્ય (અમોઘ-અચૂક) કારણ બનતી હોવાથી મિત્રાદિ પ્રથમની ચારદષ્ટિઓ પણ “સતી” રૂપ છે. દૃષ્ટિ શબ્દ સ્ત્રીલિંગ હોવાથી તેના વિશેષણરૂપે સી-શબ્દમાં સ્ત્રીલિંગ કર્યું છે. આ સમજાવવા માટે ગ્રંથકારમહર્ષિ એક સુંદર દૃષ્ટાન્ત આપે છે કે -
ગાથા : ૧૫
વર્ષોલક (સાકરના મોટા ટુકડાઓમાં દોરો રાખીને બનાવેલ, હોળી (હુતાસની)ના સમયે વેચાતા હારડા, ફૂલની માળાની જેમ બનાવેલ મોટી સાકરનો હાર, ખડીસાકર) બનાવવામાં શેરડીથી માંડીને પસાર થતી જુદી જુદી અવસ્થાઓ કામની છે. અને તે અવસ્થાઓ દ્વારા જ વર્ષોલક બને છે. તેની જેમ આ દૃષ્ટિઓમાં પણ સમજવું.
(૧) A (૨) રસ
(૩) વાવ
(૪) ગુડ
(૫) વડ તેમાંથી બનાવેલી ઝીણી ખાંડ,
(૬) સા ખાંડમાંથી બનાવેલી ઝીણી સાકર
=
=
Jain Education International
=
=
=
શેરડી =કે જે સાંઠારૂપે હોય છે તે,
શેરડીનો કાઢેલ પ્રવાહી રસ,
=
૮૫
રસને ઉકાળીને ગોળ બનાવવા માટે કરેલો કાવો, (માવો) કે જેને
ઠારવાથી ગોળ બનવાનો છે તે,
રસને ઠારવાથી બનેલો ગોળ,
ત્વા: વસ્તુ તા:-ઉપરના ચાર દૃષ્ટાન્તની તુલ્ય મિત્રાદિ પ્રથમની ચાર દૃષ્ટિઓ છે. તથા
(૭) મત્સ્યેન્ડી= તે ઝીણી સાકરમાંથી બનાવેલ મોટી સાકર, અર્થાત્ સાકરનાં ચોસલાં, (૮) વર્ષાંતજ = સાકરના મોટા ચોસલામાંથી બનાવેલા હાર,
समाश्वेतराः = આ ચાર ઉદાહરણ સમાન સ્થિરાદિ શેષ ચાર દૃષ્ટિઓ છે. શેરડીથી ગોળ બનવા સુધીની અવસ્થાસમાન પ્રથમની મિત્રાદિ ચાર દૃષ્ટિઓ છે. અને ખાંડથી વર્ષોલક બનવા સુધીની અવસ્થા સમાન પાછળની સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ છે. સારાંશ કે-વર્ષોલક બનાવવામાં શેરડીથી માંડીને તમામ આઠે અવસ્થાઓ કામની છે. કારણ કે રૂસ્વારીનામેવ તથામવનાવિતિ -ઇક્ષુ, તેનો રસ, તથા માવો ઇત્યાદિ તે તે રૂપરૂપાંતરો જ થતાં જાય છે પૂર્વ અવસ્થાનું દ્રવ્યજ ઉત્તર ઉત્તર અવસ્થા સ્વરૂપ બનતું જાય છે. તેવી જ રીતે પરાષ્ટિ વાળી આત્માની ઉત્તમ-અંતિમકોટિની શુદ્ધાવસ્થા પ્રાપ્ત કરવા માટે મિત્રા-તારા-બલા આદિ સર્વ દૃષ્ટિઓ વૃદ્ધિ પામવા રૂપે કામની છે. કારણ કે મિત્રા દૃષ્ટિ જ કાલાન્તરે તારા દૃષ્ટિ બને છે અને તારા દૃષ્ટિ જ કાલાન્તરે બલા દૃષ્ટિ બને છે એમ સર્વે પણ દૃષ્ટિઓ યોગાત્મક છે કોઇ દૃષ્ટિ ઓઘાત્મક નથી. આ રીતે મિત્રાદિ દૃષ્ટિઓ કારણ છે અને સ્થિરાદિ દૃષ્ટિઓ કાર્ય છે. કારણમાં કાર્યનો ઉપચાર કરેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org