________________
૧૬૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૩૭ તેથી જ પોતાના કુટુંબનું પાલનપોષણ કરવા રૂપ ઇષ્ટસિદ્ધિ = અર્થ પ્રાપ્તિ માટે રાજસેવા, વેપાર, નોકરી આદિ કરવા સારુ ચેષ્ટા કરે છે. રોગના કારણે અટકેલા સાંસારિક વ્યવસાયો શરૂ કરી દે છે. રોજીંદા જીવનમાં હવે તે રોગો કોઇ પણ જાતની આડખીલી કરતા નથી, અટકાયત કરતા નથી. એ જ રીતે જેનો ભાવમલ ઘણો ઘણો નષ્ટપ્રાય: થઈ ચૂક્યો છે તેવો મિત્રાદષ્ટિમાં આવેલો આ જીવ પણ વૃત્તિ માત્રથી જ આત્મહિતમાં પ્રવૃત્તિ કરે છે. આત્મહિતની પ્રવૃત્તિ કરવામાં હવે તેને કોઇ (કર્માદિ રૂપ ભાવમલ) અટકાયત કરી શકતું નથી. વૃત્તિ એટલે વર્તન, પ્રવૃત્તિ, વર્તવું, કામકાજમાં જોડાઈ જવું. તે વૃત્તિ પાંચ પ્રકારની છે. (૧) ધૃતિ, (૨) શ્રદ્ધા, (૩) સુખા, (૪) વિવિદિષા, (૫) વિજ્ઞપ્તિ આ પાંચ પ્રકારની વૃત્તિને ધર્મયોનિ કહેવાય છે. આ પ્રમાણે ગોપેન્દ્ર મુનિ કહે છે. કારણ કે આ પાંચ પ્રકારની વૃત્તિમાંથી ધર્મરૂપી પુત્ર ઉત્પન્ન થાય છે. ધર્મરૂપી પુત્રને જન્મ આપનારી ધર્મનો પ્રસવ કરનારી, ધર્મની જન્મદાત્રી છે માટે તે પાંચને ધર્મયોનિ કહી છે.
ભાવમલ અલ્પ થવાથી અલ્પવ્યાધિવાળા પુરુષની જેમ આ યોગી પ્રભુભક્તિ, સ્વાધ્યાય, તપાચરણાદિ ધર્માનુષ્ઠાનો કરતો છતો ધૃતિથી = ધીરજથી અંદર પ્રવર્તે છે. તે તે કાર્યો કરવામાં ધીરજવાળો બને છે. એટલે કે ચિત્તના દોષોનો ત્યાગ થયેલ હોવાથી ચિત્ત પ્રસન્ન હોય છે. ક્યાંય પણ અધીરજ-ઉતાવળ કે આકુળ-વ્યાકુળતાવાળું અસ્થિર ચિત્ત કરતો નથી (આ ધૃતિ નામની વૃત્તિ છે.) કારણ કે તેના મનમાં “આ ધર્મ કાર્ય અવશ્ય કલાન્તરે મુક્તિફળ આપવાનું જ છે” એવી તેને અનુપમ શ્રદ્ધા છે. (આ શ્રદ્ધા નામની બીજી વૃત્તિ છે.) ધર્મકાર્યોમાં અતિશય ધીરજ અને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ હોવાથી તેનો વાસ્તવિક આનંદ માણે છે. આનંદ માણવા સ્વરૂપ “સુખા” નામની આ ત્રીજી વૃત્તિ છે. ધૃતિ-શ્રદ્ધા અને આનંદપૂર્વક ધર્મ પ્રવૃત્તિ કરતાં તે વિષે ઊંડું સૂક્ષ્મ તત્ત્વ મેળવવાની એટલે કે ધર્મતત્ત્વને ઊંડુ ને ઊંડુ જાણવાની ઇચ્છા રાખે છે. આ વિવિદિષા નામની ચોથી વૃત્તિ છે. એટલે જ પોતાને ધર્મ તત્ત્વનું જ્ઞાન આપે એવા સદગુરુની શોધમાં વર્તે છે. અને સદ્ગુરુ પ્રાપ્ત થતાં શાસ્ત્ર સંબંધી વિજ્ઞપ્તિ-એટલે જ્ઞાન પ્રાપ્ત કરે છે. જીવની જે વિવિદિષા હતી. તેના કારણે સંતોષ થાય તેવું જ્ઞાન મેળવે છે. આ પાંચમી વિજ્ઞપ્તિ વૃત્તિ છે. આ પાંચ પ્રકારની વૃત્તિથી તેનામાં ધર્મતત્ત્વ રૂપ પુત્રનો પ્રસવ થાય છે. આ રીતે આ પાંચ પ્રકારની વૃત્તિથી આત્મહિતમાં પ્રવૃત્તિ કરે છે.
અલ્પવ્યાધિવાળા પુરુષનો રોગ લગભગ નષ્ટપ્રાયઃ થયો છે. તેથી શેષ રહેલો રોગ પણ દૂર થવાની તૈયારીમાં છે એટલે વેપારાદિ પોતાનું ગૃહસ્થપણાનું કાર્ય કરવામાં તેને અટકાયત કરનાર બનતો નથી. તેમ આ યોગી અલ્પવ્યાધિવાળા પુરુષની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org