SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૧૨૪-૧૨૫ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૮૯ પોતાને જ્યારે સત્ય સમજાય કે સંસારસુખની અપેક્ષાએ કરાતાં ધર્માનુષ્ઠાનો સંસારફળ જ આપનારાં બને છે. પરંતુ શાસ્ત્રાનુસારે ન હોવાથી મુક્તિદાયી થતાં નથી. મારા મનની આજ સુધી જે સમજ હતી તે ખોટી હતી. મારા વડે કરાતું આ અનુષ્ઠાન મારે સુધારવું જોઈએ. આવી સબુદ્ધિ આવતાં દૃષ્ટિ બદલાતાં ઇન્દ્રિયજન્યસુખની અપેક્ષા હૃદયમાંથી નીકળી જતાં અને શાસ્ત્રાજ્ઞા અંદર પ્રવેશ પામતાં આ જ અનુષ્ઠાન દીર્ઘકાળે અથવા અલ્પકાળે મુક્તિદાયી પણ બને છે. આ અર્થ સમજાવવા ગ્રંથકારે સામાન્ચન શબ્દ કહ્યો છે. સામાન્યથી સર્વે અનુષ્ઠાનો સંસારહેતુ છે. પરંતુ વિશેષે નહીં. કારણ કે વિશેષે જો જોઇએ તો કોઇક અનુષ્ઠાન કાળાન્તરે સદબુદ્ધિ આવતાં મુક્તિદાયી પણ થાય છે. પરંતુ આ મુક્તિદાયિતા તો સદ્ગુરુ અથવા સન્શાસ્ત્રનો યોગ થાય અને તેમના દ્વારા પણ સદ્ગદ્ધિ આવે તો જ થાય છે. પરંતુ આ રાજમાર્ગ નથી. તેથી રાજમાર્ગે તો તે સંસારહેતુ જ છે. પ્રશ્નઃ- શાસ્ત્રાનુસરણ વિના ઇન્દ્રિયજન્યસુખની અપેક્ષાએ બુદ્ધિપૂર્વક કરાયેલાં આ અનુષ્ઠાનો સંસાર ફળહેતુ (જન્મ-મરણની પરંપરા વધારવા રૂપ ફળને જ આપનારાં) કેમ બને છે? પહેલાં સંસાર ફળ આપે અને સંસારસુખ ભોગવતાં ભોગવતાં અન્ને મુક્તિફળ આપે એવું કેમ ન બને? સંસારફળ અને મુક્તિફળ એમ ઉભયફળ આપે એમ બનવું જોઈએ કારણ કે ઇન્દ્રિયજન્ય સુખની ઇચ્છા રૂપ બુદ્ધિ છે માટે સંસારફળ અને ધર્માનુષ્ઠાન છે માટે મુક્તિફળ એમ બન્ને થવાં જોઇએ તેને બદલે સંસારનવાચેવ = પદમાં વાર લખીને કેવળ સંસારફળ માત્ર જ આપનારાં છે એમ કેમ કહ્યું છે ? ઉત્તર :- વિપાકમાં વિરસ હોવાથી સંસારફળ જ આપે છે. જેમ કિંપાકનું ફળ ખાતી વખતે મીઠું લાગે છે. પરંતુ વિપાકે (ફળ આપવામાં) તે ભયંકર છે. તેવી જ રીતે આ સર્વે અનુષ્ઠાનો સંસારસુખની અપેક્ષાવાળી બુદ્ધિપૂર્વક કરાયાં છે. તેથી તેષાં નિયોતિ પર્વ=તે તે ધર્મ અનુષ્ઠાનો પણ નક્કી (અવશ્ય=નિયમા) વિપાક આપવામાં | વિરસ (ભયંકર દુઃખદાયી) જ છે. આ પ્રમાણે બુદ્ધિપૂર્વક કરાતાં ધર્માનુષ્ઠાનો અશાસ્ત્રપૂર્વક હોવાથી અથવા મિથ્યાશાસ્ત્રપૂર્વક હોવાથી વિપાકે વિરસ છે તેથી સંસારફળહેતુ જ બને છે તે સમજાવ્યું. હવે જ્ઞાનપૂર્વક કરાતાં અનુષ્ઠાનો કેવાં ફળ આપે છે તે સમજાવે છે. તે ૧૨૪ો. ज्ञानपूर्वाणि तान्येव, मुक्त्यङ्ग कुलयोगिनाम् । श्रुतशक्तिसमावेशादनुबन्धफलत्वतः ॥ १२५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy