________________
૧૫૯
ગાથા : ૩૪
યોગદૃષ્ટિ સમુચ્ચય एतच्च सत्प्रणामादिनिमित्तं समये स्थितम् ।
अस्य हेतुश्च परमस्तथाभावमलाल्पता ॥३५॥ ગાથાર્થ = આ અવંચકત્રયની ત્રિપુટી સત્યભામાદિન નિમિત્તે થાય છે. એમ શાસ્ત્રોમાં કહેલું છે. તથા આ સત્પણામાદિનો પરમહેતુ તેવા પ્રકારની ભાવમલની અલ્પતા જ છે. પંરપા
ટીકા-“પત્ર" અવજી, સUITમતિનિમિત્ત'' સાધુવન્દ્રનાવિનિમિત્તમિત્યર્થ. “સમયે સ્થિત સિદ્ધાન્ત પ્રતિષ્ઠિતમ્ | “મસ્ય-સામા દેતુ परमः क इत्याह-"तथाभावमलाल्पता" रत्नादिमलापगमे ज्योत्स्नादिप्रवृत्तिवदिति યોવા રૂપ
વિવેચન :- આ અવંચકત્રયની પ્રાપ્તિ પણ પુરુષને પ્રણામાદિ કરવાના નિમિત્તથી થાય છે. સાધુપણાના સાચા ગુણોથી જે સંપન્ન છે. પરમાર્થથી જે સાધુ છે. સંત છે. સદ્ગુરુ છે. ગીતાર્થ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવાદિના જ્ઞાતા છે. સંવેગ-નિર્વેદના પરિણામવાળા છે. તેવા સદ્ગુરુ મળે છતે તેઓને પ્રણામ-વંદન- નમસ્કાર કરવાથી તેઓની નિકટતા પ્રાપ્ત થાય છે. નિકટવર્તી થવાથી પરિચય-ઓળખાણ થાય છે. પરિચય અને ઓળખાણ થવાથી સદ્ગમાં સદ્ગુરુપણાની બુદ્ધિ થાય છે. બહુમાન અને પૂજ્યભાવ વધે છે. આત્મલક્ષ્ય સાધવાની પ્રેરણા મળે છે. તેથી આ રીતે થયેલો આ સદ્ગુરુનો સંયોગ એ યોગાવંચક બને છે. ત્યારબાદ તેઓને સદ્ગપણે હૈયામાં ધારીને કરાતી વંદનાદિ જે ક્રિયા તે ક્રિયાવંચક અને ફલાવંચક બને છે. આ રીતે આ ત્રણે અવંચકનું નિમિત્ત સગુરુને કરાતા પ્રણામ-સેવા-વૈયાવચ્ચાદિ છે. તેવી સેવાભક્તિ દ્વારા નિકટ આવવાથી, પરિચય- ઓળખાણ થવાથી, સદ્ગુરુ તરીકેની પૂજ્યબુદ્ધિ થતાં આ યોગાદિ ત્રણે અવંચક ભાવયુક્ત બને છે. આ પ્રમાણે આપમહાપુરુષોએ શાસ્ત્રોમાં-સિદ્ધાન્તમાં કહેલું છે. અમે અમારી સ્વમતિકલ્પના માત્રથી કહેતા નથી, શાસ્ત્રકારોએ પણ આમ જ કહેલું છે. સગુરુ જો મળે, તેઓને જો સદ્ગુરુ તરીકે ઓળખીને બહુમાનપૂર્વક પરિચય કરીએ, તો તેઓ દિવ્યજ્ઞાન રૂપી અંજન આપણી આંખમાં આંજે કે જેથી આત્મલક્ષ્ય ભણી દૃષ્ટિ ખૂલે અને પોતાના આત્મામાં જ રહેલાં અનંતજ્ઞાનાદિ પરમનિધાન દેખાય, પુદ્ગલસુખનો રાગ ઘટે, અને આત્મા પરમાર્થ સાધવા ઉત્સાહિત બને. કહ્યું છે કે
પ્રવચન અંજન જો સગુરુ કરે, દેખે પરમ નિધાન છે હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન | શ્રી આનંદઘનજી |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org