________________
૪૪૨ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫૧-૧૫ર જે જાતિથી કુલથી આચારથી સ્વાધ્યાયથી અને શાસ્ત્રજ્ઞાનથી એમ આ પંચવિધ સંસ્કારોથી હંમેશાં યુક્ત રહે છે તે જ “જિ” કહેવાય છે.
(૪) યતય =જેઓ સંસાર ત્યજીને દીક્ષિત બન્યા છે. તે અર્થાત્ પ્રવ્રજિત થયેલા મુનિઓ. સંસારના ત્યાગી. તથા બાવા જતિ. જોગી સંન્યાસી વગેરે અન્યધર્મના પણ સંસારત્યાગી સંતો.
(૫) તપોથના એટલે બાહ્ય અભ્યત્તર તપપ્રધાન મુનિઓ એટલે જૈન મુનિઓ. જેઓ કોઇપણ પ્રકારના પણ તપોધનવાળા છે તે.
આ સર્વેની યથાયોગ્ય પૂજા કરવી જોઇએ. અહીં ટીકામાં યથાર્મ શબ્દ છે. તેથી જેની સાથે જેવી પૂજા ઉપકારી થાય તેની તેવી પૂજા કરવી. વળી તે પૂજા કેવી રીતે કરવી? તે માટે પણ લખે છે. કે સુપ્રયત્નન વેતસા=સારા પ્રયત્નવાળું ચિત્ત એટલે આજ્ઞા પ્રધાન ચિત્તથી પૂજા કરવી. શાસ્ત્રોમાં જે ઉપકારીઓનું જે રીતે પૂજા-બહુમાન કરવાનું જણાવ્યું છે તે ઉપકારીઓનું તે રીતે હાર્દિક પૂજ્યભાવ સાથે પૂજન કરવું. પરંતુ આજ્ઞાને ત્યજીને નહીં. આ પ્રમાણે પૂજનીય વ્યક્તિઓની શાસ્ત્ર આજ્ઞામુજબ યથાયોગ્ય પૂજા કરવી એ મહાત્માઓનો “ત્રીજો માર્ગ” જાણવો. | ૧૫૧ | ઝુિં –વળી.
पापवत्स्वपि चात्यन्तं, स्वकर्मनिहतेष्वलम् ।
अनुकम्पैव सत्त्वेषु, न्याय्या धर्मोऽयमुत्तमः ॥ १५२॥ ગાથાર્થ = પોતપોતાના કર્મોના ઉદયથી તેવા પ્રકારની પરિણતિને પરાધીન બનેલા એવા અતિશય પાપવાળા શિકારી આદિ જીવો ઉપર પણ અનુકંપા કરવી એ જ ન્યાયયુક્ત છે. (પરંતુ ઠેષ કરવો યોગ્ય નથી) આ જ ઉત્તમ ધર્મ છે. // ૧૫૨ /
ટીકા-“પાઘવસ્વ રચિત્ત” નુણ્યવાહિક “ નિહતેશ્વ-તત્ત્વર્થ” “અનુવ સર્વેકુ ચાવ્યા,” જ પત્યો ! ““
થપુરમ:' ારો પવારાવિતિ ૨૨
વિવેચન - આ સંસારમાં કેટલાક ભારે કમ જીવો પોતાનાં પૂર્વભવોમાં બાંધેલા તેવા પ્રકારના કર્મોના ઉદયથી એટલે કર્મોની પરવશતાથી કોઈ શિકારી, કોઈ કષાયી, કોઈ માંસાહારી, કોઈ વ્યભિચારી અને કોઈ ચૌર્યાદિ વૃત્તિવાળા જીવો થાય છે. તે જીવો ઉપર પણ અનુકંપા જ વિચારવી. મનમાં દયા જ લાવવી. પરંતુ અલ્પમાત્રાએ પણ દ્વેષ, ઇર્ષ્યા કે દાઝ ન થવા દેવી-એ જ મહાત્માઓનો ચોથો માર્ગ છે. ગમે તેટલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org