________________
૨૩૮
અન્યભવમાં પણ લઘુવયથી જ આ હિતકરનારૂં કલ્યાણ થાય છે. II૬૩
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૬૪
ધર્મસંસ્કારો ઉગી નીકળે છે. એમ ઉભયલોકમાં
अस्या एव विशेषतः परं फलमाह -
આ ગુરુભક્તિનું જ વિશેષથી ઉત્તમ ફળ જણાવે છે
गुरुभक्तिप्रभावेन, तीर्थंकृद्दर्शनं मतम् । समापत्त्यादिभेदेन, निर्वाणैकनिबन्धनम् ॥ ६४॥
ગાથાર્થ ગુરુની ભક્તિના પ્રભાવથી આ જીવને સમાપત્તિ આદિ ભેદ દ્વારા તીર્થંકર પરમાત્માનું દર્શન થાય છે- એમ યોગીઓ વડે મનાયું છે. આ દર્શન મુક્તિનું
અવસ્થ્ય કારણ બને છે. ॥ ૬૪ ॥
=
ટીકા- ‘‘ગુરુભક્તિપ્રભાવેન’-ગુરુભક્તિસામર્થ્યન તનુપાત્તમંવિાજંત નૃત્યર્થ:, વિમિત્પાદ-‘‘તીર્થર્શન માં’” માવર્ગનમિષ્ટમ, વથમિત્યાદ-‘‘સમાપāામેિવેન’’-‘‘સમાપત્તિનિત:સ્પર્શના'' તથા, સાવિશબ્દાત્તન્નામર્મबन्धविपाकतद्भावापत्त्युपपत्तिपरिग्रहः । तदेव विशिष्यते "निर्वाणैकनिबन्धनं”अवन्ध्यमोक्षकारणमसाधारणमित्यर्थः ॥ ६४॥
Jain Education International
વિવેચન : - જે ગુરુજીએ તત્ત્વશ્રવણ કરાવ્યું. અનાદિની મોહની વાસના મંદ કરાવી, સંસારના સુખોની અભિલાષા રૂપ ખારાપાણીનો ત્યાગ કરાવ્યો, પરમોપકારકારી સત્શાસ્ત્રોનો તત્ત્વબોધ કરાવવા માટે તત્ત્વશ્રુતિરૂપ મધુરોદકનો યોગ કરાવ્યો, એવા પારમાર્થિક ઉપકાર કરનારા ગુરુ પ્રત્યે અતિશય ભાવપૂર્વકની સેવા-ભક્તિ-વૈયાવચ્ચ અને ઉપાસના કરવા સહજપણે જ મન પ્રવર્તે છે. તે સેવાભક્તિથી પૂર્વબદ્ધ જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતીકર્મનો ક્ષયોપશમ વિશિષ્ટ-વિશિષ્ટ થવાથી તેના ફળરૂપે તીર્થંકર પરમાત્માનું દર્શન થાય છે એમ યોગીપુરુષોનું માનવું છે. ગુરુ દ્વારા તત્ત્વશ્રવણ થતાં તે પારમાર્થિક તત્ત્વ બતાવનારા સર્વજ્ઞ-સર્વદર્શી-વીતરાગ પરમાત્માની સાથે સમાપત્તિ આદિ ભેદો દ્વારા આ દર્શન થાય છે.
“સમાપત્તિ” એટલે કે ધ્યાનથી એકાકારપણે તીર્થંકર પરમાત્માની ભાવથી સ્પર્શના થવી તે” પારમાર્થિક સત્ય-તત્ત્વ સાંભળતાં સાંભળતાં શબ્દોથી અવાચ્ય એવો પરમ આહ્લાદ હૈયામાં ઉપજે છે. ત્યારબાદ તે તત્ત્વ મૂલથી કહેનારા પરમાત્માનું આ જીવ એક ચિત્તે ઉપકારીભાવે ધ્યાન ધરે છે. આત્માનું એકાન્તે હિત કરનારા આવા ઉપકારી
For Private & Personal Use Only
www.jainelibrary.org