________________
ગાથા : ૯૯. યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૪૫ આવા શુષ્ક તર્કોને તિલાંજલિ જ આપવી જોઈએ. કારણ કે શુષ્ક તર્કો આત્માનું અહિત જ કરનારા છે. સંમોહ ઉત્પન્ન કરનારા છે. વ્યામૂઢ કરનારા છે. માટે પ્રાણઘાતક સર્પસિંહ અને વ્યાઘાદિથી જેમ દૂર જ રહેવાય છે. તેમ ભાવપ્રાણઘાતક એવા આવા પ્રકારના કુતર્કોથી આત્મ-હિતેચ્છુ જીવોએ દૂર રહેવું એ જ કલ્યાણ-કારક છે.
આગમવચનોથી અતીન્દ્રિય પદાર્થો જણાય છે. જેણે પૂર્ણજ્ઞાન દ્વારા જે પદાર્થો યથાતથ્યપણે બરાબર જોયા છે, જાણ્યા છે. પ્રકાશ્યા છે. અને વાચાથી સમજાવી શકાય તેટલી રીતે સમજાવ્યા છે તેવા સર્વજ્ઞ, વીતરાગ, પૂર્ણનિર્દોષ, સુરાસુરસેવિત તીર્થંકર પરમાત્માની વાણી જ (તેમાંથી રચાયેલાં આગમ જ) અતીન્દ્રિય અર્થોને સમજાવવામાં ઉપકારી છે. આ જ વાત ગ્રંથકારશ્રી હવે પછીની ૯૯મી ગાથામાં વધારે સ્પષ્ટપણે જણાવે છે. | ૯૮.
गोचरस्त्वागमस्यैव, ततस्तदुपलब्धितः ।
चन्द्रसूर्योपरागादि-संवाद्यागमदर्शनात् ॥ ९९॥ ગાથાર્થ = આ અતીન્દ્રિય પદાર્થો આગમનો જ વિષય છે. કારણ કે આગમથી જ તે અતીન્દ્રિય વિષયની ઉપલબ્ધિ થાય છે. ચંદ્ર-સૂર્યનાં ગ્રહણ આદિ અતીન્દ્રિય અર્થોને સંવાદન કરનાર (યથાર્થપણે કહેનાર લૌકિક) આગમ (આ કાળે પણ) દેખાય જ છે. | ૯૯I
ટીકા -“વરસ્તુ,” જોવર: પુન:, “મમર્ચનતિકિયોડર્થ” | કૃત રૂાદ-‘તતસ્તદુપત્નશ્વિતઃ'. મામતિક્રિયાપત્નશ્વિતઃ | તિવાદ"चन्द्रसूर्योपरागादिसंवाद्यागमदर्शनात्", लौकिकोऽयमर्थ इति भावनीयम् ॥१९॥
વિવેચન -ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, આત્મા અને કાળ ઇત્યાદિ અતીન્દ્રિય પદાર્થો એ આગમમાત્રનો જ વિષય છે. કારણ કે તતડકતે આગમવચનોથી જ તદુપત્નશ્ચિત:= તે અતીન્દ્રિય પદાર્થોની ઉપલબ્ધિ થાય છે.
જે પુરુષ જે વિષયમાં નિષ્ણાત હોય, પૂર્ણ અનુભવી હોય, પૂર્વાપર સંકલનાયુક્ત જ્ઞાન જેણે મેળવ્યું હોય, તે જ પુરુષ તે વિષયમાં વિશ્વસનીય ગણાય છે. વગર વિચાર કરે તેની વાત માની લેવામાં જ આવે છે. જાપાન-અમેરિકા કે યુરોપ દેશમાં જઈને આવેલા નજરોનજરે નિહાળીને આવેલા પુરુષો તે દેશનું જે વર્ણન કરે છે. તે વર્ણન બુદ્ધિથી કદાચ ન બેસે તેવું હોય તો પણ માની લેવામાં જ આવે છે. કોઈપણ જાતનો તર્ક ત્યાં કરવામાં આવતો નથી. જેમ કે આ દેશોમાં જોઇને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org