________________
૩૪૧
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૯૬-૯૭
જલ ન હોવાથી અવશ્ય ભ્રમાત્મક છે. પરંતુ સંસારમાં તે તે પદાર્થ કે જળ જો હોત જ નહીં તો તે પદાર્થના વિષયવાળું અને જળના વિષયવાળું ભ્રમાત્મક જ્ઞાન પણ કેમ થાત ? આકાશપુષ્પ કે રાસભશૃંગના ભ્રમવાળું જ્ઞાન કોઇને કેમ થતું નથી ? ઇત્યાદિ સુયોગ્ય તર્ક ત્યારે જ બેસે અને સમજાય કે જ્યારે પોતાની મિથ્યામતિ મંદ થઇ હોય તો. અન્યથા આવા કુતર્કવાળા વાદીઓ વાદમાત્ર વડે કોનાથી જીતી શકાય? અર્થાત્ કોઇ વ્યક્તિથી જીતી શકાતા નથી.
સારાંશ કે દ્વિચંદ્રજ્ઞાન અને સ્વપ્નજ્ઞાનના દૃષ્ટાન્તના બળથી ઉત્પન્ન થયેલો આ કુતર્ક (અહીં નિદર્શન એટલે ઉદાહરણ, એ ઉદાહરણના સામર્થ્યથી ઉત્પન્ન થયેલો આ કુતર્ક) સર્વ પ્રકારનાં જ્ઞાનોની નિરાલંબનતાને (આલંબન રહિતતા-જ્ઞેય વિના જ્ઞાનમાત્ર જ છે એમ) સાધતો, સર્વે પણ જ્ઞાનો ઝાંઝવાના જલજ્ઞાનની જેમ મિથ્યાવિષયવાળાં અર્થાત્ વિષય વિનાનાં જ છે એમ અવિશેષપણે સાધતો આ વાદી ખરેખર (પોતાના મિથ્યાત્વની મંદતા વિના) કોના વડે જીતી શકાય? કોઇ વડે જીતી શકાતો નથી. માટે આવા કુતર્કોથી ઘણા જ દૂર રહેવું. કુતર્કોથી તત્ત્વની સિદ્ધિ થતી નથી. ઉલટો ભ્રમમાત્ર જ થાય છે. કદાગ્રહી અને કુતર્કી જીવો પોતાની માનેલી વાતને જેમ તેમ કરીને મારી મચડીને ખોટાં દૃષ્ટાન્તો રજુ કરીને તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ ભદ્રિક ભાવવાળા જીવોની વચ્ચે સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. તેવા જીવો કદાગ્રહી, કુતર્કી અને મદાંધ હોવાથી કોઇનાથી ભલે જીતી શકાતા નથી. પરંતુ તેવા કુતર્કોથી સાચું તત્ત્વજ્ઞાન થતું નથી. વાદવિવાદમાં સમય માત્ર જ જાય છે. અને સામાન્ય જીવો સંદેહમાં પડે છે. એ જ વાત ગ્રંથકારશ્રી પોતે હવે કહે છે. ॥ ૯૬।।
न चैवं तत्त्वसिद्धिरित्याह-—આવા પ્રકારના કુતર્કોથી વાસ્તવિક=પારમાર્થિક તત્ત્વની સિદ્ધિ થતી નથી. એમ ગ્રંથકારશ્રી જણાવે છે.
सर्वं सर्वत्र चाप्नोति, यदस्मादसमञ्जसम् ।
प्रतीतिबाधितं लोके, तदनेन न किञ्चन ॥ ९७॥
=
ગાથાર્થ જે કારણથી આવા કુતર્કથી સર્વ ઠેકાણે સર્વ વસ્તુ અસમંજસ (અતત્ત્વરૂપ) પણાને પામે છે અને લોકમાં પણ અનુભવની સાથે બાધા આવે છે. તે કારણથી આવા પ્રકારના આ કુતર્ક વડે કંઇ પ્રયોજન નથી. ॥ ૯૭॥
ટીકા -‘સ’-નિરવશેષ સાધ્યમિતિ પ્રમઃ, ‘‘સર્વત્ર -’’-સર્વત્રવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org