________________
૧૯૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૮ યોગીઓ પ્રત્યે અતિશય બહુમાન હોય છે. હાર્દિક પૂજ્યભાવ સહિત અંતરંગ અતિશય બહુમાન થાય છે. બહુમાન હોવાથી કહ્યા વિના જ તે યોગીઓની સેવા-ભક્તિમાં અને વૈયાવચ્ચમાં આ જીવ જોડાઈ જાય છે. ઓતપ્રેત બની જાય છે. સેવાથી રંગાઈ જાય છે કે જે સેવા-ભક્તિ તે આત્મામાં દિન-પ્રતિદિન યોગવૃદ્ધિ કરાવનાર જ બને છે. અને સડસડાટ મોક્ષમાર્ગમાં આગળ વધારનાર બને છે. તે યોગી મહાત્માઓને યોગસાધનામાં અલ્પ પણ બાધા ન આવે તે રીતે સેવા-ભક્તિ-વૈયાવચ્ચ કરે છે અને મનમાં માને છે કે મારો જન્મ સફળ થયો, મને આવો લ્હાવો કયાંથી અને કયારે મળે ? આ કાર્યમાં મારા આત્માનો જ અનુગ્રહ (ઉપકાર) થાય છે એવી બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરે, પરંતુ આવા ઉપચાર દ્વારા સાધક સંત ઉપર મારા દ્વારા ઉપકાર કરાયા છે. એવો કનિષ્ઠ વિચાર તેને સ્વપ્નમાં પણ આવે નહીં.
યોગીમહાત્માઓની આવી તીવ્રભાવનાપૂર્વક કરાયેલી સેવાભક્તિથી એવું ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે કે જેના ઉદયકાળે ચક્રવર્તિત્વ અને દેવેન્દ્ર– આદિના સાંસારિક લાભો પણ યોગવૃદ્ધિની સાથે મળતા જ જાય છે. મોહના ક્ષયોપશમની વૃદ્ધિરૂપ હિતોદય પણ થતો જ જાય છે. પુણ્યોદયથી જેમ જેમ ઉંચા દેવલોકો મળે છે. તેમ તેમ મોહના ક્ષયોપશમ દ્વારા અલિપ્તતા પણ વધતી જ જાય છે. આ પ્રમાણે દ્રવ્યપુણ્ય અને ભાવપુષ્ય વધતાં રોગ શોક ભયાદિ તુચ્છ ઉપદ્રવો તો કયાંય ભાગી જ જાય છે. પોતે પણ વિશિષ્ટ પુણ્યોદયના વિપાકવાળો હોવાથી શિષ્ટોને પણ માનનીય બને છે. પોતે યોગમાં વિકાસ કરે છે અને યોગીઓની સેવાભક્તિ કરવા દ્વારા તેમના માર્ગને જ અનુસરે છે એટલે સંસારજન્ય ભયો તેને લાગતા નથી, તે ભયો તેને સતાવતા નથી, તે ભયોને જ જાણે આ મુમુક્ષુથી ભય લાગ્યો હોય તેમ ભાગી જાય છે. આ જીવ સતત જાગૃત રહે છે. તેથી ઉચિત કરવા લાયક ઉપાદેય કાર્યોમાં કંઇ પણ ચૂક્તો નથી. અને ભૂલેચૂકે પણ અનુચિતકાર્યમાં પ્રવૃત્તિ કરતો નથી.
પોતાનાથી જે અધિક યોગદશાવાળા મહાત્માઓ છે. તેમનામાં રહેલી પોતાનાથી અધિક ધર્મક્રિયામાં “આવી ક્રિયા મારામાં કયારે અને કેમ આવે” એવી લાલસા (અભિલાષા)વાળી તીવ્ર જિજ્ઞાસા હોય છે. અને મહાયોગીઓમાં તે જ ધર્મક્રિયા અધિક નિહાળવાથી પોતાનામાં કંઈકને કંઈક ખામીવાળી તે ક્રિયા દેખાય છે અને તેથી યોગીઓ ઉપર દ્વેષ થતો નથી એટલે ઈર્ષ્યા કે અદેખાઈ થતી નથી પરંતુ પોતાનામાં રહેલી ઉણપ પોતાને ડંખે છે ત્રાસ આપે છે. અને પ્રતિદિન આવા વિચારો જ કરે છે કે આ સમસ્ત સંસાર (પછી તે દુઃખવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org