Book Title: Yogadrushti Samucchay
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૯૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
લોભી કૃપણ દયામણોજી માયી મચ્છર ઠાણ | ભવાભિનંદી ભય ભર્યોજી અફલઆરંભ અયાણ । મનમોહન૦ ||૯|| એવા અવગુણવંતનુંજી પદ છે અવેદ્ય કઠોર
સાધુસંગ આગમતણોજી તે જીતે ધરી જોર | મનમોહન૦-||૧૦|| તે જીત્યે સહેજે ટળેજી વિષમ કુતર્ક પ્રચાર ।
દૂર નિકટ હાથી હણેજી જિમ એ બઠરવિચાર । મનમોહન૦|૧૧|| હું પામ્યો સંશય નહીંજી મૂરખ કરે એ વિચાર । આળસુઆ ગુરુ-શિષ્યનોજી તે તો વચન પ્રકાર । મનમોહન૦।।૧૨। ધી જે તે પ્રતિ આવવું જી આપમતે અનુમાન ।
આગમને અનુમાનથીજી સાચું લહે સુશાન । મનમોહન૦ ।।૧૩।। નહીં સર્વજ્ઞ જુજુઆજી તેહના જે વળી દાસ ।
ભગતિ દેવની પણ કહીજી ચિત્ર-અચિત્ર પ્રકાશ । મનમોહન૦ ।।૧૪।। દેવ સંસારી અનેક છેજી તેહની ભક્તિ-વિચિત્ર ।
એક રાગ પર દ્વેષથીજી એક મુગતિની અચિત્ર | મનમોહન૦ ||૧૫|| ઇન્દ્રિયાર્થગત બુદ્ધિ છેજી શાન છે આગમહેત |
અસંમોહ શુભકૃતિ ગુણેજી તેણે ફળભેદ સંકેત । મનમોહન૦।।૧૬।। આદર ક્રિયા-રતિ ઘણીજી વિઘન ટળે મિલે લચ્છી ।
જિજ્ઞાસા બુધસેવનાજી શુભકૃતિ ચિહ્ન પ્રત્યચ્છ | મનમોહન૦૧૭।। બુદ્ધિક્રિયા ભવફળ દીએજી જ્ઞાન-ક્રિયા શિવઅંગ । અસંમોહકિરિઆદીએજી શીઘ્ર મુગતિફળ રંગ | મનર્મોહન૦।।૧૮।। પુદ્ગલરચનાકારમીજી તિહાં જસ ચિત્ત ન લીન ।
એક માર્ગ તે શિવ તણોજી ભેદ લહે જગ દીન । મનમોહન૦।।૧૯।। શિષ્ય ભણી જિનદેશનાજી કહે જનપરિણતિ ભિન્ન ।
આઠ દૃષ્ટિની સજ્ઝાય
કહે મુનિની નયદેશનાજી પરમારથથી અભિન્ન । મનમોહન૦૨૦ના શબ્દભેદ ઝઘડો કિસ્સોજી પરમારથ જો એક ।
કહો ગંગા કહો સુરનદીજી વસ્તુ ફરે નહીં છેક | મનમોહન૦।।૨૧।। ધર્મક્ષાદિક પણ મિટેજી પ્રગટે ધર્મસંન્યાસ ।
તો ઝઘડા ઝોંટાતણોજી મુનિને કવણ અભ્યાસ । મનમોહન૦॥૨૨॥ અભિનિવેશ સઘળો ત્યજીજી ચાર લહી જેણે દૃષ્ટિ | તે લેશે હવે પાંચમીજી સુયશ અમૃતઘનવૃષ્ટિ । મનમોહન૦।।૨૩।
Jain Education International
...
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 623 624 625 626 627 628 629 630