Book Title: Yogadrushti Samucchay
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 622
________________ ગાથા : ૨ ૨૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૮૭ (૩) વિધિથી યુક્ત એવા આચાર્યો = અધ્યયન કરાવનારા સદ્ગુરુએ પણ વિધિપૂર્વક જ ગ્રંથ ભણાવવો. સાચા સદ્ગુરુ પ્રાપ્ત થવા પણ અતિદુર્લભ છે જેમ સુયોગ્ય શ્રોતા મળવા દુર્લભ છે. તેમ સુયોગ્ય ગુરુ મળવા પણ અતિશય દુર્લભ છે. યોગમાર્ગના યથાર્થ જાણ, જ્ઞાની, અનુભવી, ઉપશમ આદિ ભાવોથી અન્વિત, સમજાવવાની કળામાં કુશળ, લાગણીશીલ, સાચા હિતેચ્છુ, પરમવાત્સલ્યવારિધિ આવા સદ્ગુરુ હોવા જોઈએ. તે મળવા બહુ જ દુર્લભ છે. તેવા યોગાચાર્યોએ પણ વિધિપૂર્વક જ જ્ઞાનદાન કરવું. અન્યથા એટલે કે જો વિધિ સાચવવામાં ન આવે તો પ્રત્યપાય (વિપ્નો)નો સંભવ હોવાથી દોષ લાગે. માટે વિધિ બરાબર જાળવવી. (૪) ઉપયોગ છે સાર જેમાં એવા પ્રયત્નપૂર્વક જ્ઞાનદાન કરવું. અધ્યયન કરાવતી વેળાએ અતિશય ઉપયોગ રાખીને કામ કરવું. કારણકે યોગ્ય આત્માઓની સાથે ભેળસેળીયા વૃત્તિથી પણ આ ગ્રંથ અયોગ્ય આત્માઓના હાથમાં ન જાય તેની પૂરેપૂરી સાવધાની રાખવી. જો આવી સાવધાની રાખવામાં ન આવે અને અયોગ્યને અપાઈ જાય તો તેઓનું અહિત થવાનો મોટો ભય છે. માટે ઉપયોગ પૂર્વક જ્ઞાન-દાન કરવું. આ પ્રમાણે હૃદયમાં અલ્પમાત્રાએ પણ માત્સર્યભાવ લાવ્યા વિના, કલ્યાણકારી કાર્યોમાં આવનારા વિદ્ગોની પ્રશાન્તિ માટે વિધિ પૂર્વકતાથી યુક્ત એવા યોગાચાર્યોએ ઉપયોગપૂર્વક યોગ્ય આત્માઓને પરમ ઉદારતા સાથે મોકળા મનથી તે સર્વે આત્માઓનું હિત-કલ્યાણ થાય તે રીતે આ ગ્રંથ ભણાવવો. આ અન્તિમ ગાથામાં “પાર્થવિરા ''=પદમાં કહેલો વિરહ શબ્દ સૂરિપુરંદર, તાર્કિક-શિરોમણિ, ભાવિતયોગદશાપન્ન, પરમયોગી યાકિનીમહત્તરાસૂનું શ્રી હરિભદ્રસૂરિજીકૃત રચનાનો સૂચક છે. આ પ્રમાણે સુગૃહીતનામય ૧૪૪૪ ગ્રન્થ રચયિતા ૫. પૂઆચાર્યદેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કૃત ટીકા યુક્ત શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય નામના આ ગ્રન્થનું CD તથા તેની ટીકાનું સરળ ગુજરાતી વિવેચન નિર્વિપ્ન પૂર્ણ થયું.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 620 621 622 623 624 625 626 627 628 629 630