________________
૫૮૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૨૮
વિવેચન :- આ ગ્રંથની આ છેલ્લી ગાથા છે. ગ્રંથકારશ્રી પણ ઉત્તમ એવા યોગી મહાત્માઓને સ્વ-પર કલ્યાણકારી એવી હિતશિક્ષા જાણે જણાવતા હોય તેવા ભાવથી જણાવે છે કે
અયોગ્ય આત્માઓમાં અયોગ્યતા હોવાથી અવજ્ઞા આદિ થવાનો સંભવ છે. માટે આ ગ્રંથ શ્રવણનો નિષેધ કર્યો છે. પરંતુ યોગ્ય આત્માઓને આ ગ્રંથ શ્રવણ કરાવવામાં જરા પણ કચાશ રાખશો નહીં. યોગ્ય આત્માઓને અવશ્ય આપજો. યોગ્ય આત્માઓને આ ગ્રન્થનું શ્રવણ કરવા-કરાવવામાં નીચેની હકીક્તો ધ્યાનમાં રાખજો.
૧) માત્સર્યવિરહ = આ ગ્રંથ ભવરોગ મટાડવા માટે મહાઔષધ છે દુઃખ દૂર કરવામાં મહારત્નચિંતામણિ છે. આત્માર્થ સાધનાની ઇચ્છાઓ પૂરવામાં મહાકલ્પવૃક્ષ સમાન છે. કામધેનુ ગાય સમાન છે. તેથી અધ્યયન કરનારા યોગ્ય શ્રોતાઓ પ્રત્યે હૃદયમાં અલ્પ પણ “માત્સર્યભાવ” રાખ્યા વિના આ ગ્રંથ આપજો. છૂટે હાથે આપજો. જરા પણ સંકોચ ન કરજો. આ જ્ઞાનગંગાને તન-મનથી ચોતરફ ફેલાવજો. આળસ-પરિશ્રમ-ગણશો નહીં. આના જેવું પરોપકાર કરવાનું બીજું કોઈ કાર્ય નથી. માટે હૃદયમાં અલ્પ પણ ભાવ છુપાવ્યા વિના દિલાવર દિલ રાખીને યોગ્ય શ્રોતાજનોને આપજો. આ જ્ઞાનની પ્રભાવના પરમ ઉદારતા રાખીને કરજો. પરંતુ “જો આ ગ્રંથ હું ભણાવીશ” તો તે મોટો વિદ્વાન થઈ જશે. મારાથી વધારે નામના મેળવશે. હું ઝંખવાણો પડી જઇશ. તેઓની જ બોલબાલા થઈ જશે. આવી આન્તરિક “માત્સર્યવૃત્તિ” ન રાખશો. તેવી વૃત્તિ ત્યજીને આપજો. ગુણીઓના ગુણો ઉપર દ્વેષ કરવો તે માત્સર્યભાવ છે. ચિત્તમાં તેને અલ્પ પણ પ્રવેશ ન આપશો, તેવી રીતે હે યોગાચાર્યો! તમે યોગ્ય શિષ્યોને આ ગ્રંથનું શ્રવણ કરાવજો.
() કલ્યાણકારી કાર્યોમાં આવનારાં વિદનોની અત્યન્ત શાન્તિ માટે વિધિ પૂર્વક આપજો= યોગ્ય જીવોમાં પણ જ્યારે તત્ત્વ જાણવાની તમન્ના હોય ત્યારે, વિનય-વિવેકપૂર્વક સાંભળે ત્યારે, શાસ્ત્રમાં કહેલા અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હોય ત્યારે, એમ શુશ્રુષા-શ્રવણ-ગ્રહણ-ધારણા-વિજ્ઞાન-ઊહ-અપોહ-તત્ત્વાભિનિવેશ વગેરે બુદ્ધિના આઠ ગુણો યુક્ત વિધિપૂર્વક આ ગ્રંથ ભણાવવો. કારણ કે જો “અવિધિએ આપવામાં આવે તો વિનો આવવાનો સંભવ છે.” આવા ઉત્તમ મહાગ્રંથોનું અધ્યયન કરવું એ મહાકલ્યાણકારી કાર્ય છે અને મહાકલ્યાણકારી કાર્યોમાં જો અવિધિ સેવાય તો વિપ્નો આવવાનો સંભવ છે. જેમ વિદ્યાસાધના કરતાં જો અવિધિ સેવાય તો ભૂત-પ્રેત-વેતાળ આદિના ભયો આવે જ છે. આ કારણથી વિપ્નોની અત્યન્ત શાન્તિ થાય. તે માટે પૂરેપૂરી સાવધાની રખાય છે. તેવી રીતે અહીં પણ કોઇપણ પ્રકારનું નાનું-મોટું વિઘ્ન ન આવે તે માટે વિધિપૂર્વક ગ્રંથનું દાન કરજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org