________________
૫૮૨
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૨૬ પ્રશ્ન થાય છે કે અયોગ્ય આત્માઓનું શું? તેઓને આ ગ્રંથ ભણાવવો કે ન ભણાવવો? તેઓનો ટાળો કેમ કરો છો ? તેઓએ શું અપરાધ કર્યો છે? આવા પ્રશ્નનો ઉત્તર ગ્રંથકારે આ ગાથામાં અતિશય સ્પષ્ટ આપ્યો છે કે યોગધર્મ જાણનાર જ્ઞાની ગીતાર્થ એવા યોગાચાર્યો કહે છે કે “આ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ તેવા પ્રકારના અયોગ્ય આત્માઓને આપવો નહીં.”
યોગાચાર્યો સ્પષ્ટ ના કહે છે. પરંતુ ગ્રંથકર્તા શ્રીહરિભદ્રસૂરિજી મહારાજશ્રી તો આદરપૂર્વક-નમ્રતાપૂર્વક-હૃદયની કરુણા પૂર્વક કહે છે કે “અયોગ્ય આત્માઓને આ ગ્રંથ આપવા યોગ્ય નથી” ઉપરોક્ત “આપવો નહીં” અને “આપવા જેવો નથી” આ બન્ને વાક્યોમાં બીજું વાક્ય કોમળતા, કરુણા અને મીઠાશને દર્શાવનારું છે. કારણ કે તેઓ જાણે છે કે અયોગ્ય આત્માને આપવાથી તેઓનું હિત-કલ્યાણ થવાનું નથી. પરંતુ અહિતઅકલ્યાણ જ થવાનું છે. કારણ કે જેઓનું ઉદર મંદ પાચન શક્તિ ધરાવે છે, જેઓને સાદો પૌષ્ટિક ખોરાક પણ પચતો નથી. અજીર્ણ, વમન અને વારંવાર ઝાડા- ઉલટી જ થાય છે. તેવા મંદ પાચનશક્તિવાળાને “પરમાન્ન” તો પચે જ નહીં, તેથી અપાય જ નહીં. આપવું તે આરોગ્ય વધારનાર નથી પરંતુ આરોગ્ય બગાડનાર છે. તેવી રીતે આ ગ્રંથ ભણવાને માટે અનધિકારી આત્માને આ ગ્રંથ પઠન-પાઠન કરાવવા જેવો નથી. કારણ કે અયોગ્યતા હોવાના કારણે યોગદશાની યથાર્થ સાધના જીવનમાં લાવ્યા વિના “હું તો બધાં જ યોગશાસ્ત્રો ભણ્યો છું “મને તો બધું જ આવડે છે” ઇત્યાદિ કહેતો છતો જ્યાં ત્યાં યોગની મોટી મોટી વાતો કરતો જ ફરે છે અને પોતાની પંડિતાઈ જ ગાયા કરે છે. ઇત્યાદિ રીતે જ્ઞાનનું અજીર્ણ થયાનું જણાવે છે. હૃદયની અંદર વાસ્તવિક જ્ઞાનદશા પરિણામ પામ્યા વિના જ્ઞાનીઓમાં નામ ગણાવવાની મનોવૃત્તિથી પોતે પોતાના આત્માને વંચે છે. મેં યોગના ગ્રંથો વાંચ્યા છે એમ માને છે, પરંતુ મેં મારા આત્માને વંચ્યો છે. એમ તે જાણતો નથી. આવા ગ્રંથો ઉપરછલ્લા ભણી માત્ર વાણીની મીઠાશથી જનને વેચે છે. તેથી આવા અયોગ્ય જીવો પરમાન્નતુલ્ય મહાગ્રંથના અધિકારી કેમ હોય? ઉપાધ્યાયજી મ.શ્રીએ સાડાત્રણસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે
નિજ ગણ સંચે મન નવિ પંચે, ગ્રંથ ભણી જન વંચે / લંચે કેશ ન મુંગે માયા, તો ન રહે વ્રત પંચે છે
| | આઠ દૃષ્ટિની સઝાય | ગુહ્ય ભાવ એ તેને કહીએ, જેહશું અંતર ભાંજે જી / જેહશું ચિત્ત પટંતર હોવે, તેહશું ગુહ્ય ન છાજે જી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org