Book Title: Yogadrushti Samucchay
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 615
________________ ૫૮O યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૨૫ ટીકા - “શ્રવજે'' શ્રવવિષયે, પ્રાર્થના” “સુ” મયુ: | “ર દિ योग्याः कदाचन"शुश्रूषाभावेन स्वतः प्रवृत्तेः । तथा चाह-"यत्नः कल्याणसत्त्वानां" પુવતાં, “મહારત્ન'' ચિન્તામવિવિષયે, “સ્થિત યતઃ” તથરત્યયોન, पक्षपातादेरपि जन्मान्तरावाप्तिश्रुतेः ॥ २२५॥ વિવેચન :- ઉપર સમજાવ્યા પ્રમાણે જે કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી મહાત્માઓ છે અર્થાત્ જે યોગવિષયક શાસ્ત્ર સમજવાને યોગ્ય છે. આત્માર્થી મુમુક્ષુ અને પરમાર્થપદના વાંછુક છે. તેવા યોગ્ય આત્માઓને આ ગ્રંથના શ્રવણ-પઠન-પાઠન વિષે પ્રાર્થના કરવાની હોતી નથી. હે કુલયોગી મહાત્માઓ “હે પ્રવૃત્તચક્ર યોગીઓ! હે મુમુક્ષુ આત્માઓ! હે યોગમાર્ગના જિજ્ઞાસુ આત્માઓ! તમે સર્વે અમારો આ ગ્રંથ બરાબર સાંભળજો. બરાબર પઠન-પાઠન કરજો. આ ગ્રંથમાં ઘણું રહસ્ય ભરેલું છે. આવા પ્રકારની વિનંતિ કરવાની હોતી નથી. તેઓને પ્રાર્થના કરવી પડતી નથી. કારણ કે તે મહાત્માઓ “શુશ્રુષા'= સાચી અંતરંગ ભાવપૂર્વકની તત્ત્વ સાંભળવાની તમન્નાવાળા જ હોય છે. એટલે સ્વતઃ પોતાની મેળે જ (પરની પ્રેરણા વિનાજ) તત્ત્વશ્રવણની જ્યાં જ્યાં પ્રાપ્તિ થાય તેવા યોગો હોય છે. ત્યાં પ્રવર્તતા જ હોય છે. સજ્જન પુરુષોની સન્શાસ્ત્રશ્રવણમાં સ્વતઃ જ પ્રવૃત્તિ હોય છે. જે કલ્યાણસર્વ જીવો છે તે કલ્યાણ સત્ત્વ જીવોનો ચિંતામણિ આદિ મહારત્નોની પ્રાપ્તિના વિષયમાં સદા પ્રયત્ન રહેલો જ હોય છે. અહીં “કલ્યાણ” કરવાના અર્થી જીવો અથવા જેઓનું નિયમાં કલ્યાણ થવાનું જ છે તેવા આત્માઓ આત્મકલ્યાણના હેતુભૂત ચિંતામણિ આદિ મહારત્નો મેળવવાનો જો કોઈ સ્થાને યોગ દેખાય તો તે વિષયમાં સદા પ્રયત્નયુક્ત જ હોય છે. તેવા વિષયમાં પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો તે તેઓનો ઔચિત્યયોગ છે. તેઓનું તેમ કરવું તે ઉચિત પ્રવૃત્તિ જ છે. કારણ કે જે જેનો અતિશય અર્થી હોય છે તેને તે મળવાના પ્રસંગો જ્યારે સાંપડે છે. ત્યારે તે અલ્પ પણ પ્રમાદ કર્યા વિના પરની પ્રેરણાની અપેક્ષા રાખ્યા વિના સામેથી દોડી જઈ તે તે લભ્ય વસ્તુને પ્રાપ્ત કરી લેવા તત્પર જ હોય છે. તેથી તેઓ માટે આ ઉચિત જ કહેવાય છે. તેવી રીતે આત્માર્થી મુમુક્ષુ માટે આ ગ્રંથ પણ ચિંતામણિ રત્ન તુલ્ય છે. બલ્ક તેથી પણ અધિક છે. કારણ કે ચિંતામણિ આદિ રત્નો વર્તમાનભવના સાંસારિક દુઃખોનો જ ઉચ્છેદ કરનારાં છે. જ્યારે આ ગ્રંથનું શ્રવણ અને પઠન-પાઠન ભવોભવનાં દુઃખોનો ઉચ્છેદ કરનારું છે. સર્વથા દુઃખનો ઉચ્છેદ કરી અનંતસુખયુક્ત એવું મુક્તિપદ આપનારું છે. માટે તેઓની આવા ગ્રંથોના શ્રવણમાં સહજપણે પ્રવૃત્તિ હોય જ છે. પ્રેરણા કરવાની રહેતી જ નથી. આવા સજ્જન પુરુષોને હૈયામાં યોગવિષયક શાસ્ત્રો સાંભળવાનો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630