________________
પ૭૮
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૨૪ ટીકા -“લઘતઋચ” સત્ત્વવિશેષી, “નઃ” પ્રવેશાત્મવત્ | તમિત્યદ-“અન્ય સ્ત્ર વિનાશિ ૪' સ્વરૂપે ! “વિપરીતનિ માનો.” વહૂવિનાશિ વાહિત્યતિ | ફત્યેવં, “ભવ્યમિ'' ધિત પક્ષપાતાફેથિવિ, “” તત્ત્વનીચેતિ | ર૨૪
વિવેચન - ઉપર કહેલ સૂર્ય અને આગીયાના દૃષ્ટાન્તને આ ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. ખદ્યોતક તે એક પ્રકારનું નાનું જીવડું છે. કે જેને લોકો આગીઓ કહે છે. તે ખદ્યોતકનું તેજ જે પ્રકાશાત્મક છે. તે અતિશય અલ્પ છે. તેટલા ભાગમાં જ પ્રકાશ પાથરનારૂં છે અને તે પણ મન્દ મન્દ પ્રકાશ આપનાર છે. પ્રકાશ આપ્યો ન આપ્યો અને તુરત જ વિનાશ પામનારૂં, ફરી ફરી અલ્પ અલ્પ પ્રકાશપણે ચમકે છે અને ચમકતાંની સાથે જ તુરત વિલય પામી જાય છે. જ્યારે સૂર્યનો પ્રકાશ તેનાથી વિપરીત છે આખા જગતને અતિશય તીવ્ર પ્રકાશ આપે છે. જેમાં વિશ્વના સમસ્ત લોકો વસ્તુઓ જોઈ શકે છે અને પોતાના વ્યવહાર કરી શકે છે. વળી તે સૂર્યનો પ્રકાશ ઘણા લાંબા ટાઇમ સુધી રહેનાર છે એટલે સૂર્યનો પ્રકાશ બહુ છે અને અવિનાશી છે.
આ પ્રમાણે તાત્વિક વિષયનો પક્ષપાત અને આવા પ્રકારની (ભાવશૂન્ય) ક્રિયા વગેરેનો ભેદ પંડિત પુરુષોએ તાત્ત્વિક નીતિથી (નિશ્ચયનયની દૃષ્ટિથી) (પારમાર્થિક દૃષ્ટિથી) વિચારવો. અહીં તાત્ત્વિકપક્ષપાત એ સૂર્યસમાન છે અને ભાવશૂન્ય ક્રિયા એ ખદ્યોતક સમાન છે. ઉપરની વાતનો સાર એ છે કે ભાવશૂન્ય જે ક્રિયા છે. તે કાયિક ક્રિયા માત્ર જ હોવાથી માન-માયા આદિ કષાયોના કારણે આત્મ-કલ્યાણની પ્રાપ્તિનું અવધ્ય કારણ બનતી નથી. તેથી ક્રિયાકાલે ક્રિયાનો રંગ આવે છે. પરંતુ શેષકાળે પુનઃ શુષ્ક બની જાય છે. તેથી તેનો રંગ અલ્પ છે અને વિનાશી છે. જ્યારે તાત્વિક પક્ષપાત જે છે. તેનાથી સદા હૃદય ભીનું ભીનું સંવેગ-વૈરાગ્યવાળું રહે છે. અને વર્ષો સુધી પણ રહે છે અને ભવાન્તરમાં પણ સાથે આવે છે તથા તેના સંસ્કાર દ્વારા ચારિત્રની પ્રાપ્તિ થતાં અલ્પકાળમાં જ મુક્તિપદ પ્રાપ્ત થાય છે. તેથી તે ભાવ બહુ કિંમતી છે અને અવિનાશી છે.
આ કારણથી જ જૈનશાસ્ત્રોમાં જ્ઞાની પુરુષોએ ઉચ્ચકોટિની ધર્મક્રિયા કરનાર મિથ્યાષ્ટિ જીવોની પ્રશંસા કરી નથી. તથા આરાધક પણ કહ્યા નથી. અને ચારિત્રના આચરણ વિનાના હોવા છતાં પણ ચોથા ગુણસ્થાનકવર્તી સમ્યગ્દષ્ટિજીવોની પ્રશંસા કરી છે. કારણ કે મિશ્રાદષ્ટિજીવોની ઉચ્ચકોટિની પણ ક્રિયા ભાવથી શૂન્ય છે. જ્યારે ચોથા ગુણસ્થાનકના જીવોમાં વિરતિની ક્રિયા ન હોવા છતાં પણ તાત્ત્વિક પક્ષપાત છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org