________________
ગાથા : ૨૨૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
પ૭૭
ભવાન્તરોમાં પ્રાપ્ત થાય એવી તીવ્ર ઇચ્છાપૂર્વકનો હોય છે. જેથી બીજાધાન કરાવનારો અને કાલાન્તરે યોગપ્રાપ્તિ કરાવવા દ્વારા મુક્તિ અપાવનારો પણ બને છે. તેથી આ તાત્વિક પક્ષપાત (ધર્મક્રિયાનું વિશિષ્ટાચરણ ન આવ્યું હોય તો પણ) એ ઝળહળતા સૂર્ય સરખો અતિશય દેદીપ્યમાન છે. પરંતુ હૃદયની ભાવનાથી શૂન્ય એવી કરાતી ધર્મ ક્રિયા દંપૂર્વકની, માન વધારનારી, પોતાને વિશિષ્ટગુણવાનું મનાવનારી, અને અન્યગુણવંતા પુરુષો પ્રત્યે ક્રિયાહીનતા દેખીને હીનતાબુદ્ધિ કરાવનારી હોય છે. જેથી આગીયા સમાન અલ્પ અને તુચ્છ પ્રકાશવાળી છે. તાત્ત્વિક પક્ષપાતમાં પરિણતિની શુદ્ધિ છે, જે કાળાન્તરે પણ પ્રવૃત્તિની શુદ્ધિ લાવે જ છે. જ્યારે ભાવશૂન્ય ક્રિયા એ પ્રવૃત્તિમાત્રની જ શુદ્ધિ છે જે કાલાન્તરે પણ પરિણતિને સુધારતી નથી પરંતુ માનાદિ કષાયો લાવવા દ્વારા પરિણતિને બગાડે છે. તાત્ત્વિક પક્ષપાત એ મનશુદ્ધિ છે અને ભાવશૂન્ય ક્રિયા એ માત્ર કાય શુદ્ધિ છે. આ પ્રકારે સમજતાં પણ બન્નેની વચ્ચેનું અંતર સમજાશે. કહ્યું છે કે
નાણ રહિત જે શુભક્રિયા, ક્રિયા રહિત શુભ નાણ | યોગદષ્ટિ સમુચ્ચય કહીઉં, અંતર ખજુઆ ભાણ ૧૫-૩ ! ખજુઆ સમી કિરિઆ કહી, નાણ ભાણ સમ જોય | કલિયુગ એહ પટંતરો, વિરલા બુઝે કોઈ ૧૫-૪ | ક્રિયા માત્ર કૃત કર્મક્ષય, દદદૂર ચૂર્ણ સમાન છે. જ્ઞાન કીલું ઉપદેશપદિ, તાસ છાર સમ જાણ | ૧૫-૫ | નાણ પરમ ગુણ જીવનો, નાણ ભવાર્ણવ પોત | મિથ્યામતિ તમ ભેદવા, નાણ મહા ઉદ્યોત | ૧૫-૮ | નાણ રહિત હિત પરિહરી, અજ્ઞાન જ હઠ રાતા / કપટ ક્રિયા કરતા યતિ, ન હુઈ જિનમતિ માતા / ૧૫-૧૧|
(પૂ. ઉપાધ્યાયજી મ. કૃત દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧૫) તથા વહિં સૂર્ય અને ખદ્યોતની જેમ આ વિવક્ષિતભાવોમાં મોટું અંતર કેમ છે? તે સમજાવે છે.
खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशि च ।
विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥ २२४॥
ગાથાર્થ = આગીયાનું જે તેજ છે તે પ્રમાણમાં અલ્પ છે અને વિનાશી છે. સૂર્યનું તેજ તેનાથી વિપરીત છે. એમ પંડિત પુરુષોએ જાણવું. / ૨૨૪ યો. ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org