________________
પ૭પ
ગાથા : ૨૨૨
યોગદૃષ્ટિ સમુચ્ચય ચૂકયા હોવાથી કંઈ પણ પ્રયોજન શેષ ન હોવાથી આ ગ્રંથના પઠન-પાઠન-શ્રવણ માટે અધિકારી નથી. પરંતુ બેને છોડીને વચ્ચેના જે કુલયોગી અને પ્રવૃત્તચયોગી મહાત્માઓ છે અને તેમાં પણ જેઓ મારાથી પણ જડબુદ્ધિવાળા (અલ્પબુદ્ધિવાળા) છે તેઓને આ ગ્રંથથી અવશ્ય લેશથી પણ ઉપકાર થશે. અહીં ગ્રંથકારે પોતાની કેટલી લઘુતા જણાવી છે? આટલી બધી નમ્રતા આવા મહાત્મા યોગી પુરુષોમાં જ સંભવે છે. પોતે અનેક ગ્રંથોના રચયિતા છે. મહાત્ સાહિત્યસર્જક છે. વિન્શિરોમણિ છે. છતાં પોતાને પણ જડબુદ્ધિ વાળા માને છે. કારણ કે એવો ઉલ્લેખ કરે છે કે મારાથી પણ જેઓ વધારે જડબુદ્ધિવાળા છે” તેઓને આ ગ્રંથથી અવશ્ય ઉપકાર થશે. તેનો ભાવાર્થ એવો છે કે હું પણ જો કે જડબુદ્ધિવાળો જ છું તો પણ મારી આ રચના મારાથી અધિક જડબુદ્ધિવાળાને ઉપકારક થશે. વાહ! વાહ! કેટલી અને કેવી લઘુતા! ધન્ય છે આવા ગંભીર-ધીર-ઉત્તમોત્તમ મહાપુરુષને
તત્ત્વથી વિચારીએ તો બારમા ગુણસ્થાનક સુધીના આત્માઓ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવવાળા જ હોય છે. ગમે તેટલા જ્ઞાની હોય, ચૌદપૂર્વધર હોય કે ગણધર હોય કે અનેક ગ્રંથ રચયિતા હોય તો પણ ક્ષાવિકભાવના નિરાવરણ જ્ઞાનની અપેક્ષાએ તો અલ્પજ્ઞાનવાળા જ=જડબુદ્ધિવાળા જ છે. આવી દૃષ્ટિ રાખીને ગ્રંથકાર પોતાને જડબુદ્ધિવાળા કહે તે આવા મહાત્મા પુરુષોને જ ઉચિત છે.
પ્રશ્ન :- આ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથથી કુલયોગી વગેરે આત્માઓને કેવી રીતે ઉપકાર થશે ?
ઉત્તર :- તે બન્ને યોગી મહાત્માઓ અનુક્રમે યોગદશા પ્રાપ્તિની ઇચ્છાવાળા અને પ્રવૃત્તિવાળા હોવાથી યોગદશાની કથાના અત્યન્ત પ્રેમી છે. અને આ ગ્રંથ પણ યોગના સ્વરૂપને જ સમજાવનારો છે. તેથી આ ગ્રંથનું વારંવાર પુરુષો પાસેથી શ્રવણ કરવાથી પઠન-પાઠન કરવાથી તેનું વારંવાર ચિંતન-મનન કરવાથી તેના પ્રત્યેનો અતિશય પક્ષપાત થવાથી, તેના પ્રત્યે અતિશય આદર-બહુમાનભાવ અને પૂજ્યભાવ પ્રગટ થવાથી તેવું આચરણ કરવાની શુભ ઇચ્છા પ્રગટ થવાથી તે આત્માઓમાં ધર્મબીજની વૃદ્ધિ થશે.
પૂર્વે ગાથા ૨૩ આદિમાં યોગબીજોનું વર્ણન કરેલું છે. તેમાં ધર્મશાસ્ત્રનું વારંવાર શ્રવણ એ પણ ઉત્તમ યોગબીજ છે. કારણ કે તેનાથી આત્મામાં ધર્મતત્ત્વની પુષ્ટિ અને વૃદ્ધિ અવશ્ય થાય છે. તેથી આ પણ મહા ધર્મગ્રંથ છે. આત્મદષ્ટિ ખોલનારો અને ખીલવનારો આ ગ્રંથ છે. પરમાર્થતત્ત્વ સમજાવનારો આ ગ્રંથ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org