________________
ગાથા : ૨૨૬
યોગદષ્ટિ સમુચ્ચય
૫૮૧
પઠન-પાઠન કરવાનો તથા તદુક્તાચરણ આચરવાનો પક્ષપાતાદિ હંમેશાં હોય જ છે. પક્ષપાત-રુચિ-પ્રીતિ-હાર્દિક પૂજ્યભાવ-અને બહુમાનાદિ હોય છે. તેના કારણે જ તેવા સજ્જન પુરુષોને જન્માન્તર (બીજા ભવ)માં પણ બાલ્યવયથી સંવેગ-નિર્વેદના પરિણામપૂર્વક આ યોગધર્મની પ્રાપ્તિ થાય છે. એવું શાસ્ત્રોમાં સંભળાય છે. અનુભવ પણ એવા થાય જ છે કે જેને જેના ગાઢ સંસ્કાર હોય છે તેને ભવાન્તરમાં તે અવશ્ય મળે જ છે. જેમ બાલ્યવયના ગાઢસંસ્કારવાળા ભાવો યુવાવસ્થામાં અને યુવાવસ્થાના ગાઢ સંસ્કારવાળા ભાવો વૃદ્ધાવસ્થામાં અનુભવાય જ છે. તેવી રીતે આ ભવના ગાઢ પક્ષપાતાદિ સંસ્કારોથી ભવાન્તરમાં લઘુવયથી યોગધર્મની પ્રાપ્તિ પણ અવશ્ય થાય છે. / રર૫ / अयोग्यदानदोषपरिहारमाह
જો યોગ્યને આ ગ્રંથના શ્રવણની પ્રાર્થના કરવાની આવશ્યકતા ન હોય તો અયોગ્ય આત્માઓને આ ગ્રંથના શ્રવણની પ્રાર્થના તો કરો, કે જેથી તે અયોગ્ય આત્માઓ આવા મહત્તમ ગ્રંથશ્રવણ કરીને યોગ્ય બને. જેથી સ્વ-પર ઉપકાર કરવાનો આ ગ્રંથથી લાભ થાય. તેનો ઉત્તર ગ્રંથકારશ્રી આ ગાથામાં આપે છે કે અયોગ્ય આત્માઓને આ ગ્રંથનું દાન કરવામાં આવે તો દોષ જ લાગે. તેથી તેવો દોષ ન લાગે તે માટે અર્થાત્ દોષપરિહાર માટે જણાવે છે કે
नैतद्विदस्त्वयोग्येभ्यो, ददत्येनं तथापि तु ।
हरिभद्र इदं प्राह, नैतेभ्यो देय आदरात् ॥ २२६॥ ગાથાર્થ = યોગના ગ્રંથોને જાણનારા જ્ઞાની પુરુષો (યોગાચાર્યો) જો કે પોતે સ્વયં અયોગ્ય આત્માને આ યોગ ગ્રંથ આપતા નથી. તો પણ ગ્રંથકારશ્રી હરિભદ્રસૂરિ મહારાજા આદરપૂર્વક આ પ્રમાણે જણાવે છે કે આ યોગદૃષ્ટિસમુચ્ચયગ્રંથ તેવા અયોગ્ય આત્માઓને ન આપશો. ૨૨૬ |
ટીક - “નૈતિકાવ:” મોઝેડજોખ્યો, “તિ'' ચંન્તિ, ન'' યોઝિસમુચારä પ્રસ્થમ્ ! “તથાપિ તુ'' વિર વ્યવસ્થિત | “રિસો' , “ફ પ્રદ” વિક્રમાદિ- તમ્યઃ” યોથે...., “ઃ' માં યોગદષ્ટિપુષ્ય, “વિત્'' મારે ઢું પ્રદ | રર૬
વિવેચન :- યોગધર્મ સમજવાને માટે યોગ્ય આત્માઓને આ ગ્રંથ લેશથી પણ ઉપકારક થશે એમ સમજી તેઓને આ ગ્રંથશ્રવણની અનુજ્ઞા ગ્રંથકારે કરી. પરંતુ તેઓ યોગ્ય હોવાથી, સ્વયં પોતે યોગધર્મના અભિલાષક હોવાથી, પરપ્રેરણા વિના જ આવા કાર્યમાં પ્રવૃત્તિ કરતા હોવાથી, તેઓને પ્રાર્થના કરવાની રહેતી નથી. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org