________________
પ૭૪ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૨૨ ઉત્તર :- શાસ્ત્રોમાં ધર્મશબ્દના પ્રયોજનવશથી અનેક અર્થો જોવા મળે છે. જેમ કે, અહિંસા – સંયમ અને તપ એ ધર્મ છે. દાન, શીયળ, તપ અને ભાવ એ ધર્મ છે. આશ્રવનો ત્યાગ અને સંવર-નિર્જરાનો આદર એ ધર્મ છે. જિનેશ્વર ભગવાનની આજ્ઞા પાળવી તે ધર્મ છે. એમ અનેક વ્યાખ્યા જોવા મળે છે. ષોડશક પ્રકરણમાં પૂ. હરિભદ્રસૂરિજી મ.શ્રીએ ધર્મશબ્દની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે.
પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત એ જ ધર્મ છે” પુણ્યની વૃદ્ધિ તે પુષ્ટિ, અને પાપક્ષયજન્ય આત્મનિર્મળતા તે શુદ્ધિ. આવા પ્રકારની પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત તે જ ધર્મ છે. આ બન્ને ભાવો અનુબંધવાળા થયે છતે અનુક્રમે પરમ એવું મુક્તિપદ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે
પુષ્ટિ પુષ્કોપ : શુદ્ધિ, પાપક્ષ નિર્માતા | अनुबन्धिनि द्वयेऽस्मिन्, क्रमेण मुक्तिः परा ज्ञेया ॥ ३-४॥
આ પ્રમાણે ચાર પ્રકારના યોગી અને ત્રણ પ્રકારના અવંચકભાવનું સ્વરૂપ કહ્યું ર ૨૧ एवमेषां स्वरूपमभिधाय प्रकृतयोजनमाहઆ પ્રમાણે યોગીઓનું સ્વરૂપ કહીને પ્રસ્તુત ગ્રંથમાં તેની યોજના કરતાં કહે છે કે
कुलादियोगिनामस्मान्मत्तोऽपि जडधीमताम् ।
श्रवणात्पक्षपातादे-रुपकारोऽस्ति लेशतः ॥ २२२॥ ગાથાર્થ = મારાથી પણ અલ્પ બુદ્ધિવાળા એવા કુલયોગી અને આદિ શબ્દથી પ્રવૃત્તચક્રયોગી મહાત્માઓને આ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથથી શ્રવણ દ્વારા તથા યોગનો પક્ષપાત-ઇચ્છા-સ્વીકાર આદિ દ્વારા અંશથી અવશ્ય ઉપકાર થશે જ. ૨૨૨ા
ટીકા-“રુત્સિંગિન' ૩તિનક્ષનાં, “મ” યોગદષ્ઠિસમુચ્ચયાત, “મોળ” સવાશાત્ નથી તા” મચેલામ્ ! નિત્યાદ-“શ્રવા, શ્રવન પક્ષપાત ” પક્ષપાતાભેછા, “૩૫જાતિ નેતિઃ' તથા बीजपुष्टया ॥ २२२॥
વિવેચન :- પૂર્વે ચાર પ્રકારના યોગી આત્માઓ સમજાવ્યા છે તેમાં સૌથી પ્રથમ જે ગોત્રયોગી છે તે નામમાત્રથી જ યોગી હોવાથી અને યોગદશા તરફના અલ્પાંશે પણ લક્ષ્યવાળા ન હોવાથી આ ગ્રંથના પઠન-પાઠન અને શ્રવણ માટે અધિકારી નથી. તથા અન્તિમ જે નિષ્પન્નયોગી છે. તેઓ પોતે યોગદશા પ્રાપ્ત કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org