________________
૫૭૬
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨ ૨ ૨-૨૨૩ સ્વરૂપનું લક્ષ્ય કરાવનારો અને તે તરફ અધિક પ્રેરણા કરનારો આ ગ્રંથ છે. તેથી આ ગ્રંથના વારંવાર શ્રવણ-પક્ષપાત-શુભેચ્છા-મનન અને આચરણ દ્વારા અવશ્ય ઉપકાર કરનારો આ ગ્રંથ ધર્મબીજની પુષ્ટિ-વૃદ્ધિ કરવા દ્વારા અવશ્ય ઉપકારક થશે જ.
(ખરેખર મારા ઉપર પણ આ ધર્મગ્રંથથી ઘણો ઘણો ઉપકાર થયો છે. આ ગ્રંથ તથા યોગશતક અને યોગબિન્દુ આદિ ગ્રંથ જ્યારે ભણાવવા દ્વારા વાંચ્યા ત્યારથી જ તેમાં આલેખિત ભાવો હૃદયસ્પર્શ થયા. વારંવાર તેનું પઠનપાઠન કરવા-કરાવવાનું જ મન થયું. અને મન તથા જીવન ઉપર ઘણા અંશે અવશ્ય ઉપકાર થયો જ છે. તેથી તેનાથી પ્રેરાઈને જ આ ગ્રંથોની ટીકાનું ગુજરાતી વિવેચન લખવા પ્રેરાયો છું. યોગવિંશિકા- અને યોગશતકનું વિવેચન લખી પ્રકાશિત કરીને આ ત્રીજા યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથનું વિવેચન લખ્યું છે. આ વિવેચન લખતાં આત્મામાં જે અદ્ભુત ભાવો સ્ફર્યા છે તે શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. તેથી ઉપકારી એવા આ ગ્રંથને અને ગ્રંથ-રચયિતાને હૃદયના ભાવ અને બહુમાનપૂર્વક પુનઃ પુનઃ વંદના કરું છું.) ૨૨૨ कः पक्षपातमात्रादुपकार इत्याशङ्कापोहाय आहપક્ષપાતમાત્રથી શું ઉપકાર થાય ? એવી આશંકાને દૂર કરવા કહે છે.
तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया ।
अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥ २२३॥ ગાથાર્થ = તાત્વિક એવો પક્ષપાત, અને ભાવશૂન્ય એવી જે ક્રિયા, આ બન્નેની વચ્ચે સૂર્ય અને ખદ્યોત (આગીયા) જેટલું અંતર જાણવું. ૨૨૩/
ટીકા “તાત્તિ: પક્ષપાતષ્ઠ” પરમર્થિત કૃત્યર્થ / “મવા ૪ થી ક્રિયા” તિ, “મનયોરન્તઃ '' વરિત્યાદિ-“માનુલતયરિવ'' महदन्तरमित्यर्थः ॥ २२३॥
વિવેચન :- આ યોગધર્મ પ્રત્યેનો હૃદયમાં રહેલો તાત્ત્વિક (સાચો પારમાર્થિક) એવો જે પક્ષપાત છે. અને ભાવશૂન્ય જે ધર્મની ક્રિયા છે. તે બન્નેમાં સૂર્ય અને ખજુઆ (આગીયા) સમાન અંતર છે. યોગમાર્ગ પ્રત્યેનો પારમાર્થિક જે પક્ષપાત છે. તે તેના પ્રત્યેના પ્રેમ-રુચિ- અને ઉપકારકતા બુદ્ધિ પૂર્વકનો જ હોય છે. તેથી આ યોગદશા જેનામાં પ્રગટી હોય છે તેવા મહાત્માઓ પ્રત્યે પૂજ્યભાવવાળો અને પોતાને પણ નિકટગામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org