________________
૫૭૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૨૦-૨૨૧ મહાત્માઓ પ્રત્યે મનથી અત્યન્ત બહુમાનભાવ, પૂજ્યભાવ અને અહોભાવવાળો થાય છે. વચનથી તેઓની સ્તુતિ, ગુણોની પ્રશંસા અને સર્વત્ર યશોવાદ ગાય છે. તથા કાયાથી પ્રણામ-નમસ્કાર- વંદના-સેવા- ભક્તિ અને વૈયાવચ્ચ કરે છે. પ્રતિદિન પ્રણામ આદિ કરવાનો નિયમ કરે છે. આવા પ્રકારનો અન્નદઢ-મજબૂત સામર્થ્યવાળો એવો આ ક્રિયાવંચક યોગ કહેવાય છે. ભાવયોગી એવા સપુરુષોને હૃદયપૂર્વક પ્રણામાદિ કરવાથી ભવોભવમાં તેનો પુનઃપુનઃ યોગ સુલભ બને છે.
આવા પ્રકારનો સપુરુષોનો યોગ અને તેઓની સપુરુષ તરીકેની ઓળખાણ તથા તેઓને ભાવથી પ્રણામાદિ કરવાના પરિણામ વગેરે ઉત્તમ ભાવો પ્રાય: ઉચ્ચકુળમાં જન્મેલા આત્માઓને જ પ્રાપ્ત થાય છે. તેથી નીચગોત્ર આદિ પાપકર્મોનો ક્ષય કરાવનાર આ યોગ છે. કારણ કે જો નીચગોત્રાદિ પાપકર્મોનો ક્ષય ન થયો હોય તો ત્યાં જન્મ ધારણ કરવો જ પડે. અને ત્યાં આવા અવંચક યોગની પ્રાપ્તિ થતી નથી. તેથી નીચગોત્ર આદિ પાપકર્મોનો ક્ષય કરાવનારો અને ઉચ્ચકુલમાં જન્મપ્રાપ્તિ આદિ ઉત્તમભાવોને અપાવનારો આ અવંચક યોગ છે કે જેનાથી અલ્પકાળમાં જ અનાયાસે મુક્તિરૂપ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
તથા જે ઉત્તમ પુરુષને સેવે તે અવશ્ય ઉત્તમ થાય છે. ઉત્તમ પુરુષોની સેવા કરતાં આ આત્મા પણ ઉત્તમ બને જ છે. પૂજ્યની પૂજા કરતાં કરતાં પૂજક પણ પૂજ્ય બને જ છે. આ કારણથી પણ નીચગોત્ર આદિ પાપકર્મોનો અવશ્ય ક્ષય થાય છે. કારણ કે નીચગોત્રનો ક્ષય થાય તો જ ઉત્તમ થવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઉત્તમ ગુણ અનુરાગથી સાહેલડી) લહીએ ઉત્તમ ઠામ રે ગુણo | ઉત્તમ નિજ મહિમા વધે સાહેલડી) દીપે ઉત્તમ ધામ રે ગુણo || પૂ.ય.મ. ||
યોગાવંચક તે ધનુષ્યમાં બાણ ગોઠવવા સ્વરૂપ છે અને ક્રિયાવંચક તે લક્ષ્ય ભણી બાણ છોડવા રૂપ અને બાણની સડસડાટ ગતિ રૂપ છે. જેનાથી મુક્તિપ્રાપ્તિ રૂપ લક્ષ્ય પ્રાપ્તિ અવશ્ય થવાથી ફળાવંચક્તા આવે જ છે. જ્યારે બાણની ગતિ યથાર્થ લક્ષ્ય ભણી થાય છે. અલ્પ પણ આડી-અવળી ગતિ થતી નથી. ત્યારે લક્ષ્ય પ્રાપ્તિ નિયમાં થાય જ છે. તેમ અહીં પણ પુરુષોને પ્રણામાદિ કરવા રૂપ ક્રિયા યથાર્થ થાય. તો કર્મક્ષયમુક્તિ પ્રાપ્તિ રૂ૫ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય જ છે. || ૨૨૦ ||
फलावञ्चकयोगस्तु, सद्भ्य एव नियोगतः ।
सानुबन्धफलावाप्ति-धर्मसिद्धौ सतां मता ॥ २२१॥
ગાથાર્થ = પૂર્વોક્ત પુરુષો પાસેથી જ (સદુપદેશાદિ દ્વારા) ધર્મપ્રાપ્તિની સિદ્ધિ માટે સપુરુષોને માન્ય સાનુબંધભાવ યુક્ત એવા ફળની જે અવશ્ય પ્રાપ્તિ થાય છે. તે ફલાવંચકયોગ કહેવાય છે. એ ૨૨૧ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org