________________
પ૭૧
ગાથા : ૨૨૦
યોગદષ્ટિ સમુચ્ચય મહાત્માઓના મુખકમલનાં દર્શન માત્ર થતાંની સાથે જ આ આત્મામાંથી રાગાદિ-કષાયો ઢીલા થઈ જાય, મોળા પડી જાય, તેવા આ સત્પક્ષ હોય છે.
તેવા પ્રકારના ઉપરોક્ત બે વિશેષણોવાળા આ સપુરુષોને પણ આપણો આત્મા “આ પુરુષ છે. અનેક ગુણોના ધામ છે. દર્શનમાત્રથી પવિત્ર કરનારા છે. મહાપુણ્યદયે જ આવા પુરુષોનો યોગ થાય છે.” ઇત્યાદિ રૂપે સમજીને તેવા પ્રકારના દર્શનપૂર્વક (ઓળખાણ-પિછાણપૂર્વક) તેઓની સાથે યોગ કરે તો આ આત્માનું અવશ્ય કલ્યાણ થાય જ છે. કલ્યાણ-પ્રાપ્તિનું આ પ્રથમ પગથીયું છે. અનાદિકાળથી મહામોહને આધીન થયેલા અનેક જન્મ-મરણાદિ દુઃખોથી પીડાતા આ જીવને આવા સપુરુષોનો યોગ સાચો માર્ગ ચિંધનાર છે. સાચો માર્ગ બતાવનાર છે સાચા રસ્તે ચઢાવનાર છે. તેથી આવા સપુરુષોની સાથે સત્પરુષ તરીકે ઓળખીને જે યોગ થાય છે તે યોગને આદ્ય અવંચકયોગ અર્થાત્ યોગાવંચક કહેવાય છે.
આત્મકલ્યાણની પ્રાપ્તિમાં આ આત્માને ન છેતરનાર, ન ઠગનાર એવો આ યોગ છે. માટે આ યોગને અવંચકયોગ કહેવાય છે. આ યોગાવંચકથી જીવનનો પલટો શરૂ થાય છે આત્મહિત ભણી આ જીવ વળે છે. દોષિત ભાવો ત્યજે છે. માટે આ પ્રથમ ઉપકારી છે. ૨૧૯ો.
तेषामेव प्रणामादि-क्रियानियम इत्यलम् ।
क्रियावञ्चकयोगः स्यान्महापापक्षयोदयः ॥ २२०॥
ગાથાર્થ=તે સયુરુષોને જ પ્રણામ કરવા-સ્તુતિ કરવી વગેરે ક્રિયા કરવાનો જે નિયમ કરવો તે ક્રિયાવંચક કહેવાય છે. જે મહાપાપના ક્ષયને કરનારો છે. જે ૨૨૦ll ટીકા-‘તેષાવિત્ત, “ પ્રતિક્રિયનિયમફત્ય' “શ્ચિય-
વયોગ: स्याद् 'भवेदिति।अयं च "महापापक्षयोदयो'नीचैर्गोत्रकर्मक्षयकृदिति भावः ॥२२०॥
વિવેચન - યોગાવંચક સમજાવીને હવે ક્રિયાવંચક સમજાવે છે. જે મહાત્મા પુરુષોને યોગદશા સાક્ષાત્કાર થઈ ચૂકી છે. અચિત્ત્વશક્તિનો પ્રભાવ જેઓમાં પ્રગટ્યો છે. જેઓ ધીર, વીર, શાન્ત, દાન્ત, ઇન્દ્રિયવિજેતા, પરોપકારપરાયણ, સંવેગ પરિણામી અને પરમાર્થતત્ત્વ પામેલા છે. તેવા સપુરુષોને પ્રણામ- નમસ્કાર કરવા. અને આદિ શબ્દથી તેઓની સ્તુતિ-ગુણાનુવાદ ગાવા. સેવા-વૈયાવચ્ચ કરવી. આવા પ્રકારની મનવચન અને કાયાની જે ક્રિયા તે ક્રિયાવંચક કહેવાય છે.
ભાવયોગી સપુરુષોનો યોગ થયો. અને તેઓની સત્પષ તરીકે સાચી જે ઓળખાણ થઈ. સંસાર-સાગરમાં દુર્લભયોગની પ્રાપ્તિ થઈ, ત્યારથી જ આ આત્મા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org