Book Title: Yogadrushti Samucchay
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 604
________________ ગાથા : ૨૧૮-૨૧૯ યોગદૃષ્ટિ સમુચ્ચય પ૬૯ ) વ્યતિક્રમ=દોષ સેવવાની તૈયારી કરવી. સાધન સામગ્રી એકઠી કરવી. (૩) અતિચાર= અજાણતાં દોષ સેવવો. અથવા પરાધીનતાના કારણે દોષ સેવવો. (૪) અનાચાર= જાણી બૂઝીને વિષયરસની આસક્તિથી દોષ સેવવો. ઉપરોક્ત અતિચારાદિ વિપક્ષોની ચિંતાથી રહિત અને વિશિષ્ટ ક્ષયોપશમભાવ યુક્ત ઉપશમસારવાળું જે વ્રતપાલન છે. તે અહીં સ્વૈર્ય નામનો ત્રીજો યમ જાણવો. ર૧૭ll परार्थसाधकं त्वेतत्सिद्धिः शुद्धान्तरात्मनः । अचिन्त्यशक्तियोगेन, चतुर्थो यम एव तु ॥ २१८॥ ગાથાર્થ = અચિન્ય શક્તિની પ્રાપ્તિ દ્વારા પરોપકાર કરવામાં સમર્થ એવું આ યમપાલન તે સાચે જ અત્તરાત્માની સિદ્ધિ છે. આ સિદ્ધિ એ ચોથો યમ છે. ૨૧૮ ટીકા -“પાર્થસાય વેત” યમપાત્રને દ્ધિ" fમથીયો , તંત્ર “શુદ્ધત્તિરભિન” નાચી | “વિચક્તિયોન'' તત્તિથી વૈરત્યાહૂ I રૂત તત્ “રાત યમ વ તુ' સિદ્ધિયમ રૂતિ માવ: | ૨૨૮ વિવેચન :- સ્થિરતા પૂર્વક યમનું પાલન કરતાં કરતાં મોહનીયાદિ કર્મમલનો હ્રાસ થતાં આ આત્મા શુદ્ધ બને છે જેમ જેમ કર્મમલનો વધારે વધારે ક્ષય થાય છે અને અન્તરાત્માની શુદ્ધિ વધારે વધારે થાય છે. તેમ તેમ તે આત્મામાં અચિન્ય શક્તિ પ્રગટે છે. તે અચિન્ય શક્તિથી પરને અદ્ભુત ઉપદેશ આપવાનું સામર્થ્ય આવે છે. અને તેવા ઉપદેશ દ્વારા પરનો ઘણો ઉપકાર કરી શકે છે. સ્થિરતા પૂર્વક પાળેલા યમનું આ ફળ છે. આ મહાત્માઓમાં અન્તરાત્માની એવી નિર્મળતા-શુદ્ધિ પ્રગટ થાય છે કે ઉપદેશ દ્વારા તો તેઓ પરાર્થસાધક બને જ છે. પરંતુ તેઓના સાન્નિધ્યમાત્રથી પણ જન્મજાત વૈરીઓનાં વૈર વિનાશ પામે છે. તેઓની નિકટતા માત્રથી સર્પ- નકુલ, વાઘ- બકરી, ઉંદર-બીલાડી જેવા અત્યન્ત વૈરી જીવો પણ વૈરને ત્યજી દેનારા બને છે. આવા પ્રકારની સ્થિરતા યુક્ત વ્રતપાલનથી પ્રગટ થયેલી, પરોપકાર કરવામાં સમર્થ એવી અચિન્ત શક્તિની પ્રાપ્તિવાળી અત્તરાત્મભાવની અતિશય જે નિર્મળતાશુદ્ધિ તે સિદ્ધિયમ નામનો ચોથો યમ જાણવો. | ૨૧૮ || સવજીસ્વરૂપમાં ત્રણ પ્રકારના અવંચક સમજાવે છે. सद्भिः कल्याणसम्पन्न-दर्शनादपि पावनैः । તથા વર્ણનતો યોકા, માદ્યવિઝવી તે (૩ ) મે ૨૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630