________________
ગાથા : ૨૧૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
૫૬૭ ૨) વિપરિમની અહિંસાદિ પાંચે યમ વિષેની જે આ ઇચ્છા છે. તે ગમે તેવા સંજોગો થાય તો પણ વિપરીત પરિણામ પામનારી બને નહીં તેવી તીવ્ર હોય છે. અર્થાત કોઈ ગમે તેવું સમજાવનારા મળી જાય, હિંસાદિ તરફ લલચાવનારા આવી જાય તો પણ અહિંસા આદિ સ્વીકારવાની તીવ્ર ઇચ્છા બદલાતી નથી. મોળી પડતી નથી કે કાચી પડતી નથી. એવી સાચી આ ઇચ્છા હોય છે. આ પ્રમાણે આ પ્રથમ ઇચ્છાયોગ સમજાવ્યો. મેં ૨૧૫ા. તથા વળી
सर्वत्र शमसारं तु, यमपालनमेव यत् ।
प्रवृत्तिरिह विज्ञेया, द्वितीयो यम एव तत् ॥ २१६॥ ગાથાર્થ = સામાન્યથી સર્વ સ્થાને ઉપશમભાવની પ્રધાનતાવાળું એવું જે પાંચ યમધર્મનું પાલન. તે જ અહીં “પ્રવૃત્તિ” નામનો બીજો યમધર્મ જાણવો. | ૨૧૬
ટીકા-“સર્વત્ર'' સમિચેન, “મારં તુ” ૩૫મસામેવ કિયાવિશિષ્ટ “યમપાત્રનું પ્રવૃત્તિરિ લિયા'' યમેષ ‘‘તિયો ય વ તત્'' પ્રવૃત્તિમ રૂત્યર્થઃ | ૨૬
વિવેચન :- પ્રથમ ઇચ્છાયમ આવ્યા પછી હવે બીજો પ્રવૃત્તિયમ જીવનમાં આવે છે. અહિંસા આદિ પાંચે યમોમાં પ્રવર્તન કરવું. જીવનમાં ઉતારવા, જીવનની સર્વ આચરણા અહિંસા આદિમય કરવી. દેવ-ગુરુની સાષિએ વ્રતો ગ્રહણ કરવાં. યથાર્થ રીતે વ્રતો પાળવાં. તેમાં આવતાં વિદ્ગોને જીતવાં તે પ્રવૃત્તિયમ છે. જેમ વાત્સલ્ય-ભાવવાળી માતા બાળકનું સર્વ પ્રયત્નથી લાલન-પાલન કરે છે. જેમ પ્રજાવત્સલ રાજા સ્નેહથી પ્રજાનું સંરક્ષણ કરે છે. જેમ ધનાદિનો પ્રેમી આત્મા સાવધાની પૂર્વક ધનનું સંરક્ષણ કરે છે. તેવી રીતે મુમુક્ષુ એવા આ યોગિરાજ અહિંસા આદિ પાંચ યમધર્મોની જે યથાર્થ પ્રાપ્તિ થઈ છે. તે મહામૂલ્યવાનું રત્નતુલ્ય છે. રત્ન કયાંય ખોવાઈ ન જાય. પડી ન જાય. મોહરાજાના સૈનિકો રૂપી ચોર લોકો લૂંટી ન જાય તેમ પ્રાપ્ત થયેલા આ પાંચ યમધર્મોનું આ મહાત્મા ઉપયોગ પૂર્વક જતન કરે છે.
આ અહિંસાદિનું પાલન ઉપશમ પ્રધાન હોય છે. સમતાભાવ છે સાર જેનો એવું અહિંસાદિનું પાલન કરે છે. પોતાને શમભાવ રહે અને પોતાના વ્રત-પાલનથી અન્યને પણ શમભાવનું કારણ બને તેવું ઉત્તમ વ્રતપાલન કરે છે. યમપાલનનો સાર શમ જ છે. સમભાવ જ સર્વશ્રેષ્ઠ ભાવ છે. તથા યોગશાસ્ત્રોમાં જણાવેલી વિધિપૂર્વક પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન આદિ ધર્મક્રિયાઓ પણ વિશિષ્ટ રીતે કરે છે. આવા પ્રકારની વિધિપૂર્વકની ક્રિયાઓથી વિશિષ્ટ અને શમસારવાળું જે યમપાલન તે પ્રવૃત્તિયમ નામનો બીજો યમ જાણવો. | ૨૧૬ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org