________________
પ૬૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૧૭. विपक्षचिन्तारहितं, यमपालनमेव यत् ।
तत्स्थैर्यमिह विज्ञेयं, तृतीयो यम एव हि ॥ २१७॥ ગાથાર્થ = અતિચારાદિ રૂપ વિપક્ષની ચિંતાથી રહિત એવું જે યમપાલન છે, તે જ અહીં સ્થિરતા નામનો ત્રીજો યમ જાણવો. ૨૧૭ll
ટીકા-“વિપક્ષવિન્તાદિત'' તિવીરાન્તિાહિત્યિર્થ. | “ પાનमेव यद्" विशिष्टक्षयोपशमवृत्या, “तत्स्थैर्यमिह विज्ञेयं" यमेषु । एतच्च “pયો યમ દ્વિ' હિં સ્થિર રૂતિ યોર્ક: ભાર૭ા.
વિવેચન :- અહિંસાદિ પાંચ વ્રતોનું પાલન કરતાં કરતાં આ યોગી મહાત્મા વ્રતોમાં એવા દઢ-મજબૂત અને પાવરધા બની જાય છે કે વ્રતપાલનમાં અતિચારાદિ દોષો લાગવાની ચિંતા રહેતી નથી. કોઈ પણ કાર્યમાં પ્રથમ અભ્યાસક જીવ હોય છે તો તે તે કાર્ય કરવામાં ઘણી સ્કૂલના થાય છે. પરંતુ તે વિવક્ષિત કાર્ય વારંવાર સતત કરવાથી કાર્ય-કરવાનો અનુભવ પરિપૂર્ણ રીતે એવો પ્રાપ્ત થઈ જાય છે કે તે કાર્યમાં કોઈ ભૂલ આવતી નથી. જેમ કોઈ નવા શિક્ષક વિદ્યાર્થીઓના પાઠો ચલાવે તો સ્કૂલના થાય, પરંતુ અનુભવી પ્રોઢ શિક્ષક પાઠો ચલાવે તો તેવી સ્કૂલના ન થાય. (૨) સ્કુટર કે કાર ચલાવવાનું કામકાજ શિખતો મનુષ્ય ભૂલો પણ કરે, અકસ્માત પણ કરે અને શરીરે ઈજા પણ પામે. પરંતુ વર્ષોથી ચલાવવાની કળામાં પ્રવીણ થયેલો પુરુષ સ્કુટર કે કાર ચલાવે તો તેવી કોઈ ભૂલ ન કરે. (૩) વેપાર કરવાનું નવું જ કામકાજ કરતો વેપારી તે કાર્યમાં ભૂલ પણ કરે પરંતુ વર્ષોથી વેપારકલામાં અનુભવો મેળવીને ઘડાયેલો મનુષ્ય કંઈ પણ ખોટ આવવા દેતો નથી. ઇત્યાદિ ઉદાહરણોની જેમ વ્રતપાલનમાં નક્કર-પાકા અને અનુભવી બનેલા આ યોગી મહાત્માને વિપક્ષોની - અતિચારોની ચિંતા હોતી નથી. કારણ કે અતિચારો લાગે એવી ભૂલ થવાનો તેમના જીવનમાં સંભવ જ નથી. એટલા બધા તેઓ પ્રવીણ બન્યા છે.
વળી ભાવપૂર્વક વિધિ સહિત આગમાનુસારિણી ધર્મક્રિયાઓ અને આ પાંચ યમધર્મો (વ્રતોનું પાલન એવું સુંદર અને શ્રદ્ધાપૂર્વક આત્મહિતના પ્રયોજને જ કર્યું છે કે જેના પ્રતાપે જ્ઞાનાવરણીયકર્મ અને મોહનીયકર્મનો એવો વિશિષ્ટ ક્ષયોપશમ પ્રગટ થયો છે. તે ક્ષયોપશમની વિદ્યમાનતા વડે આત્મબળના પ્રતાપે જ આવા અતિચારોનો અયોગ છે. માટે પણ વિપક્ષોની ચિંતા રહિત આ વ્રત પાલન હોય છે.
અહીં અતિચારાદિ પદમાં કહેલા આદિ શબ્દથી અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એમ ચારે દોષો સમજી લેવા. અતિચારદોષની દોષ તરીકે વધુ પ્રસિદ્ધિ હોવાથી અહીં તેનો નામપૂર્વક ઉલ્લેખ કરેલો છે.
(૧) અતિક્રમ= દોષ સેવવાની ઇચ્છા થવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org